________________
૬૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
(૩) આત્મા આગમપ્રમાણથી સિદ્ધ નથી.
આગમપ્રમાણ એટલે શાસ્ત્રપ્રમાણ. આગમપ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કારણ કે આગમપ્રમાણ અનુમાનપ્રમાણથી અલગ પ્રમાણ નથી. આગમપ્રમાણ કોઈ સ્વતંત્ર પ્રમાણ નથી, તે અનુમાનપ્રમાણની અંતર્ગત આવી જાય છે. તે અનુમાનરૂપ છે. તે આ રીતે - આગમના બે ભેદ છે – ૧) દૃષ્ટાર્થવિષયક, અર્થાત્ પ્રત્યક્ષ પદાર્થના પ્રતિપાદક એવા આગમ છે. ૨) અષ્ટાર્થવિષયક, અર્થાત્ પરોક્ષ પદાર્થના પ્રતિપાદક એવા આગમ છે.
આમાં દષ્ટાર્થવિષયક આગમ એ તો સ્પષ્ટરૂપે અનુમાન છે, કારણ કે માટીના અમુક વિશિષ્ટ આકારવાળા પ્રત્યક્ષ પદાર્થને ઉદ્દેશીને વપરાતો ઘટ’ શબ્દ વારંવાર સાંભળતાં નિશ્ચય થાય છે કે માટીમાંથી બનેલા આવા આકારવાળા પદાર્થને ‘ઘટ' કહેવામાં આવે છે. આ પ્રકારનો નિશ્ચય થયા પછી જ્યારે પણ ‘ઘટ’ શબ્દનું શ્રવણ કરવામાં આવે છે ત્યારે વક્તા ‘ઘટ' શબ્દથી અમુક વિશિષ્ટ આકારવાળા અર્થનું જ પ્રતિપાદન કરે
અનુમાન કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રાર્થવિષયક આગમ એ અનુમાન જ છે. 'જીવ' એવો શબ્દ કદી શરીરથી ભિન્ન એવા અર્થમાં વપરાતો સાંભળ્યો જ નથી, તો પછી ‘જીવ' શબ્દ સાંભળીને તેની સિદ્ધિ દૃષ્ટાર્થવિષયક આગમથી કેવી રીતે કરી શકાય? અર્થાત્ દૃષ્ટાર્થવિષયક આગમથી શરીરથી ભિન્ન એવા આત્માની સિદ્ધિ થતી નથી.
સ્વર્ગ, નરક આદિ પદાર્થો અદૃષ્ટ છે, પરોક્ષ છે. તેવા અર્થોના પ્રતિપાદક વચનને અદૃષ્ટાર્થવિષયક આગમ કહેવામાં આવે છે. આ પ્રકારના આગમ પણ અનુમાનરૂપ જ છે. તે આ પ્રમાણે - ઉક્ત અષ્ટાર્થના પ્રતિપાદક વચનનું પ્રામાણ્ય એ રીતે સિદ્ધ થાય છે કે સ્વર્ગ-નરકાદિનું પ્રતિપાદક વચન પ્રમાણ છે, કારણ કે ચંદ્રગ્રહણ આદિ વચનની જેમ તે અવિસંવાદી વચનવાળા આપ્તપુરુષનું વચન છે. આ પ્રકારે આ અદષ્ટાર્થવિષયક આગમ પણ અનુમાનરૂપ જ છે. પ્રસ્તુતમાં કોઈએ પણ આત્માને પોતાના ચક્ષુ વડે જોયો હોય તો તેનું વચન પ્રમાણરૂપ મનાય, સત્ય મનાય. એવો કોઈ પણ આપ્ત નથી કે જેને આત્મા પ્રત્યક્ષ હોય, જેથી તેનું વચન તે બાબતમાં પ્રમાણ માનવામાં આવે અને અદષ્ટ એવા આત્માનું અસ્તિત્વ માની લેવામાં આવે. આત્માનો કોઈએ પ્રત્યક્ષ કર્યો જ નથી, તો પછી અદૃષ્ટાર્થવિષયક આગમપ્રમાણથી આત્માની સિદ્ધિ કઈ રીતે થઈ શકે?
દૃષ્ટાર્થવિષયક આગમ અને અદાર્થવિષયક આગમ એમ બન્ને પ્રકારના આગમથી આત્મા સિદ્ધ થઈ શકે તેમ નથી, તેથી આત્માનું હોવાપણું નથી. આ પ્રમાણે આગમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org