________________
ગાથા-૭૩
૫૦૧
આત્મસિદ્ધિમાં જ રસ છે, માટે આત્માના કર્તાપણાના વિષયમાંથી પણ તે પોતાના ઇષ્ટ પ્રયોજનની સિદ્ધિના ઉપાય જ શોધે છે અને તેથી જ તેના પ્રશ્નો સાર્થક છે.
પ્રશ્ન વ્યર્થ છે કે સાર્થક, તેની કસોટી કરવા વિચારવું જોઈએ કે “જો આ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત થશે તો એ વડે હું શું કરીશ? મારું જીવન રૂપાંતરિત કરવામાં આ પ્રશ્ન કેટલો મહત્ત્વનો છે? શું આ પ્રશ્ન મારા જીવનમાં ક્રાંતિ લાવશે? શુદ્ધિ લાવશે?' જે પ્રશ્નો રૂપાંતરણનો ઇશારો બને, જીવન સાથે જે ગાઢપણે સંબંધિત હોય એવા જ પ્રશ્નો પૂછવા ઘટે. શિષ્ય આવા પ્રયોજનભૂત પ્રશ્નો પૂછે છે. તે મોહાસક્તિથી મૂંઝાયેલો છે. તેના માટે મોહાસક્તિ એ સળગતી સમસ્યા છે. તેથી તેના પ્રશ્નો પાછળનો આશય મોહાસક્તિ ઉપર વિજય મેળવવાનો છે, અર્થાત્ મોક્ષના ઉપાય અંગેનો જ છે. શિષ્ય સ્વયંના રૂપાંતરણનો ઇચ્છુક છે. તે જે પણ જાણવા ઇચ્છે છે, તે માત્ર રૂપાંતરણ માટે. તેને સ્મૃતિ વધારવામાં રસ નથી, શબ્દ ભેગા કરવામાં તેને રસ નથી. તેને રૂપાંતરણ (transformation)માં રસ છે, કોરી માહિતી(information)માં નહીં. તેની એક જ ઉત્કંઠા છે કે ‘મારે મારી દશા ફેરવવી છે. મારે બીજું કંઈ જ જોઈતું નથી. તેને અજ્ઞાન-અંધકારમાંથી બહાર નીકળવાની, મોહનિદ્રામાંથી જાગૃત થવાની આકાંક્ષા હોય છે. તેને માત્ર કોરી જિજ્ઞાસા નથી. તેને મોક્ષને સાધવો છે એ સ્પષ્ટપણે જણાઈ આવે છે.
જે જીવો સગુરુનો સમાગમ, સતુશાસ્ત્રનું વાંચન આદિ કરે છે, તેવા જીવોના બે વિભાગ પડે છે - કોરી જિજ્ઞાસાવાળા જીવો અને મુમુક્ષુ જીવો. કોરી જિજ્ઞાસાવાળા એટલે જે માત્ર જાણવાને ઇચ્છુક છે તેવા જીવો અને મુમુક્ષુ એટલે જે માત્ર જાણવાને જ નહીં પણ છૂટવાને ઇચ્છુક છે તેવા જીવો. આ બન્ને વર્ગના જીવો બહારથી તો સમાન ભાસે છે, પરંતુ તેમનાં અંતરમાં ઘણો ફરક હોય છે. કોરી જિજ્ઞાસાવાળો તે છે કે જેને માત્ર પૂછવાની ખણજ આવી છે અને મુમુક્ષુ તે છે કે જે મોહાસક્તિથી મૂંઝવણ અનુભવી રહ્યો છે. તેને કુતૂહલ નથી પણ પીડા છે. જો પીડા ન હોય તો પ્રશ્ન પૂછવાથી શું વળે? જેણે જીવનના અનુભવોમાંથી પસાર થઈ જીવનની વ્યર્થતાને જાણી હોય, જે અસારને સમજ્યો હોય, જેને વિભાવનો થાક લાગ્યો હોય તેને જ સદ્દગુરુનો ઉપદેશ પરિણમે છે.
જેને બુદ્ધિની ખણજ હોય તેને તર્કબદ્ધ દલીલો અને દૃષ્ટાંતોનો જ મહિમા હોય છે. કોરી જિજ્ઞાસાવાળાને તર્કમાં ઉત્સુકતા છે, તેને તર્કની સિદ્ધિમાં જ રસ છે; જ્યારે મુમુક્ષુને તર્ક અને દલીલોમાં રસ નથી હોતો, તેને જીવનશુદ્ધિના ઉપાયોની લગની હોય છે. તેને શબ્દોનું આકર્ષણ નથી હોતું. કઈ રીતે રૂપાંતરણ થાય તેમાં તેને રસ હોય છે. મુક્તિયાત્રાનું પહેલું પગલું કઈ દિશામાં અને કેવું હોવું જોઈએ, યાત્રાની દિશા યથાર્થ છે કે નહીં તે માટે કેવી ચકાસણી કરવી જોઈએ વગેરે જાણવામાં તેને રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org