________________
ગાથા-૬૮
૩૯૯
તેવી જ રીતે આત્મા જો જ્ઞાનથી જુદો હોય તો આકાશ, લાકડાં, પથ્થર જેવો જ્ઞાનરહિત બની જશે અને તો પછી તેનું એક ભવમાંથી બીજા ભવમાં ગમન નહીં થાય, પરલોક જવાપણું નહીં ઘટે.
આ દલીલનું સમાધાન આ પ્રમાણે થઈ શકે. વસ્તુમાત્ર ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય સ્વરૂપ છે. વસ્તુનો સ્વભાવ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે, એટલે કે વસ્તુમાં આ ત્રણે હોય છે. કોઈ પણ વસ્તુમાં આ ત્રણમાંથી માત્ર એક જ નથી હોતું. કોઈ પણ વસ્તુમાં માત્ર ઉત્પાદ નથી હોતો. જ્યાં ઉત્પાદ કે નાશ હોય છે ત્યાં ધ્રૌવ્ય પણ છે; એટલે જો તે ઉત્પત્તિ કે નાશના કારણે કથંચિત્ અનિત્ય કહેવાતું હોય તો ધ્રૌવ્યના કારણે કથંચિત્ નિત્ય પણ કહેવાશે. પર્યાયની દૃષ્ટિએ વસ્તુ ઉત્પન્ન થતી હોવાથી જેમ તે કથંચિત અનિત્ય છે, તેમ દ્રવ્યસ્વરૂપથી વસ્તુ કથંચિત્ નિત્ય પણ સિદ્ધ થાય છે. એટલે એમ કહી શકાય કે જ્ઞાન નિત્ય છે, કારણ કે તે ઉત્પત્તિશીલ છે, ઘટની જેમ. જ્ઞાન એકાંતે અનિત્ય નથી પણ તે કથંચિત્ નિત્ય છે. કથંચિત્ નિત્ય એવા જ્ઞાનથી આત્મા અભિન્ન હોવાથી, આત્મા પણ કથંચિત્ નિત્ય હોવાથી પરલોકનો અભાવ કેવી રીતે થાય? કથંચિત્ નિત્ય જ્ઞાનથી અભિન્ન એવો આત્મા પણ કથંચિત્ નિત્ય હોવાથી પરલોક નથી એમ કહી શકાતું નથી.
વળી, જ્ઞાનને વિનાશી સિદ્ધ કરવા ‘ઉત્પત્તિશીલ હોવાથી' એવો જે હેતુ આપવામાં આવ્યો છે, તે હેતુવિરોધી અનુમાન ઉપસ્થિત હોવાના કારણે વિરુદ્ધ અવ્યભિચારી પણ છે; એટલે કે જ્ઞાનમાં તેની ઉત્પત્તિ હોવાથી અનિત્યતા સિદ્ધ કરવામાં આવી છે અને પોતાના હેતુને અવ્યભિચારી માનવામાં આવ્યો છે. જ્ઞાનની અનિત્યતા સિદ્ધ કરનાર અવ્યભિચારી હેતુથી વિરુદ્ધ એવો નિત્યતાને સિદ્ધ કરનાર અવ્યભિચારી બીજો હેતુ પણ છે, તેથી આપવામાં આવેલ હેતુ દૂષિત છે. આપવામાં આવેલ હેતુ દોષયુક્ત છે, કારણ કે જ્ઞાન સર્વથા વિનાશી નથી. જે વસ્તુ હોય તે ઘડાની જેમ એકાંત વિનાશી હોય નહીં, કારણ કે વસ્તુ પર્યાયની અપેક્ષાએ વિનાશી છતાં દ્રવ્યની અપેક્ષાએ અવિનાશી હોય છે. વસ્તુ નિત્યાનિત્ય ઉભય છે.
અત્રે પ્રશ્ન થાય કે ઘડો તો ઉત્પત્તિવાળો હોવાથી વિનાશી જ છે તો પછી તેને અવિનાશી કેવી રીતે કહેવાય? વિનાશી ઘડાના આધારે જ્ઞાનને અવિનાશી કેવી રીતે સિદ્ધ કરી શકાય?
આનો ઉત્તર આ પ્રમાણે છે - પ્રથમ એ બરાબર સમજવું આવશ્યક છે કે ઘડો એ શું છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ ગુણો તેમજ સંખ્યા, આકૃતિ, માટીરૂપ દ્રવ્ય અને જલાહરણાદિરૂપ શક્તિ - આ બધું મળીને ઘડો કહેવાય છે. આ ઘડાનું સ્વરૂપ છે. માટીના પિંડમાંથી ઘડો બને ત્યારે માટી જે પિંડરૂપે રહી હોય છે, તે માટી આકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org