________________
૩૭૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન mind). જાગૃત મનમાં આવેલા વિચારો થોડો સમય ત્યાં રહીને પછી અવચેતન મનમાં ચાલ્યા જાય છે. સમય મળતાં ફરી તે વિચાર જાગૃત મનમાં આવીને પાછી જૂની હકીકત તાજી કરીને, તેની યાદ દેવરાવીને ભય આદિથી સસ્ત કરે છે. અવચેતન મનમાં રહેલા વિચારોને આ પ્રક્રિયા દ્વારા જાણીને માનવને તે રીતે સલાહ આપવાથી, આંતર મનમાંથી તે વિચાર ભૂંસી નાંખવાથી ભય આદિથી મુક્ત થવાય છે. જાગૃત અને સુષુપ્ત મન બન્નેની કાર્યપદ્ધતિઓમાં ઘણો તફાવત છે. આ વશીકરણની પદ્ધતિથી બન્ને મનનો અભ્યાસ કરવામાં આવે છે અને તેના આધારે માનવીના મનમાં ધરબાયેલી સમસ્યાનું મૂળ કારણ શોધી કાઢવામાં આવે છે.
ભયગ્રંથિ, લઘુતાગ્રંથિ આદિથી પીડાતા માણસોને સંમોહનની પ્રક્રિયાથી ભય, લઘુતાગ્રંથિ આદિથી મુક્ત કરવા માટે તેના ઉપર પ્રયોગો કરવામાં આવે છે. આ જીવનમાં તો તેવા ભય આદિનું કોઈ કારણ જણાતું ન હોય તો પછી શું બન્યું હશે? એવો પ્રશ્ન ઊઠે છે. તે શોધવા તે માણસને ઊંડા સંમોહનમાં લઈ જવામાં આવે છે. વશીકરણની પદ્ધતિથી તેને ભૂતકાળના જન્મની યાદ કરાવવામાં આવે છે અને તેમાં તેના પૂર્વજન્મની કોઈક હકીકતની એવી કડી સાંપડે છે કે જેની અસર તેના આ જીવનમાં થતી હોવાથી સમસ્યા ઊભી થયેલી હોય છે. તે વ્યક્તિને તેના ભૂતકાળના ભવોમાં બનેલા પ્રસંગોનું સ્મરણ કરાવી તે વ્યક્તિના ભય વગેરેનું મૂળ કારણ પકડવામાં આવે છે અને તેને સમજાવવામાં આવે છે, જેથી તેના ભય આદિ દૂર થાય. તેને તેના પૂર્વભવ યાદ કરાવીને, સમજાવીને, ધીમે ધીમે પૂર્વભવની તે અસર ભુલાવી દેવામાં આવે છે અને તેને ભય, દુઃખ આદિમાંથી મુક્ત કરવામાં આવે છે. આમ કરવાથી તેની ભયગ્રંથિ, લઘુતાગ્રંથિ વગેરે મટી જાય છે.
આ રીતે વર્તમાન યુગમાં વિકસતા વિજ્ઞાને વશીકરણની પદ્ધતિની દિશામાં ડગ માંડ્યાં છે, જેમાં સંમોહનની પ્રક્રિયાથી તેને મનના ઊંડાણમાં લઈ જઈને કારણ શોધવામાં આવે છે તથા સમજણ આપવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા લોકોની ભયગ્રંથિ આદિને દૂર કરવાના પ્રયોગો થાય છે અને તેમાં સફળતા પણ મળે છે. પૂર્વજન્મની સ્મૃતિઓ કરાવીને વર્તમાન જીવનની અનેક સમસ્યાઓ ઉકેલવાનું કામ આજના હિપ્નોટિસ્ટ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત ડૉક્ટર અને વૈજ્ઞાનિક ડૉ. એલેકઝાંડર કેનને વશીકરણના લગભગ ૧૩૮૩ પ્રયોગો કર્યા છે. તેમણે કેટલાક મહત્ત્વના પ્રસંગોને ટાંકતાં “ધ પાવર વિધિન' નામનું એક પુસ્તક લખ્યું છે. આત્મા, પૂર્વજન્મ, પુનર્જન્મ આદિમાં ન માનનારા એક વખતના નાસ્તિક ડૉ. કેનને આ પ્રયોગો ઉપરથી આત્મા, પૂર્વજન્મ, પુનર્જન્મ આદિની સિદ્ધિ કરી છે. વશીકરણની વિદ્યાથી પૂર્વજન્મની સ્મૃતિઓ તાજી કરાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org