________________
ગોથા-૬૫
३४३ તેને શા માટે જ્ઞાન થતું નથી? વળી, સની ઉત્પત્તિ કદાપિ થતી નથી, તે છતાં ભૂતોથી આત્માની ઉત્પત્તિ માનવામાં આવે તો આત્માની ઉત્પત્તિ વારંવાર થવી જોઈએ, કેમ કે શરીરરૂપે પરિણત ભૂતોની વિદ્યમાનતા સદા છે જ. અસવસ્તુની સાથે અર્થક્રિયાનો વિરોધ હોય, પરંતુ સત્ની સાથે અર્થક્રિયાનો વિરોધ હોઈ શકતો નથી, તેથી વારંવાર આત્માની ઉત્પત્તિ થવી જોઈએ. જો એમ કહેવામાં આવે કે પહેલાં આત્માનું અસ્તિત્વ ન હતું, પરંતુ ભૂતોના સંયોગથી આત્માની ઉત્પત્તિ થાય છે; તો આમ કહેવું ઉચિત નથી, કારણ કે જે પદાર્થનો સર્વથા અભાવ હોય તેવા પદાર્થની ઉત્પત્તિ ક્યારે પણ થઈ શકતી નથી. જો તેવા પ્રકારે અસત્ની ઉત્પત્તિ થતી હોય તો બીજા પણ અસત્પદાર્થોની ઉત્પત્તિ થવી જોઈએ. આથી સિદ્ધ થાય છે કે આત્મા ભૂતોથી અલગ પદાર્થ છે અને તે ભૂતોનું કાર્ય નથી.'
- ભૂતવાદી મૃત્યુ માટે જે સિદ્ધાંત પ્રસ્તુત કરે છે તેનું અયથાર્થપણું હવે જોઈએ. તેઓ કહે છે કે ચારમાંથી કોઈ પણ ભૂતનો સંયોગ સર્વથા છૂટી જાય તો ચૈતન્યશક્તિ અદશ્ય થઈ જાય છે, અર્થાત્ મૃત્યુ થઈ જાય છે. તે સમુદાયમાંથી કોઈ પણ ભૂત નીકળી જાય તો ચેતના રહેતી નથી, ચેતના નષ્ટ થઈ જાય છે. માણસ મરી જાય ત્યારે ભૂતવાદીઓને પૂછવામાં આવે કે કયું તત્ત્વ ઓછું થઈ ગયું, ત્યારે તેઓ કહે છે કે અમુક દ્રવ્ય ઓછું થઈ ગયું. પરંતુ તેમને એમ કહેવામાં આવે કે જે રસાયણ અથવા તત્ત્વ ઓછું થઈ ગયું તે શરીરમાં નાંખી દો તો તેઓ એ પ્રમાણે કરી શકતા નથી.
કેટલાક એમ કહે છે કે મરી ગયેલ માણસમાં વાયુતત્ત્વ ઓછું થઈ ગયું છે. મૃતકમાં વાયુતત્ત્વ નથી એટલે તે હવે નિષ્ક્રિય પડ્યું છે, પણ એ સત્ય નથી. મૃતકમાં વાયુતત્ત્વ તો છે. એનું પેટ વગેરે ફૂલેલું છે. અંદર પોલાણ પ્રદેશમાં વાયુ તો છે. કદાચ જો તેની પણ તેઓ ના પાડે તો તેમને કહી શકાય કે વાયુની કમી પૂરી કરવા મરી ગયેલા માણસને ઑક્સિજન આપો. પરંતુ ઑક્સિજન આપવા છતાં પણ માણસ જીવતો થતો નથી. નળી વાટે હવા ભરવા છતાં તે ફરી જીવતો થતો નથી, હાલતોચાલતો નથી. વારંવાર પ્રાણવાયુ આપવા છતાં તે જીવંત થતો નથી. એટલું જ નહીં પણ કેટલાક જીવંત મનુષ્યોને ઑક્સિજન આપતા રહેવા છતાં તેઓ મરી જાય છે. ઘણા લોકોને હૉસ્પિટલમાં ઑક્સિજન આપવાનો ચાલુ હોય છે છતાં તેઓ તે વખતે ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત, ચાવાદ મંજરી', શ્લોક ૨૦ની ટીકા
'कायाकारपरिणतेभ्यस्तेभ्यः स उत्पद्यते इति चेत्, कायपरिणामोऽपि तन्मात्रभावी न कादाचित्कः । अन्यस्त्वात्मैव स्यात् । अहेतुत्वे न देशादिनियमः । मृतादपि च स्यात् । शोणिताद्युपाधिः सुप्तादावप्यस्ति । न च सतस्तस्योत्पत्तिः । भूयोभूयः प्रसङ्गात् । अलब्धात्मनश्च प्रसिद्धमर्थक्रियाकारित्वं विरुध्यते । असतः सकलशक्तिविकलस्य कथमुत्पत्तौ कर्तृत्वम् । अन्यस्यापि प्रसङ्गात् । तन्न भूतकार्यमुपयोगः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org