________________
ગાથા-૭૦
૪૪૫
વસ્તુ માત્ર પોતાની અવસ્થાઓ બદલે છે. પદાર્થની અવસ્થાઓનો નાશ થાય છે પણ પદાર્થનો નાશ નથી થતો. વિજ્ઞાન સ્વીકારે છે કે જગતમાં જેટલા મૂળ પદાર્થો છે તેમાંથી કોઈનો ક્યારે પણ નાશ થતો નથી. સંયોગી જડ પદાર્થો વીખરાઈ જાય છે પણ તેનાં પરમાણુઓનો નાશ થતો નથી. જડ પદાર્થોની અવસ્થાઓનાં ઉત્પત્તિ-નાશમાં અન્ય દ્રવ્ય નિમિત્ત બની શકે, પણ મૂળ પદાર્થોનાં ઉત્પત્તિ-નાશ થઈ શકે નહીં.
ઉપર્યુક્ત સિદ્ધાંતને ઘડાના દૃષ્ટાંતે સમજીએ. જ્યારે કુંભાર ઘડો બનાવે છે ત્યારે લોકવ્યવહારમાં એમ કહેવાય છે કે ઘડાની ઉત્પત્તિ થઈ. પરંતુ કોઈ પણ પદાર્થની મૂળરૂપે કદાપિ ઉત્પત્તિ થતી નથી, કેવળ રૂપાંતર થાય છે. તેથી વિદ્યમાન સવસ્તુ એવી માટીની ઘટાકારે ઉત્પત્તિ થઈ. ઘડારૂપે માટીની ઉત્પત્તિ થઈ, પરંતુ માટીરૂપ દ્રવ્ય તો પહેલાં પણ હતું જ. માટીને કોઈએ બનાવી નથી, તે પરમાણુરૂપે હતી જ. માટીના પિંડમાંથી ઘડો બન્યો, અર્થાત્ માટીનાં પરમાણુઓની પિંડરૂપ અવસ્થા હતી તે હવે ઘડારૂપ થઈ. એ જ ઘડો ફૂટી જાય ત્યારે તેનાં ઠીકરાં થાય છે, તેથી એમ કહેવાય છે કે ઘડાનો નાશ થયો; પરંતુ વાસ્તવિક રીતે જોતાં માટીના ઘડારૂપ અવસ્થાનો નાશ થયો, માટીરૂપ દ્રવ્યનો નાશ થયો નથી, કેમ કે માટી ઠીકરાંરૂપે તો રહી જ છે. વળી, તે ઠીકરાંનો ભૂકો થતાં ઠીકરાંરૂપ અવસ્થાનો નાશ થાય છે, પણ ભૂકારૂપે માટીનાં રજકણો રહે છે. માટીનો નાશ નથી થયો. ભૂકાને બારીકમાં બારીક કરવામાં આવે અને તે વાતાવરણમાં ફેલાઈ જાય ત્યારે પણ ભૂકાની ચૂળ અવસ્થાનો જ નાશ થાય છે, પરંતુ ભૂકાનાં સૂક્ષ્મ રજકણરૂપે માટીનાં પરમાણુઓ કાયમ રહે છે, તેમાંનું એક પણ પરમાણુ નાશ પામતું નથી.
ઘટની ઉત્પત્તિ અને ઘટના વિનાશનો અર્થ એમ થાય છે કે માટી દ્રવ્યનો એક આકારમાંથી બીજો આકાર બન્યો. માટી દ્રવ્ય પહેલાં અમુક આકારે હતું, તે આકાર બદલાઈને બીજો આકાર થયો. એક આકારની ઉત્પત્તિ થઈ અને બીજા આકારનો નાશ થયો. માટી દ્રવ્ય પિંડાકારે હતું, તે ઘટાકાર થાય ત્યારે ઘટોત્પત્તિ થઈ એમ કહેવામાં આવે છે અને ઘટાકારને છોડી ઠીકરાંના આકારમાં આવે તેને ઘટનો વિનાશ કહેવામાં આવે છે. વાસ્તવમાં જેમ કોઈ પદાર્થ ઉત્પન્ન થતો નથી, તેમ કોઈ પદાર્થ નષ્ટ પણ થતો નથી. ઘડારૂપ આકારનો વિનાશ થઈ શકે છે, પણ મૂળ દ્રવ્ય એવા માટીનાં પરમાણુઓનો નાશ થતો નથી. પદાર્થનું પરિવર્તન થઈ શકે છે, પણ તેનો ક્યારે પણ સર્વથા નાશ થતો નથી.
વિનાશના બે પ્રકાર છે. એક છે રૂપાંતર પરિણામરૂપ વિનાશ અને બીજો છે અર્થાતરગમનરૂપ વિનાશ. પદાર્થોમાં ક્ષણે ક્ષણે થતાં પરિવર્તનો એ રૂપાંતર પરિણામરૂપ વિનાશ છે. ઘડામાં ઘડારૂપે કાયમ રહીને થતો ફેરફાર તે રૂપાંતર પરિણામ છે. તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org