________________
૪૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે દર્શનોનાં નામ લીધા વિના શિષ્યની જિજ્ઞાસારૂપે મૂકી છે અને તે પછી શ્રીગુરુના મુખે તે દલીલોનું સમાધાન પાંચ ગાથાઓ (૭૪-૭૮)માં આપ્યું છે. તેમાં શિષ્યની શંકાનું અયથાર્થપણું બતાવી, આત્માનું શ્રેય થાય તે માટે આત્માના કર્મકર્તુત્વને સિદ્ધ કરી આપ્યું છે.
પ્રસિદ્ધ દર્શનો તથા મતોના પ્રભાવથી ઉત્પન્ન થયેલી, આત્માના કર્મકર્તુત્વરૂપ ત્રીજા સ્થાનકની શંકાના સમર્થનમાં દલીલ રજૂ કરતાં શિષ્ય પ્રથમ ગાથામાં કહે છે -
“કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ ગાથા |
અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ.' (૭૧) જીવ કર્મનો કર્તા નથી, કર્મના કર્તા કર્મ છે. અથવા અનાયાસે તે થયાં કરે અર્થી
1 છે. એમ નહીં, ને જીવ જ તેનો કર્તા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ જ છે, અર્થાત ધર્મ હોવાથી ક્યારેય નિવૃત્ત ન થાય. (૭૧)
a ‘કર્મનો કર્તા કોણ?' એ પ્રશ્ન ઉપર વિચાર કરતાં શિષ્યને એમ લાગે છે ભાવાથ] કે કર્મનો કર્તા જીવ ન હોઈ શકે, પણ કર્મ જ તેનો કર્તા હોવો જોઈએ, કારણ કે તે બને ભિન્ન ભિન્ન દ્રવ્ય હોવાથી એકબીજાના કર્તા હોઈ શકે નહીં. આત્મા ચેતન અને અરૂપી છે, તો તે જંડ અને રૂપી એવાં કર્મોનો કર્તા કેવી રીતે બની શકે? કર્તા-કર્મ વિજાતીય હોઈ શકે નહીં. જો જીવ-પુગલ વચ્ચે કર્તા-કર્મનો સંબંધ સ્વીકારવામાં આવે તો તેમના ગુણધર્મોની પરસ્પર આપ-લે થવી ઘટે અને એમ તો કદાપિ બની શકે નહીં. માટે સત્તામાં પડેલાં કર્મ વડે જ અન્ય કર્મ બંધાય છે, અર્થાત્ કર્મનો કર્તા કર્મ જ છે એમ માનવું જોઈએ.
કર્મનો કર્તા કર્મ નથી, પણ સહજ સ્વભાવે - અનાયાસે - આત્માના પ્રયત્ન વિના કર્મ પોતાની જાતે બંધાયા કરે છે એમ કહેવામાં આવે તોપણ જીવનું કર્તુત્વ સિદ્ધ થતું નથી. જો એમ ન સ્વીકારવામાં આવે અને જીવને જ કર્મનો કર્તા ગણીએ તો કર્મ કરવાં એ જીવનો ધર્મ, અર્થાત્ સ્વભાવ ઠરે છે અને સ્વભાવ હોવાથી તેની નિવૃત્તિ ક્યારે પણ સંભવતી નથી. જો જીવનો ધર્મ કર્મ કરવાનો હોય તો તે કદી છૂટી શકે નહીં અને તેમ થાય તો કદાપિ કોઈ પણ જીવનો મોક્ષ થાય નહીં. માટે જીવ કર્મોનો કર્તા હોય એ વાત સંગત લાગતી નથી.
આત્માના કર્તૃત્વ સંબંધી વિભિન્ન દર્શનોમાં મતભેદ છે. તેનું સંક્ષેપમાં
વિશેષાથી અવલોકન કરીએ.
(૧) ચાર્વાક દર્શન
ચાર્વાકો એમ માને છે કે આત્મા જેવું કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. તેમના મત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org