________________
ગાથા - ૫૩
- ગાથા ૫રમાં શ્રીગુરુએ કહ્યું કે પાંચ ઇન્દ્રિયો પોતપોતાના જ વિષયને જાણે ભૂમિકા
" છે, જ્યારે આત્મા તો પાંચે ઇન્દ્રિયોના સર્વ વિષયોને જાણે છે, માટે આત્મા ઇન્દ્રિયોથી જુદો છે.
ગાથા ૫૧ તથા પર દ્વારા શ્રીગુરુએ એમ બતાવ્યું કે આત્મા એક, અતીન્દ્રિય, જ્ઞાનધારક, સ્વતંત્ર પદાર્થ છે. તે ઇન્દ્રિયગ્રાહ્ય પણ નથી અને ઇન્દ્રિયરૂપ પણ નથી એમ બતાવી, ગાથા ૪૫માં શિષ્ય રજૂ કરેલી દલીલનું સચોટ સમાધાન આપ્યું. હવે ગાથા ૪૬માં રજૂ કરેલી દલીલનું સમાધાન શ્રીગુરુ કરે છે. ગાથા ૪૬માં શિષ્ય કહ્યું હતું કે
અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ', અર્થાત્ દેહ, ઇન્દ્રિય અથવા શ્વાસોચ્છવાસને જ આત્મા માનવા યોગ્ય છે; આત્માને તેનાથી ભિન્ન માનવો મિથ્યા છે, કારણ કે આત્માના હોવાપણાની બીજી કોઈ નિશાની છે નહીં. આ દલીલના પૂર્વાર્ધનું સમાધાન ગાથા ૨૩ તારા તથા ઉત્તરાર્ધનું સમાધાન ગાથા ૫૪ દ્વારા શ્રીગુરુ કરે છે.
આત્માનું દેહ, ઇન્દ્રિય તથા પ્રાણથી ભિન્ન એવું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરતાં શ્રીગુરુ કહે છે –
“દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રી, પ્રાણ;
આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ.” (૫૩) - દેહ તેને જાણતો નથી, ઇંદ્રિયો તેને જાણતી નથી અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ અર્થ)
* પણ તેને જાણતો નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યાં રહે છે, એમ જાણ. (૫૩)
દેહ, ઇન્દ્રિય કે પ્રાણ જ આત્મા છે એ વિકલ્પનું આયથાર્થપણું સમજાવતાં ભાવાર્થ
4 શ્રીગુરુ કહે છે કે પુદ્ગલમય દેહ તે આત્મા નથી, તે દેહના અંગભૂત એવી પાંચ ઇન્દ્રિયો પણ આત્મા નથી તથા શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ આત્મા નથી; કારણ કે તે સર્વેમાં જાણવાનો સ્વભાવ નથી. તે સર્વ પોતાને પણ જાણતાં નથી તથા એકબીજાને પણ જાણતાં નથી, તેથી જ્ઞાનગુણધારક પદાર્થ આ સર્વથી ભિન્ન છે એમ સિદ્ધ થાય છે અને આ જ્ઞાનગુણધારક પદાર્થ તે આત્મા છે.
વળી તે સર્વ, ચૈતન્યવંત સત્તાના સંયોગથી પોતાનું કાર્ય કરે છે અને તે સત્તાનો
ગાથા |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org