________________
૩૮૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
બને, પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો તેવો અનુભવ બને જ નહીં. (૬૮)
પ્રત્યેક દ્રવ્ય ત્રિકાળ સસ્વભાવી હોવાથી પોતાના સ્વભાવમાં સદા શાશ્વત L ] રહે છે. ત્રણે કાળમાં તેનું જાત્યંતર ક્યારે પણ થતું નથી. તે અનંત ગુણપર્યાયવાળું હોય છે. દ્રવ્યમાં જે સદા અવિનાશીરૂપે સાથે રહે છે તેને ગુણ કહે છે તથા દ્રવ્યમાં અનેક અવસ્થારૂપ પરિણમન થાય છે તેને પર્યાય કહે છે. દ્રવ્ય અનંત ગુણોનો પિંડ છે અને દરેકે દરેક ગુણમાં સમયે સમયે પરિણમન થાય છે. પ્રત્યેક વસ્તુનું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત એવું સસ્વરૂપ છે. પોતાની જાતિનો ત્યાગ કર્યા વિના નવીન પર્યાયની ઉત્પત્તિ તે ઉત્પાદ, પૂર્વપર્યાયનો ત્યાગ તે વ્યય અને અનાદિ પરમ પારિણામિક સ્વભાવરૂપે સ્થિર રહેવું તે ધ્રુવતા. આમ, જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. સમુદ્રનાં મોજાં પલટાય છે પણ સમુદ્ર પલટાતો નથી, તેમ પૂર્વ અવસ્થાનો નાશ થઈ નવીન અવસ્થાની ઉત્પત્તિ થાય છે પણ દ્રવ્ય ધ્રુવ જ રહે છે. ઘડાનો નાશ કરી મુગટ બનાવવામાં આવે ત્યારે પણ સોનું તો તેનું તે જ રહે છે. એ પ્રમાણે પ્રત્યેક સમયે અવસ્થાઓનું પલટવાપણું હોવા છતાં પણ વસ્તુપણે દ્રવ્ય સદાસ્થાયી છે. અનંત કાળ સુધી નિજસત્તામાં ટકી રહે છે.
આમ, મૂળ સ્વરૂપે ટકીને બદલવું એ વસ્તુનો સ્વભાવ છે. આત્મા પણ વસ્તુપણે સદાસ્થાયી છે અને સમયે સમયે થતાં જ્ઞાનાદિ ગુણોનાં પરિણમનથી તેની પર્યાયનું પલટવાપણું થાય છે, માટે સ્યાદ્વાદથી જોઈએ તો આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. તેની પ્રતીતિ, બાળ-યુવાન-વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે એ દૃષ્ટાંત ઉપરથી થાય છે. એક જ દેહધારીને બાળ, યુવાન અને વૃદ્ધ એમ ત્રણ અવસ્થા હોય છે, પરંતુ દેહધારી તો તેનો તે જ છે. બાળવયમાં થયેલો અનુભવ યુવાવયમાં સ્મૃતિમાં રહેલો જણાય છે અને યુવાવસ્થામાં થયેલો અનુભવ વૃદ્ધાવસ્થામાં સ્મૃતિમાં રહેલો અનુભવાય છે. જો આત્માનો ક્ષણે ક્ષણે નાશ થતો હોય તો એક અવસ્થામાં થયેલો અનુભવ બીજી અવસ્થામાં સ્મરણમાં રહી શકે નહીં. અવસ્થાઓ બદલાવા છતાં પણ તેની સ્મૃતિ થાય છે, તેથી સિદ્ધ થાય છે કે આત્મદ્રવ્ય બદલાતું નથી. અવસ્થાઓ પલટાય છે, પરંતુ ત્રણે અવસ્થાઓમાં રહેનારો આત્મા સર્વથા નવો ઉત્પન્ન થતો નથી. આ પ્રમાણે અત્યંત સરળ દષ્ટાંત દ્વારા શ્રીગુરુએ આત્માનું નિત્યનિત્ય સ્વરૂપ સિદ્ધ કરી આપ્યું. વિશેષાર્થ)
તીર્થંકર પરમાત્મા કેવળજ્ઞાન પામ્યા પછી સમવસરણમાં પદાર્થમાત્રના
તત્ત્વભૂત જ્ઞાનની ચાવીરૂપ ત્રિપદી ગણધરોને આપે છે. તે ત્રિપદી આ પ્રમાણે છે - ‘૩૫ત્રે ૩ વ, વિવારે 3 વ, gવે ટુ વા' સર્વજ્ઞ એવા તીર્થંકર પરમાત્માએ સમસ્ત બ્રહ્માંડના સર્વ પદાર્થોનાં ત્રણ લક્ષણ બતાવ્યાં છે - ઉત્પનશીલ, વિનાશસ્વભાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org