________________
ગાથા-૬૩
૩૨૧
અનુભવને આધીન છે તે પદાર્થ, જેનાં ઉત્પત્તિ-લય થાય છે. એનાથી જુદો ન હોય તો કોઈ પણ પ્રકારે તે ભાન તેને થઈ શકતું નથી. જે ઉત્પત્તિ-લયને જાણે છે તે ઉત્પત્તિલય પામનારથી અવશ્ય પૃથક્ હોય છે, તેથી કલ્પવામાં આવેલાં આત્માનાં ઉત્પત્તિલયનો અનુભવ ત્રણે કાળમાં કોઈને જ થઈ શકતો નથી. આમ, દેહયોગથી આત્મા ઊપજે છે અને દેહવિયોગે તેનો નાશ થાય છે એ વાત પ્રમાણરહિત ઠરે છે.
શ્રીગુરુ એક પછી એક ન્યાયસંગત અને તર્કયુક્ત સમાધાન આપતા જાય છે કે જેથી શિષ્યને આત્માની નિત્યતાની દઢ શ્રદ્ધા થાય. શ્રીગુરુના સમાધાન ઉપર અંતરમાં ઘોલન કરતાં શિષ્યને અવશ્ય નિર્ણય થાય છે કે આત્માનાં ઉત્પન્ન-લયનું જ્ઞાન જેને હોય એવો કોઈ પદાર્થ છે જ નહીં. ઊલટું અનુત્પન્ન-અવિનાશી એવો આત્મા દેહનાં ઉત્પત્તિ-લયને જાણે છે; ચૈતન્યસ્વભાવી નિત્ય આત્મા જ દેહનાં ઉત્પત્તિ તથા લયનું જ્ઞાન કરે છે. ઉત્પત્તિ-લયરૂપ જડ દેહને જાણનાર, દેહથી ભિન્ન એવો જ્ઞાનસ્વરૂપ આત્મા નિત્ય છે. દેહ અનિત્ય છે, જ્યારે આત્મા ત્રિકાળ નિત્ય પદાર્થ છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘જેના અનુભવ વશ્ય એ, ભાસે થતાં વિચાર; જાણીને સમજી શકે, વળી કરે નિર્ધાર. એવું આત્મ વિણ કહો, ઉત્પન્ન લયનું જ્ઞાન; ક્યારે પણ સંભવી શકે નહીં એ સત્ય પ્રમાણ. માટે સમજી રાખવું, નક્કી જડ આ દેહ, તે તેથી જુદા વિના, જાણે કોણ એ દેહ. નિત્ય આત્મતા આત્મની, ત્રિકાળ સ્વરૂપ જ્ઞાન; નોય દેહથી પૃથક્ તો, થાય ન કેમે ભાન.' ૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૯ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૨૪૯-૨૫૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org