________________
ગાથા-૬૧
૨૯૭
સ્કંધની અંતર્ગત આવે છે. વેદના અંધથી ઉત્પન્ન થતા રાગ, દ્વેષ, ક્ષુધા, તૃષા, મદ, અભિમાન, પ્રમાદ, ધર્મ અને અધર્મરૂપ વ્યવહાર આદિ સંસ્કાર સ્કંધ કહેવાય છે. મુખ્યરૂપે સંસ્કાર સ્કંધ દ્વારા રાગ અને દ્વેષનું ગ્રહણ કરવામાં આવે છે. ભૂતકાળમાંથી ઊભા થયેલા અમુક બાબતોના ગમા-અણગમા કે અમુક જાતની શક્તિઓ રૂપી સંસ્કારો, રાગ, દ્વેષ, મોહ, ધર્મ, અધર્મ ઇત્યાદિ તે સંસ્કાર સ્કંધ છે. આ બધા સંસ્કારો પૂર્વજન્મમાંથી મળેલા સારા કે નરસા વારસારૂપે હોય છે તથા નવા જન્મ વખતે શરૂઆત કરવા માટે ચારિત્ર્યનાં જમા પાસાં તરીકે કામ આપે છે.
આ પ્રમાણે રૂપ આદિ સ્કંધની વ્યાખ્યા કરવામાં આવી છે. રૂપ સ્કંધ એ સમસ્ત ભૌતિક શેય પદાર્થો છે. વિજ્ઞાન સ્કંધ એ અનુભવાત્મક જ્ઞાન છે. વેદના સ્કંધ એ સુખ-દુઃખાદિનું વેદન છે. સંજ્ઞા સ્કંધ એ વિકલ્પજ્ઞાન કે સ્મૃતિજન્ય જ્ઞાન છે. સંસ્કાર સ્કંધ એ પૂર્વાનુભવે પાડેલા સંસ્કારો છે. જીવનનો ખુલાસો આ પાંચ સ્કંધ દ્વારા મળે છે એમ બૌદ્ધો કહે છે. સંસારી અવસ્થામાં રૂપ આદિ પાંચ સ્કંધો હોય છે, જે એક ચિત્તનો બીજા ચિત્તથી ભેદ કરે છે અને તેને વ્યક્તિત્વ બક્ષે છે. રૂપ આદિ પાંચ સ્કંધો જ ચિત્તનું વ્યક્તિત્વ છે, મહોરું છે. તેનાથી અતિરિક્ત બીજું કોઈ વ્યક્તિત્વ નથી. આ વ્યક્તિત્વને માટે ‘પુદ્ગલ' શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ પાંચે સ્કંધોના સમૂહથી પુગલ (પુગ્ગલ) કે જેને જીવ – પ્રાણી કહેવામાં આવે છે તે બને છે. આ પાંચ પ્રકારના કંધોનો સંઘાત જ અહંપ્રત્યયવેદ્ય આત્મા છે. રૂપ, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા અને સંસ્કાર એ પંચસ્કંધરૂપ જ જીવ છે, તેનાથી અન્ય એવો જીવ નામનો કોઈ પદાર્થ નથી.
‘મિલિન્દ પ્રશ્નમાં બૌદ્ધ દાર્શનિક ભિક્ષુ શ્રી નાગસેન અને રાજા મિલિન્દ વચ્ચે જે સંવાદ છે તેમાં શ્રી નાગસેને રથના દૃષ્ટાંત દ્વારા આત્માની સંઘાતરૂપતાને સમજાવી છે. રથના અનેક ભાગો હોય છે. એ જુદા જુદા ભાગો એ કંઈ રથ નથી. રથના જુદા જુદા ભાગને છૂટો છૂટો લઈને જોવામાં આવે તો તેને રથ કહેવાય નહીં, એટલું જ નહીં, પણ એ ભાગોને કઢંગી રીતે જોડ્યા હોય તોપણ રથ બનતો નથી, પણ તેને એક વિશિષ્ટ પ્રકારે જોડવાથી જે સમુદાય બને છે તે રથ કહેવાય છે. રથ એ ચક્ર, ધરી, લાકડાનું પાટિયું વગેરે સામગ્રીમાત્ર છે કે જેને અમુક રીતે ગોઠવવાથી રથ બને છે. ચક્ર, ધરી, પાટિયું, દોરડું આદિને છોડીને રથની કોઈ સ્વતંત્ર સત્તા નથી. તેવી જ રીતે જેને જીવ કહેવામાં આવે છે તે પાંચ સ્કંધનો સમૂહ છે. રૂપ, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા અને સંસ્કાર એ પાંચ સ્કંધોને છોડીને આત્માની કોઈ સ્વતંત્ર સત્તા નથી. જે પ્રકારે રથ એ ચક્ર, ધરી વગેરે રથના અવયવોના સંઘાતથી અતિરિક્ત કંઈ નથી, તે જ પ્રકારે આત્મા પણ રૂપ સ્કંધ, વિજ્ઞાન સ્કંધ, વેદના સ્કંધ, સંજ્ઞા સ્કંધ તથા સંસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org