________________
उ४४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
જ મૃત્યુ પામે છે. માટે મરી ગયેલ માણસમાં વાયુતત્ત્વ ઘટી ગયું એ વાત સાચી નથી.
કેટલાક અગ્નિનું નામ આપે છે. માણસ મરી જાય ત્યારે તેમને પૂછવામાં આવે કે કયું તત્ત્વ ઓછું થઈ ગયું, તો તેઓ કહે છે કે અગ્નિતત્ત્વ ઓછું થઈ ગયું. જો મરી ગયેલા માણસમાં તેજતત્ત્વ ઓછું થઈ ગયું હોય તો તો ગરમીનો સંચાર થાય એવું ઇજેક્શન આપવાથી માણસ જીવતો થવો જોઈએ. પરંતુ મરી ગયેલા માણસને તેવું ઈજેશન આપવા છતાં તે જીવતો થતો નથી. મડદાને તપાવવામાં આવે કે ઇજેકશન આપવામાં આવે તો પણ તેનામાં શક્તિનો સંચાર થતો નથી, તેથી અગ્નિતત્ત્વની વાત પણ નિરર્થક છે.
વળી, કેટલાક એમ કહે છે કે માણસ મરી જાય છે ત્યારે પાણી ઓછું થઈ જાય છે. તેનામાં પાણીનો સંચાર કરવામાં આવે છતાં પણ તે જીવંત થઈ જતો નથી. માટે જળતત્ત્વ ઓછું થઈ જાય છે ત્યારે માણસ મરી જાય છે એમ માનવાને કોઈ કારણ નથી. એ માન્યતા પણ ખોટી છે.
જૈન દર્શનના મત અનુસાર કોઈ ભૂતનો સંયોગ સર્વથા છૂટી જવો એ મૃત્યુ નથી, આત્મા અને શરીરનો વિયોગ થવો - એનું જ નામ મૃત્યુ છે. આત્મા શરીરને છોડીને ચાલ્યો જાય છે એ જ મૃત્યુ કહેવાય છે. શરીરના વિયોગે આત્મા નાશ પામતો નથી. આત્મા શરીરને છોડ્યા પછી પણ ટકે છે. મૃત્યુ સમયે જીવ શરીર છોડીને જ્યાં જાય છે તે પરલોક છે. તે બીજે જઈને જન્મે છે માટે પુનર્જન્મ છે અને એ જ પ્રમાણે જીવ વર્તમાન જન્મમાં પણ બીજેથી જ આવ્યો છે, તેથી ગત જન્મ એટલે કે પૂર્વજન્મ પણ છે. આત્માને દેહથી ભિન્ન, ભૂતોથી ભિન્ન, સ્વતંત્ર માનતાં પરભવાદિની સિદ્ધિ પણ થઈ જાય છે.
આના ઉપરથી પૃથ્વી આદિ ભૂતોના મિશ્રણમાંથી ચેતનાશક્તિ ઉત્પન્ન થાય છે અને શરીરરૂપ ભૂતોના સંઘાતનું વિઘટન થતાં ચેતનાશક્તિ નાશ પામી જાય છે અને પછી કંઈ રહેતું નથી એવું ભૂતચૈતન્યવાદીઓનું માનવું યુક્તિયુક્ત ઠરતું નથી. જેમ પૃથ્વી આદિ ભૂતોમાંથી ઘડો બને છે અને એક દિવસ તે ઘડો ફૂટી જઈ, નષ્ટ થઈ જઈ પાછો પૃથ્વી આદિ ભૂતોમાં જ વિલીન થઈ જાય છે, પછી ઘડા જેવું કંઈ રહેતું નથી; પરંતુ એવું આત્માના સંબંધમાં નથી. ભૂતોથી ઉત્પન્ન થનાર ઘડાની જેમ આત્મા ભૂતોથી ઉત્પન્ન થતો નથી, તે ભૌતિક પદાર્થ નથી. આત્મા ભૂતાત્મક નથી, પણ જડ ભૂતોથી ભિન્ન પદાર્થ છે. આત્મા અભૌતિક સત્તા છે અને ચૈતન્ય તેનો ગુણ છે. ચૈતન્ય એ ભૂતોથી અતિરિક્ત એવા આત્માનો ધર્મ છે, ભૂતોનો નહીં. ચૈતન્ય જડ ભૂતોના સંઘાતનો વિકાર નથી. ચૈતન્ય ભૂતોથી ભિન્ન આત્માનો ગુણ હોવાથી તે કાયમ રહે છે, કારણ કે આત્મા મૃત્યુ પછી પણ રહે છે અને તે બીજા શરીરમાં જન્મ લે છે. આત્મા
જાય
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org