________________
ગાથા-૭૨
૪૭૯ છે અને ત–માણમાં તે ભોક્તા થતો હોય તેમ દેખાય છે.
સ્ફટિક રત્નમાં લાલ, પીળો આદિ કોઈ રંગ નથી, પણ તેને જેવા પદાર્થનો સંબંધ થાય તેવા રૂપે તે દેખાય છે. સ્ફટિક રત્નની પાસે પદ્મરાગ - રાતું રત્ન, જુઈ પુષ્પ વગેરેનો સંયોગ થતાં સ્ફટિક રત્ન તેવા પ્રકારના રંગને ધારણ કરે છે, તથા સૂર્ય અને ચંદ્રનાં કિરણોનો સ્પર્શ થતાં તે તેવા પ્રકારના પ્રતિબિંબને પોતાના સ્વરૂપમાં ધારણ કરે છે, તેમજ વૈશ્વાનલ તથા જયકાંત રત્નના સંપર્ક વડે તે તેવા જ સ્વરૂપનું ભાન કરાવે છે. રાતા પુષ્પના સંપર્કમાં પોતે લાલપણાને, પીળા પુષ્પના સંબંધથી પીળાપણાને પ્રાપ્ત થયેલો પોતાને જેમ બતાવે છે; તેમ પ્રકૃતિસંસર્ગના કારણે બુદ્ધિરૂપી માધ્યમ દ્વારા પુરુષમાં ભોગની કલ્પના કરવામાં આવે છે. સાંખ્યમત અનુસાર આત્મા સાક્ષાત્ ભોક્તા નથી.
આમ, શુભાશુભ ક્રિયાઓ પ્રકૃતિ વડે, એટલે કે સત્ત્વ, રજસ્ અને તમસુ ગુણ વડે સર્વ પ્રકારે કરાય છે; તેથી આત્મા શુભાશુભ ક્રિયાનો - કર્મનો કર્તા નથી, તેમજ તે ક્રિયાના ફળનો સાક્ષાત્ ભોક્તા પણ નથી; પરંતુ બુદ્ધિએ ઉત્પન્ન કરેલા પ્રતિબિંબ દ્વારા તે ભોક્તા જણાય છે.
પુરુષ કૂટસ્થ નિત્ય છે, એટલે કે તે કદાપિ વિકારી સ્વભાવવાળો નથી. તે નિરંજન છે, એટલે કે તે સકળ કર્મમળથી રહિત છે. તે ક્રિયારહિત હોવાથી બંધન વિનાનો છે. અપરિણામી આત્મામાં વાસના અને ક્લેશરૂપ કર્મોના સંબંધથી બંધનનો સંભવ હોતો નથી તો આત્માનો મોક્ષ, અર્થાત્ બંધનથી છૂટા થવાપણું કેવી રીતે હોઈ શકે? વળી, આત્મા નિષ્ક્રિય હોવાથી તેનું સંસારપરિભ્રમણ પણ કઈ રીતે હોઈ શકે? આ શંકાના ઉત્તરમાં સાંખ્ય દર્શન કહે છે કે પુરુષ અને પ્રકૃતિ ઉભયથી સર્વગત છે, અરસપરસ સંયુક્ત છે. પ્રકૃતિ અને પુરુષનો સંયોગ (બંધ) અનાદિ છે. બન્નેનાં સાચાં સ્વરૂપનું અજ્ઞાન એ જન્મ-મરણનાં બંધનનું કારણ છે. પ્રકૃતિ પુરુષથી તદ્દન ભિન્ન છે, છતાં જડ પ્રકૃતિનું પ્રતિબિંબ ચેતન પુરુષમાં પડવાથી પુરુષને એવો ભ્રમ થઈ જાય છે કે પ્રકૃતિ જ છું'. ભિન્નતાનું જ્ઞાન ન થવાથી, અર્થાત્ અભિન્નતાનો ભ્રમ થઈ જવાના કારણે જ પુરુષનો સંસાર ઊભો રહે છે. પ્રકૃતિનો આશ્રય કરવાથી, બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલા શબ્દાદિનું પોતામાં પ્રતિબિંબ પડતાં પુરુષ તેમાં આનંદ માને છે અને પ્રકૃતિને આવી રીતે સુખરૂપ માની તે સંસારમાં પડ્યો રહે છે. પુરુષ અને પ્રકૃતિ વચ્ચેનો આ તફાવત સમજાતાં વિવેકજ્ઞાન થાય છે અને તેથી પુરુષનો પ્રકૃતિથી વિયોગ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૨૨૧
'पुरुषोऽविकृतात्मैव स्वनि समचेतनम् । मनः करोति सान्निध्यादुपाधिः स्फटिकं यथा ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org