________________
ગાથા-૬૭
૩૮૧ ફલિત થાય છે કે આ તેનો પહેલો જન્મ નથી. પૂર્વે પણ વિવિધ યોનિઓમાં જન્મ ધારણ કરીને આવ્યો છે. હવે પૂર્વે જન્મ ધારણ કર્યો અને તેના સંસ્કાર અહીં લઈને આવ્યો, તેનો અર્થ જ એ છે કે જે આત્મા આ શરીરમાં છે, તે જ આત્મા ગત જન્મોના શરીરમાં પણ હતો, જે બન્ને જન્મોનો આત્મા એક ન હોય તો સંસ્કારો કોની સાથે આવ્યા? કારણ એક આત્માએ કરેલાં કર્મો અન્ય આત્મા ભોગવતો નથી. જે કરે તેની સાથે જ જાય અને તે જ ભોગવે.
પૂર્વ જન્મનું શરીર સાથે નથી આવ્યું. તેનો તો નાશ થઈ ગયો. પણ શરીરના નાશ પછી પણ આત્મા કાયમ રહ્યો. તેથી જ તેણે સંસ્કાર સાથે લઈને આ જન્મ ધારણ કર્યો.'
આમ, અનુમાનપ્રમાણ દ્વારા શ્રીગુરુ શિષ્યને આત્માની નિત્યતાની સમજણ આપે છે. આત્માને અનિત્ય માનનારા શિષ્યને આત્મા નિત્યસ્વભાવી છે એમ શ્રીગુરુ સાબિત કરી આપે છે. આત્મા દેહયોગથી ઊપજતો હોવાથી અને દેહવિયોગે નાશ થતો હોવાથી, આત્માનું અસ્તિત્વ અમુક મર્યાદિત કાળ પૂરતું છે એવી શિષ્ય કરેલી દલીલનું સચોટ સમાધાન આપી, આત્માનું અસંયોગીપણું, અનુત્પનપણું અને અવિનાશીપણું બતાવી; શ્રીગુરુ આત્માનું ત્રિકાળવર્તી અસ્તિત્વ સિદ્ધ કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘ક્રોધાદિ તરતમ્યતા, શુદ્રાદિક જે પ્રાણી; જણાય પૂર્વ અભ્યાસની, ટેવ કરે યશ હાણી. વળી ક્રોધ તરતમપણે, સર્પાદિકની માંય; નયણે જોતાં મન વિષે, શંકા રહે ન કાંઈ. કોઈક રાગી લોભી યા, કોઈક કપટી માની; પૂર્વજન્મ સંસ્કાર તે, જણાય જીવ નિશાની. દેહરૂપ વસ્ત્રો સજ્યા, અનંતભવની માંહી; આત્મપુરુષ અવિનાશી એ, જીવ નિત્યતા ત્યાંય....૨
૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, હું આત્મા છું', ભાગ-૨, પૃ.૮૫-૮૬ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૦ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૨૬૫-૨૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org