________________
ગાથા-૬૮
૪૦૧
જ્ઞાનમાં ઉત્પાદાદિ ત્રણે કઈ રીતે ઘટે છે તેની વિચારણા કરીએ. આત્મામાં જ્ઞાનશક્તિ છે. જ્ઞાનગુણમય આત્મા છે. જે સમયે જે પદાર્થ પોતાની સમક્ષ આવે છે તે સમયે ઉપયોગવાળો આત્મા તદાકાર બને છે અને જેમ જ્ઞેય પદાર્થો બદલાય છે તેમ જ્ઞાનનો આકાર પણ બદલાય છે. ઘટવિષયક જ્ઞાન તે ઘટવિજ્ઞાન કે ઘટચેતના કહેવાય છે અને પવિષયક જ્ઞાન તે પવિજ્ઞાન કે પટચેતના કહેવાય છે. આ જ પ્રમાણે સર્વ પદાર્થો માટે સમજી લેવું ઘટે છે. સર્વનો અનુભવ છે કે ઘટચેતનાનો સમયે નાશ થાય છે, તે જ સમયે પચેતના ઉત્પન્ન થાય છે. આત્મા ઘટાકાર જ્ઞાનવાળો થયો હોય અને ઘટ દૂર થયા પછી અથવા ફૂટી ગયા પછી ષ્ટિ સમક્ષ આવેલ પટનું જ્ઞાન થાય છે અને આત્મા પટાકાર જ્ઞાનવાળો થાય છે. ઘટ પછી પટ પદાર્થ આવતાં ઘટાકાર ઉપયોગ જાય છે અને પટાકાર ઉપયોગ આવે છે. આ પ્રમાણે વારંવાર બદલાતા પદાર્થોના કારણે તદાકાર જ્ઞાન પણ બદલાય છે. જેમ જેમ વસ્તુ બદલાય છે, તેમ તેમ તદાકાર જ્ઞાન પણ બદલાય છે. આ રીતે એક જ્ઞાનની ઉત્પત્તિ અને પછી નાશ એમ જ્ઞાનની ઉત્પત્તિ-નાશ ચાલ્યા કરે છે. આ રીતે જ્ઞાનમાં ઉત્પત્તિ-વિનાશ હોવાથી તે અનિત્ય છે અને જ્ઞાનની પર્યાય જ્ઞાનવાન એવા આત્મા સાથે અભેદ સંબંધથી છે, માટે તે આત્માને પણ અનિત્ય કહેવાય છે; પરંતુ જે સમયે ઘટચેતના નાશ થાય છે અને પટચેતના ઉત્પન્ન થાય છે, તે સમયે મૂળ ચેતના તો તેની તે જ છે. જીવરૂપ સામાન્ય ચેતના તો તે બન્ને અવસ્થામાં વિદ્યમાન જ છે, માટે આત્મા નિત્ય પણ છે.
આમ, આત્મા ઉત્પત્તિ, વિનાશ તથા ધ્રુવ એમ ત્રણ સ્વભાવે છે. મૂળ દ્રવ્યરૂપે આત્મા ધ્રુવ-નિત્ય છે. તે ત્રણે કાળમાં અપરિવર્તનશીલ, શાશ્વત છે. પ્રમેય પદાર્થોના ગમનાગમન તથા ઉત્પત્તિ-વિનાશના આધારે આત્માનાં જ્ઞાન-દર્શનાત્મક ઉપયોગરૂપ પર્યાયનાં પણ ઉત્પત્તિ-વિનાશ થાય છે. આત્મા વસ્તુ છે અને જ્ઞાનાદિ તેના ગુણો છે. તેમાં પર્યાયોનો ઉત્પાદ-વ્યય થયા કરે છે. આત્મા પ્રત્યેક સમયે પોતાના ગુણોની પૂર્વ અવસ્થા છોડીને નવીન અવસ્થાઓ ગ્રહણ કરે છે. આ પ્રમાણે તે અનાદિથી અત્યાર સુધી વિદ્યમાન છે અને અનંત કાળ સુધી એવી રીતે વિદ્યમાન રહેશે. પર્યાયો ઉત્પાદવ્યયસ્વરૂપે બદલાયા કરે છે, પરંતુ ચેતનસત્તાસ્વરૂપે આત્મા દ્રવ્યથી સદાશાશ્વત, નિત્ય, ધ્રુવ રહે છે. આ વિષે શ્રી કાનજીસ્વામી કહે છે
‘આત્મા દ્રવ્ય છે, તે સદાય ટકીને અવસ્થાપણે બદલ્યા કરે છે તેથી ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યતા સહિત સત્ છે. ક્ષણે ક્ષણે તેની સમજણની જ્ઞાનની અવસ્થા પલટાયા કરે છે. તે પર્યાય ક્ષણે ક્ષણે બદલાય છે અને તે તે અવસ્થાને ધારણ કરનાર સત્તાવાન વસ્તુ નિત્ય છે.... આત્મા દ્રવ્યે પલટાતો નથી, પણ જ્ઞાનાદિ ગુણની ક્ષણ ક્ષણવર્તી અવસ્થાએ બદલાય છે. આખો બદલાઈ જતો નથી, પણ ટકીને બદલે છે, એવો સત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org