________________
૪૫૯
ગાથા-૭૧ અનુસાર ચૈતન્યવિશિષ્ટ એવું જે ભૌતિક શરીર એ જ સાચું છે. વળી, તેઓ કર્મને પણ સ્વીકારતા નથી. તેઓ આત્માનો તથા કર્મનો સ્વીકાર કરતા ન હોવાથી આત્માના કર્મકર્તુત્વનો પ્રશ્ન જ રહેતો નથી. (૨) જૈન દર્શન
જૈન પરંપરા આત્માને પરિણામી નિત્ય માનતું હોવાથી આત્માના ગુણોની હાનિવૃદ્ધિ, શુદ્ધિ-અશુદ્ધિને સ્વીકારે છે. આત્માને ક્રિયા સંપન્ન માનતું હોવાથી તેને કર્તા તરીકે સ્વીકારે છે. આત્માનું કર્તાપણું ચાર પ્રકારે બતાવવામાં આવ્યું છે. સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે, વિભાવપરિણતિએ રાગ-દ્વેષાદિનો કર્તા છે, અનુપચરિત વ્યવહારનયથી દ્રવ્યકર્મનો કર્યા છે અને ઉપચરિત વ્યવહારનયથી ઘર-નગર આદિનો કર્તા છે. (૩) બૌદ્ધ દર્શન
બૌદ્ધોના મત મુજબ કુશલ કે અકુશલ ચિત્તની ઉત્પત્તિ એ જ કુશલ કર્મનું કર્તુત્વ છે. કર્તા અને ક્રિયા એ ભિન્ન નહીં પણ એક જ છે. ક્રિયા તે જ કર્તા છે અને કર્તા એ જ ક્રિયા છે. ચિત્ત અને તેની ઉત્પત્તિમાં કોઈ ભેદ નથી. (૪) ન્યાય-વૈશેષિક દર્શન
ન્યાય-વૈશેષિક દર્શન જીવતત્ત્વને કૂટસ્થ નિત્ય માનતું હોવાથી તે કર્તુત્વને ગુણોના ઉત્પાદ-વિનાશના આધારે ઘટાવે છે. તે કહે છે કે જ્ઞાનાદિ આત્માના ગુણો છે. તે નિત્ય નહીં પણ આગંતુક ગુણ (accidental attribute) છે. આત્મા સ્થિર હોવા છતાં તેમાં જ્ઞાનાદિનો સંબંધ થાય છે અને જ્ઞાનાદિનો સંબંધ છૂટી પણ જાય છે, એટલે કે જ્ઞાનાદિ પોતે જ ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે તથા આત્મા તો એમ ને એમ સ્થિર રહે છે. આત્મામાં જ્ઞાનાદિની જે ઉત્પત્તિ થાય છે, તે જ તેનું કર્તુત્વ કહેવાય છે. જ્યારે તેનામાં જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન આદિ ગુણો હોય છે ત્યારે તે કર્તા છે; પણ એ ગુણોનો સર્વથા અભાવ થાય ત્યારે મુક્ત દશામાં તેનામાં કોઈ સાક્ષાત્ કર્તુત્વ નથી રહેતું. (૫) સાંખ્ય યોગ દર્શન
સાંખ્યયોગ પરંપરા ચેતનમાં કર્તુત્વ નથી માનતી, તેમજ ગુણ-ગુણીભાવ કે ધર્મ-ધર્માભાવ પણ નથી સ્વીકારતી. તે કોઈ પણ જાતના ગુણ અથવા ધર્મનો સંભવ અને પરિણામ સ્વીકારતી નથી. સાંખ્યયોગ પરંપરામાં ચેતન પોતે સર્વથા અપરિણામી, અલિપ્ત અને કર્તુત્વરહિત છે. પુરુષમાં કોઈ પણ જાતનું પરિવર્તન કદી પણ થતું નથી. પુરુષ કોઈનું કાર્ય પણ નથી કે કારણ પણ નથી. તે કર્તા નથી, સાક્ષી છે. તેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org