________________
ગાથા-૬૭
3७७ અને પૂર્વજન્મના વિષયમાં અનેક શંકા-કુશંકાઓ કરીને તેનાં સમાધાનો મેળવી, અંતે તેમણે જાહેર કર્યું છે કે પૂર્વજન્મ જેવી વસ્તુ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થાય છે. ૧
હિપ્નોટિક ટ્રાન્સ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અને સંશોધનના કારણે હવે બુદ્ધિજીવી સમાજ પણ પૂર્વજન્મના સિદ્ધાંતને સ્વીકારે છે. આ પદ્ધતિના કારણે પશ્ચિમમાં પણ પૂર્વજન્મનો સિદ્ધાંત વધુ ને વધુ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી રહ્યો છે. મેલબોર્ન યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિક ડૉ. રેયનોર જોન્સન, ધ ઈમ્બ્રિઝન્ડ પ્લેન્ડર' નામના પુસ્તકમાં પરામનોવૈજ્ઞાનિક (Para-Psychological) સંશોધનોની ચર્ચાનો ઉપસંહાર કરતાં લખે છે કે ‘ટૂંકમાં, મૃત્યરૂપી પરિવર્તન પછી પણ આપણું અસ્તિત્વ ટકશે એમ માનવાને આપણી પાસે પૂરતો વિશ્વસનીય પુરાવો છે.'
આમ, ઊંડા વશીકરણની પદ્ધતિ દ્વારા પૂર્વજન્મ યાદ આવતાં પૂર્વજન્મની સિદ્ધિ થાય છે. આત્મા આ જન્મ પહેલાં પણ હતો, તેનો પૂર્વજન્મ પણ હતો તે સંમોહનથી સિદ્ધ થાય છે. પૂર્વજન્મની સ્મૃતિ ‘પૂર્વજન્મ છે' એવું સિદ્ધ કરે છે. પૂર્વજીવનની સ્મૃતિ આ જીવનમાં થાય છે એ હકીકત માત્ર પૂર્વજન્મની જ સાબિતી નથી આપતી, પણ ‘મનુષ્યની સ્મૃતિ રાસાયણિક ફેરફારો દ્વારા તેના મગજના કોષોમાં સંગ્રહાયેલી તેની અનુભૂતિઓની નોંધના આધારે જ જાગે છે એવી આધુનિક વિજ્ઞાનની માન્યતાને પણ પડકારે છે. જે શરીર નાશ પામ્યું તે જીવનની સ્મૃતિઓ પણ જાગૃત કરી શકાય છે અને એ જ સિદ્ધ કરે છે કે સ્મૃતિઓનો આધાર દેહ નહીં પણ આગલા દેહને છોડીને નવી કાયા ધારણ કરનારું કોઈ સ્વતંત્ર તત્ત્વ છે. ગઈ કાલનું આજે યાદ રહેવું અથવા ૨૦-૪૦ વર્ષો પહેલાંનું યાદ રહેવું અને એ જ પ્રમાણે ૧૫૦-૨૦૦ વર્ષ પહેલાંનું યાદ રહેવું એ સ્મરણજ્ઞાન છે અને એ સ્મરણશક્તિ કંઈ શરીરનો ગુણ નથી. જો એ શરીરનો ગુણ હોત તો મડદાને પણ યાદ રહેતું હોત. વસ્તુનું સ્મરણ કરનાર આત્મા જ છે. આમ, ગત જન્મોની સ્મૃતિની હકીકત પુરવાર કરે છે કે - (૧) જ્ઞાનનો આધાર દેહ નથી, (૨) દેહથી ભિન્ન પોતાનું અસ્તિત્વ ધરાવનાર કોઈ તત્ત્વ દેહમાં છે અને (૩) દેહના નારા સાથે એ તત્ત્વનો નાશ થતો નથી.
પૂર્વજન્મની સ્મૃતિથી આત્માનો પૂર્વજન્મ સિદ્ધ થાય છે અને આત્માનો પૂર્વજન્મ સિદ્ધ થતાં તેનો પુનર્જન્મ પણ સિદ્ધ થાય છે. પુનર્જન્મ એ બે શબ્દો છે - પુનઃ + જન્મ. પુનઃ એટલે ફરીથી. પુનઃ શબ્દ ‘બીજી વાર'ના અર્થમાં વપરાય છે. જન્મ એટલે ૧- જુઓ : એલેકઝાંડર કેનન, ‘ધ પાવર વિધિન', પ્રકરણ સોળમું, પૃ.૧૭૦ ૨- જુઓ : ડૉ. રેયનોર જોન્સન, ‘ધ ઈમ્બ્રિઝન્ડ પ્લેન્ડર', પૃ.૨૯૩
'To sum up: We have enough trustworthy evidence to anticipate our survival of the change called death.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org