________________
૪૦)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન બદલીને ઘડારૂપે થાય છે. આકૃતિ બદલાય ત્યારે પહેલી પર્યાય નષ્ટ થાય છે અને બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ઉત્પાદ-વિનાશ બન્ને સિદ્ધ થાય છે, તેથી તે ઘડો અનિત્ય છે. પરંતુ માટીરૂપ મૂળ દ્રવ્યને તો કંઈ જ થતું નથી. પિંડ નષ્ટ થાય છે, ઘટ ઉત્પન્ન થાય છે, પણ મૂળ માટીદ્રવ્ય સ્થિર છે; માટે મૂળ દ્રવ્યથી તે નિત્ય છે. માટીદ્રવ્યરૂપે ઘડો નિત્ય છે અને માટીના આકાર વિશેષરૂપે ઘડી અનિત્ય છે. દ્રવ્યથી ઘડો નિત્ય, આકારના ઉત્પત્તિ-નાશ આદિથી પર્યાયની અપેક્ષાએ અનિત્ય એમ ઉભયસ્વરૂપ છે. ઘડો નિત્યાનિત્ય ઉભયાત્મક છે. જગતની સર્વ વસ્તુઓ નિત્યાનિત્ય છે. આત્મા પણ ચૈતન્યદ્રવ્યરૂપે નિત્ય તથા જ્ઞાનપર્યાયના ઉત્પત્તિ-નાશની દષ્ટિથી અનિત્ય છે. આમ, આત્માનું નિત્યાનિત્ય સ્વરૂપ નિશ્ચિત થાય છે.
ઘડો ઉત્પાદ-વિનાશ-ધ્રૌવ્યાત્મક હોવાથી ઘડાને અવિનાશી પણ કહી શકાય છે, તેમ જ્ઞાનને પણ અવિનાશી સિદ્ધ કરી જ શકાય છે. આ વિષે આચાર્યશ્રી જિનભદ્રજી ‘વિશેષાવશ્યકભાષ્ય'માં કહે છે કે માટીના પિંડનો ગોળ આકાર અને તેની શક્તિ એ ઉભયરૂપ પર્યાય જે વખતે નષ્ટ થતી હોય છે તે જ વખતે તે માટીનો પિંડ ઘટાકાર અને ઘટશક્તિ એ ઉભયરૂપે પર્યાયસ્વરૂપે ઉત્પન્ન થાય છે. આ પ્રકારે તેમાં ઉત્પાદ અને વિનાશ અનુભવસિદ્ધ છે, તેથી તે અનિત્ય છે; પણ પિંડમાં રહેલાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તથા માટીરૂપી દ્રવ્યનો તો તે વખતે પણ ઉત્પાદ કે વિનાશ કશું જ નથી, તે તો સદા અવસ્થિત છે; તેથી તે અપેક્ષાએ ઘડો નિત્ય પણ છે. સારાંશ એ છે કે માટી દ્રવ્યનો એક વિશેષ આકાર અને તેની જે શક્તિ હતી તે જ અનવસ્થિત છે, એટલે કે માટીદ્રવ્ય જે પિંડરૂપે હતું તે હવે ઘટાકારરૂપે બની ગયું, પિંડમાં જે જલાહરણાદિની શક્તિ ન હતી તે હવે ઘટાકારમાં ઉત્પન્ન થઈ. આ પ્રકારે પૂર્વાવસ્થાનો વ્યય અને ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ ઘડામાં હોવાથી તે વિનાશી કહેવાય છે, પણ રૂપ-રસાદિ અને માટી તો તેની તે જ છે, તેથી ઘડાને અવિનાશી પણ કહેવો જોઈએ. આ જ પ્રકારે સંસારની સમસ્ત વસ્તુઓ ઉત્પાદ-વિનાશ-ધ્રુવ સ્વભાવવાળી છે, તેથી સમસ્ત વસ્તુઓ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, એટલે ‘ઉત્પત્તિ હોવાથી એ હેતુ વડે વસ્તુને જેમ વિનાશી સિદ્ધ કરી શકાય છે, તેમ તેને અવિનાશી પણ સિદ્ધ કરી શકાય છે. આમ, વિજ્ઞાન પણ ઉત્પત્તિવાળું હોવાથી અવિનાશી પણ છે અને વિજ્ઞાનથી અભિન્ન એવો આત્મા પણ અવિનાશી સિદ્ધ થાય છે. ૧ ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૯૬૪, ૧૯૬૫
'इध पिंडो पिंडागार-सत्तिपज्जायविलयसमकालं । उपज्जति
jમાIFસત્તિા Mાયવેગ II रूवोतिदब्बताए ण जाति ण य वेति तेण सो णिच्चो । एवं उप्पात-व्वय-धुवस्सहावं मतं सव्वं ।।'
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org