________________
ગાથા - ૭૧
- શ્રીગુરુના નિર્મળ અંતરમાંથી વહેતા વચનામૃતના પવિત્ર ઝરણામાં ડૂબકી ભૂમિકા [2] મારતાં શિષ્યના સંશયો ટળતા જાય છે અને તેને આત્મતત્ત્વનો સમ્યક નિર્ણય થતો જાય છે. શ્રીગુરુએ કરેલા સચોટ સમાધાનથી શિષ્યને આત્માના અસ્તિત્વ તથા નિત્યત્વ સંબંધી સર્વ શંકાઓનું સાંગોપાંગ નિરાકરણ થયું અને આત્મા છે' તથા આત્મા નિત્ય છે' એવાં બે સ્થાનકોની તેને દઢ પ્રતીતિ થઈ. હવે સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂપ છ પદોમાંનું ત્રીજું પદ ‘આત્મા કર્તા છે', એ વિષે શિષ્ય પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે.
આત્મા દ્રવ્યથી નિત્ય છે અને તેની પર્યાય પલટાય છે એ વાત આત્માનાં પ્રથમ બે પદનો નિશ્ચય થવાથી શિષ્યને તે સત્ય જણાય છે. દેહના રહણ-ત્યાગરૂપ સ્થૂળ પર્યાય અને આત્માની ક્રોધાદિ દશારૂપ સૂક્ષ્મ પર્યાય, એમ પર્યાયના બને ભેદોને પણ તેણે નિઃસંદેહપણે સમજી લીધા છે. આટલું જાણ્યા પછી જિજ્ઞાસુ શિષ્યની સુવિચારશ્રેણી વિકાસ પામતાં તે વિચારે છે કે દરેક જીવ નિરંતર જન્મ-મરણ દ્વારા નવા નવા દેહ ધારણ કરે છે. અને છોડે છે, તેનું કારણ શું હશે? દેહના આકારોમાં અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે, સર્વ પ્રાણીને મળતાં સુખ-દુઃખનાં સંયોગ, માત્રા, પ્રકારાદિમાં વિવિધતા જોવા મળે છે તથા સંસારમાં ભાતભાતની વિચિત્રતાઓ જોવા મળે છે - આ સર્વનું કારણ શું? સર્વ આર્ય દર્શન કહે છે તેમ, જો આનું કારણ કર્મ હોય તો તે કર્મનો કર્તા કોણ?
સતુના નિર્ણયમાં આગળ વધવાની ઉત્કૃષ્ટ અભિલાષાનું ભાથું લઈને નીકળેલો શિષ્ય, મૂંઝવણ પામતો હોવાથી અહીં અટકે છે. આ પ્રશ્ન ઉપર જેમ જેમ તે ચિંતન કરતો જાય છે, તેમ તેમ જુદા જુદા વિકલ્પોના વમળમાં તે ફસાતો જાય છે. તીવ્ર મંથન કર્યા પછી પણ જ્યારે તેને સમાધાન સાંપડતું નથી ત્યારે તે પોતાની મૂંઝવણના સમાધાન અર્થે શ્રીગુરુ તરફ વળે છે.
આત્માના કર્તુત્વના વિષય માટે શ્રીમદે આઠ ગાથાઓ (૭૧-૭૮)ની રચના કરી છે. તેમાં પ્રથમ ત્રણ ગાથાઓ(૭૧-૭૩)માં વિનીત શિષ્ય આત્માના કર્તુત્વરૂપ ત્રીજા પદ વિષે પોતાની શંકાઓ રજૂ કરે છે. અહીં શિષ્ય “આત્મા કર્મનો કર્તા નથી' એમ જણાવવા માટે જે દલીલો કરે છે, તેમાં સાંખ્ય, ન્યાય વગેરે દર્શનોની છાયા સ્પષ્ટપણે જણાય છે. શ્રીમદે આત્માના કર્તુત્વને નહીં સ્વીકારનારાં એવાં દર્શનોની પ્રચલિત દલીલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org