________________
૧૬૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિયોગ થતાં તેનાં કાર્ય અટકી જાય છે; અર્થાતુ દેહ, ઇન્દ્રિય તથા પ્રાણ આત્માના અસ્તિત્વ વડે જ પોતપોતાની પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યાં રહે છે. તે સર્વનો સંચાલક આત્મા જ છે. મડદાને પણ દેહાદિ છે, પરંતુ તેમાં સંચાલક આત્મા ન હોવાથી તે નિશ્ચિત - નિષ્ક્રિય બની જાય છે, માટે તે સર્વને સંચાલન કરનાર આત્મા આ ત્રણેથી જુદો છે એમ સિદ્ધ થાય છે.
- દેહ, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણમાં જાણવાની શક્તિ નહીં હોવાથી વિશેષાર્થ) તે અચેતન પદાર્થો છે. દેહ, ઇન્દ્રિય અને પ્રાણ જ્ઞાનગુણરહિત, જડ, પૌલિક પદાર્થ છે; તેથી તે ત્રણે પોતાને પણ જાણતાં નથી તથા એકબીજાને પણ જાણતાં નથી. દેહ ઇન્દ્રિયોને જાણતો નથી, અર્થાતુ પોતાને કેટલી ઇન્દ્રિયો છે અને તે શું કામ કરી રહી છે તેનું જ્ઞાન પણ દેહને નથી. દેહ જાણતો નથી કે કાન આ સ્થાને છે અને નાક આ સ્થાને છે. તેને શ્વાસોચ્છવાસનું જ્ઞાન પણ નથી, અર્થાત્ દેહ જાણતો નથી કે તે કઈ રીતે શ્વાસ લે છે? કેટલા શ્વાસ લીધા અને કેટલા લેવા જોઈએ? કેમ લેવા જોઈએ? આમ, દેહ ઇન્દ્રિયો તથા પ્રાણને જાણતો નથી, તેવી જ રીતે ઇન્દ્રિયો પણ દેહ અને પ્રાણને જાણતી નથી. એક પણ ઇન્દ્રિય જાણતી નથી કે તે દેહના કયા ભાગમાં રહેલી છે; તેમજ તેને શ્વાસની પ્રક્રિયાનું જ્ઞાન પણ નથી. વળી, એક ઇન્દ્રિયને બીજી ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન પણ નથી. શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ દેહ અને ઇન્દ્રિયને જાણતો નથી. શ્વાસ જાણતો નથી કે તે દેહના કયા ભાગમાં કામ કરી રહ્યો છે. શ્વાસ ઇન્દ્રિય સંબંધી પણ કંઈ જાણતો નથી. દેહ, ઇન્દ્રિય, પ્રાણ એ બધાં જ્ઞાનરહિત જડ પદાર્થો છે.
દેહાદિ ચેતનાશક્તિરહિત જડ પદાર્થો છે અને જો તેમાંથી કોઈને પણ આત્મા માનવામાં આવે તો તે પદાર્થ જડના બદલે જ્ઞાનયુક્ત, ચેતન સિદ્ધ થાય; કારણ કે જ્ઞાન એ આત્માનો ગુણ છે અને દેહાદિ જડ છે એ વ્યવહારસિદ્ધ છે. દેહાદિ ક્યારે પણ જાણી શકતાં નથી, તેથી જ્ઞાન ગુણનો ગુણી એવો આત્મપદાર્થ દેહાદિથી ભિન્ન માનવો ઘટે છે. જ્ઞાનનો આશ્રયભૂત એવો આત્મા દેહાદિથી ભિન્ન છે અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એમ સિદ્ધ થાય છે; માટે દેહ, ઇન્દ્રિય કે પ્રાણ આત્મા નથી. જો તેમાં જ્ઞાન ગુણ જ નથી તો તેને આત્મા કેવી રીતે માની શકાય? જ્ઞાન એ સ્વતંત્ર આત્મતત્ત્વનો અસાધારણ ધર્મ છે, જેના વડે આત્મા આ વસ્તુ આવી છે', ‘આ વસ્તુ તેવી છે એવું જાણી શકે છે. જેમ ઉખા વિના અગ્નિ અથવા આદ્રતા વિના જળની કલ્પના કરી શકાતી નથી, તેમ જ્ઞાન આત્માનો અસાધારણ ધર્મ હોવાથી જ્ઞાન વિનાના આત્માની કલ્પના કરી શકાતી નથી.
આત્મા જોનાર, જાણનાર પદાર્થ છે. દેહ, ઇન્દ્રિય તથા શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org