SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૭૬ પ૬૭ એમ જાણે અને ભેદજ્ઞાન થયા પછી પ્રબળપણે પોતાના જ્ઞાનધામમાં રહેલા આત્માને પોતાના કર્તાભાવથી યુત થયેલો એક પરમ અચળ જ્ઞાતા તરીકે પ્રત્યક્ષપણે જુએ. જો આત્મા કેવળ અસંગ હોત, આત્મામાં કોઈ ભૂલ ન હોત તો જીવને નિજ સ્વરૂપ સમજાયું હોત અને તેના આનંદ વગેરે ગુણોનો વિલાસ ખીલેલો હોત; પરંતુ જીવની પર્યાયમાં વિકાર છે અને જ્યાં સુધી ‘વિકાર વિનાનો મારો સ્વભાવ છે” એ વાત પકડમાં નથી આવતી, ત્યાં સુધી જીવ વિકારી પર્યાયનો નાશ કરી શકતો નથી અને અસંગતા પ્રગટતી નથી. જીવને નિજસ્વભાવની રુચિ નથી, જ્ઞાન જ્ઞાયકસ્વભાવને ભૂલીને જ્ઞયને અવલંબીને પ્રવર્તી રહ્યું છે અને તેથી તેને અસંગતાનો અનુભવ થતો નથી. અવસ્થામાં અસંગતા પ્રગટાવવા માટે સ્વરૂપસન્મુખતાનો અભ્યાસ કરવો જોઈએ. ‘કોણ છું? મારું સ્વરૂપ કેવું છે? મારો આત્મવૈભવ કેવો મહાન છે? મારામાં કેવાં ગુણરત્નોનો ભંડાર છે?' ઇત્યાદિનો રુચિપૂર્વક વિચાર કરતાં ચૈતન્યપદનો અપૂર્વ મહિમા જાગે છે અને જે દૃષ્ટિ પરસન્મુખ હતી તે સ્વસમ્મુખ થવા પામે છે. સ્વરૂપસન્મુખતાનો અભ્યાસ વધુ દઢ થતાં આત્મભાવનું ઊંડાણ વધે છે, વિકલ્પો ઉત્તરોત્તર સૂક્ષ્મ થતા જાય છે અને કોઈ ધન્ય પળે સર્વ વિકલ્પોનો અભાવ થઈ નિર્વિકલ્પ સ્વસંવેદન થાય છે, જીવ આત્માનંદનો અનુભવ કરે છે. પોતાના અસંગ સ્વભાવનો અનુભવ કરનાર જીવ નિજાનંદમાં મસ્ત રહે છે. તેની જન્મ-જન્માંતરની દોડ અટકે છે. તે શાંત થઈ જાય છે, ઉદાસીન થઈ જાય છે. પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થયો હોવાથી તેને કશાની ઇચ્છા રહેતી નથી. તેને કોઈ આકાંક્ષા નથી, કોઈ ભય નથી. સ્વયંની શાશ્વત સંપત્તિ મળી ગઈ હોવાથી તેને હવે બીજી કોઈ સંપત્તિ પ્રત્યે ગમો-અણગમો થતો નથી. તેને દુન્યવી ઊંચાં પદો પણ હર્ષ નથી ઉપજાવતાં કે ગમે તેવી પ્રતિકૂળતા પણ ચલિત નથી કરી શકતી. જેને સ્વરૂપબોધ થયો છે તેને અનુકૂળતા-પ્રતિકૂળતા સ્પર્શતી પણ નથી. તેને પરમ સ્વીકારભાવ વર્તે છે. જે થાય છે તેને તે સાક્ષીભાવે જાણે છે. ધુમાડો આકાશમાં ઊડે છે, આકાશમાં ફેલાય છે; પણ ધુમાડો આકાશને ગંદું નથી કરી શકતો. કેટલાં બધાં વાદળાં બંધાય-ફેલાય, પણ આકાશ તો તેવું ને તેવું અપ્રભાવિત જ રહે છે, અસંગ જ રહે છે, અસ્પષ્ટ જ રહે છે. સ્વરૂપસન્મુખતાના કારણે અપ્રભાવિત રહેતું તેનું ચિત્ત પણ આકાશ જેવું અસંગ ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૨૦૫ 'माऽकर्तारममी सृशन्तु पुरुष सांख्या इवाप्यार्हताः कर्तारं कलयंतु तं किल सदा भेदावबोधादधः । ऊर्ध्वं तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयं पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम् ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy