________________
૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
ખંડન કરતાં પણ તેમને આંચકો લાગતો નથી અને તેવા પ્રસંગે તેઓ આગમોનાં અનેક વાક્યોના આધાર આપીને પોતાનું મંતવ્ય રજૂ કરે છે. કોઈની કોઈ પણ વ્યાખ્યા આગમના કોઈ પણ વાક્યથી વિરુદ્ધ જતી હોય તો તે તેમને માટે અસહ્ય બને છે અને તેનું તર્કપુરઃસર સમાધાન શોધવાનો પણ તેઓ પ્રયત્ન કરે છે. આગમનાં પરસ્પર વિરોધી લાગતાં મંતવ્યોનું સમાધાન શોધવાનો પણ તેમણે પ્રયત્ન કર્યો છે અને વિરોધી દેખાતાં વાક્યોમાં પણ પરસ્પર સંગતિ કેવી રીતે છે તે બતાવ્યું છે. ખરી રીતે એમ કહેવું જોઈએ કે આચાર્યશ્રી જિનભદ્રજીએ ‘વિશેષાવશ્યકભાષ્ય' લખીને જૈન આગમોનાં મંતવ્યોને તર્કની કસોટીએ કસ્યાં અને એમ કરીને તેમણે એ કાળના તાર્કિકોની જિજ્ઞાસાને સંતોષી છે. તેમની દલીલો અને તર્કશૈલી એટલી બધી વ્યવસ્થિત છે કે આઠમી શતાબ્દીમાં થયેલ મહાન દાર્શનિક આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ અને બારમી શતાબ્દિમાં થયેલ આગમોના સમર્થ ટીકાકાર આચાર્યશ્રી મલયગિરિસૂરિજીએ પણ જ્ઞાનચર્ચામાં આચાર્યશ્રી જિનભદ્રજીની દલીલોનો જ આશ્રય લીધો છે, એટલું જ નહીં પણ છેક અઢારમી સદીમાં થયેલા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ પોતાના ગ્રંથોમાં તેમની દલીલોને રજૂ કરી છે.
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ (વિક્રમની આઠમી શતાબ્દીમાં) ‘ષદર્શનસમુચ્ચય' નામના ગ્રંથમાં જુદાં જુદાં છ દર્શનોનું સ્વરૂપ બહુ સુંદર રીતે બતાવ્યું છે અને તેમાં આચાર્યશ્રીએ પ્રત્યેક દર્શનના પ્રતિનિધિ તરીકે નિષ્પક્ષપાતબુદ્ધિ રાખી તે દર્શનનું નિરૂપણ કર્યું છે. ૮૭ શ્લોકપ્રમાણ આ ગ્રંથનો અભ્યાસ કર્યા પછી વાચકને સ્વયમેવ એવો નિશ્ચય થઈ આવે છે કે માત્ર જૈન દર્શન જ એક એવું દર્શન છે કે જેમાં વસ્તુ અને વસ્તુના સ્વભાવનું સંપૂર્ણપણે યથાર્થ નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજાં દર્શનોએ તેમ કરવાનો સ્તુત્ય યત્ન કર્યો છે, તથાપિ તેમાં અખંડ નિરાબાધ નિરાકરણ જોવા મળતું નથી. આ નાનકડા ગ્રંથમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીની વિશાળતા છૂપી રહેતી નથી. તેમનું વિચારઔદાર્ય, તેમની મતસહિષ્ણુતા અને નિષ્પક્ષપાતતા પ્રશસ્ય છે .
કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ (વિક્રમની બારમી શતાબ્દીમાં) અન્યયોગ-વ્યવચ્છેદ-દ્વાત્રિંશિકા'ની રચના કરી છે. આ કૃતિ ઉપજાતિ છંદના માત્ર બત્રીસ શ્લોક જેટલી જ સંક્ષિપ્ત છે, પણ તેમાં જૈન દર્શનના સિદ્ધાંતોનું સમર્થન અને અન્ય દર્શનોની માન્યતાઓનું નિરાકરણ એવી સચોટ રીતે કરવામાં આવ્યું છે કે તેના આધારે આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીએ “સ્યાદ્વાદ મંજરી' નામે સુંદર, સવિસ્તર અને સારગ્રાહી ટીકા રચીને એ મૂળ કૃતિને ખૂબ ઉપયોગી અને લોકપ્રિય બનાવી દીધી છે. આચાર્યશ્રી મલ્લિષણસૂરિજી (વિક્રમની અગિયારમી-બારમી શતાબ્દીમાં) સરળ પ્રકૃતિના ઉદાર અને મધ્યસ્થ વિદ્વાન હતા. ‘સ્યાદ્વાદ મંજરી'માં તેમણે અન્ય દર્શનોના સિદ્ધાંતોની પ્રામાણિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org