________________
ગાથા-૬૮
૩૯૧ તો જણાશે કે તે બન્ને ભિન્નકાલીન છે; કારણ કે એક પર્યાયના કાળની આદિ સીમા અને અંતિમ સીમા જુદી જુદી હોય છે. તે પર્યાયની સ્થિતિનો વિચાર કરવામાં આવે તો તેના ઉત્પાદ અને વિનાશની જેમ તેની સ્થિતિનો કાળ પણ ભિન્ન છે એમ જણાય છે; અર્થાત્ તેનો ઉત્પાદ એટલે પ્રારંભસમય, વિનાશ એટલે તેનો નિવૃત્તિસમય અને સ્થિતિ એટલે પ્રારંભથી નિવૃત્તિ સુધી સામાન્યરૂપે રહેવાનો તેનો સમય એ ત્રણે ભિન્ન છે. આ બાબત આંગળીના દાખલાથી વધારે સ્પષ્ટ થશે.
આંગળી એ એક વસ્તુ છે. તે જ્યારે વાંકી હોય ત્યારે સીધી નથી રહી શકતી અને જ્યારે સીધી હોય ત્યારે વાંકી નથી રહી શકતી. વક્રતા અને સરળતા એક જ આંગળીમાં એક કાળે સંભવતાં ન હોવાથી ક્રમવર્તી છે. આંગળીમાં વક્રતાપર્યાયનો વિનાશ અને સરળતાપર્યાયના ઉત્પાદ વચ્ચે સમયભેદ નથી. એ બન્ને એક જ ક્રિયાનાં, એક જ સમયમાં થતાં બે પરિણામો છે. એ જ સમયે આંગળી તો આંગળીરૂપે સ્થિર હોય જ. છે, તેથી આંગળીરૂપ એક વસ્તુમાં તે એક જ સમયે ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ ઘટી જાય છે. હવે તેની એક જ વક્રતા કે સરળતાપર્યાયનો વિચાર કરવામાં આવે તો તેમાં ઉત્પાદ, વિનાશ અને સ્થિતિનો કાળભેદ ઘટે છે. આંગળી વાંકી મટી સીધી થઈ તે તેના સરળતાપર્યાયનો ઉત્પાદસમય, અમુક વખત સીધી રહી પાછી વાંકી થાય ત્યારે તે તેના સરળતાપર્યાયનો વિનાશસમય અને સીધી થવાના ક્ષણથી માંડી સીધી મટી જવાના ક્ષણ સુધીનો વચલો એકરૂપ સીધી રહેવાનો ગાળો તે સરળતાપર્યાયનો સ્થિતિ-સમય એ કાળભેદ થયો.
આમ, દરેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત છે એ વાસ્તવિક સત્ય છે. પ્રત્યેક દ્રવ્યની પર્યાય ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે, પણ દ્રવ્યનાં ઉત્પત્તિ કે વિનાશ થતાં નથી, તે ધ્રુવ રહે છે. પ્રત્યેક દ્રવ્યની આજ સુધીમાં અનંતી પર્યાયો બદલાઈ ગઈ છે, અનંત કાળ વીતી ગયો છે, પરંતુ અનંત કાળથી તે ધ્રુવ જ રહ્યું છે. અનંત કાળથી જે દ્રવતું રહ્યું છે અને અનંત કાળ સુધી જે દ્રવ્યા કરશે, અર્થાત્ જે પર્યાયોને ભૂતકાળમાં દ્રવતું હતું, વર્તમાનમાં દ્રવે છે અને ભવિષ્યમાં દ્રવશે તે દ્રવ્ય છે. ‘દ્રવ્ય' શબ્દની વ્યુત્પત્તિ જ સૂચવે છે કે દ્રવ્ય ત્રિકાળવર્તી છે.
- ‘દ્રવતિ તિ દ્ર' - જે પોતાનાં ગુણ-પર્યાયોને દ્રવે છે તેને દ્રવ્ય કહે છે. ગુણ અને પર્યાયના આશ્રયરૂપ જે છે તે દ્રવ્ય છે. દ્રવ્યમાં જે સદા અવિનાશીરૂપે સાથે રહે છે તેને ગુણ કહે છે તથા દ્રવ્યમાં સમયે સમયે જેનું અવસ્થારૂપ પરિણમન થાય છે તેને ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીકૃત, ‘ગોમટસાર’ ની આચાર્યશ્રી અભયચંદ્રદેવકૃત ટીકા,
મંદપ્રબોધિકા', જીવકાંડ, ગાથા ૮૩ 'पूर्वपर्यायविनाशोत्तरपर्यायप्रादुर्भावयोरंगुलिऋजुत्वविनाशवक्रत्वोत्पादवदेककालत्वात् ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org