________________
ગાથા-૬૮
૩૮૭ તથા નિત્યસ્વભાવી. દરેક વસ્તુ આ ત્રણે લક્ષણવાળી છે. દરેકે દરેક વસ્તુમાં સદા ઉત્પાદાદિ ત્રણે અવશ્ય હોય જ છે. જેમાં આ ત્રણ લક્ષણ નથી તેનો અભાવ હોય છે, તેનું અસ્તિત્વ હોઈ જ નથી શકતું. ઉત્પત્તિ-વિનાશ-સ્થિરતા એ ત્રણ ગુણ જેમાં ન હોય તે વસ્તુ અસત્ છે, અર્થાત્ તે વિદ્યમાન નથી. જેમ કે શશશૃંગ, ગગનકુસુમ, વંધ્યાપુત્ર વગેરે.
પ્રત્યેક વસ્તુનું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત એવું ‘સતું' સ્વરૂપ છે. જેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે લક્ષણ એકીસાથે રહે તે ‘સતું' છે. ઉત્પાદ એટલે ઉત્પત્તિ, વ્યય એટલે નાશ અને ધ્રૌવ્ય એટલે સ્થિરતા. ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું, વ્યય એટલે નષ્ટ થવું અને ધ્રૌવ્ય એટલે ટકી રહેવું. વસ્તુ દ્રવ્યરૂપે અખંડ ધ્રુવ છે અને પર્યાયરૂપે ઉત્પત્તિમાન અને વ્યયસ્વરૂપી છે. પદાર્થમાત્ર પોતાના મૂળભૂત સ્વરૂપે ધ્રુવ છે અને સમયે સમયે તે અવસ્થાઓ પલટાય છે.
વસ્તુ દ્રવ્યરૂપે ઉત્પન્ન થતી નથી અને નાશ પણ પામતી નથી, પરંતુ તેની ભિન્ન ભિન્ન પર્યાયો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. વસ્તુ પર્યાયરૂપે ઉત્પત્તિવિનાશશીલ છે, દ્રવ્યરૂપે નહીં. દ્રવ્યરૂપે તે ધ્રુવ જ છે. દ્રવ્ય તો એક જ રૂપે રહે છે. વસ્તુનું રૂપાંતર થવા છતાં મૂળ દ્રવ્ય કાયમ રહે છે. ક્ષણે ક્ષણે થતું પરિવર્તન વસ્તુના મૂળ સ્વરૂપને કદી પણ હાનિ પહોંચાડતું નથી. વસ્તુમાં ગમે તેટલાં પરિવર્તનો થાય તોપણ તેનું મૂળભૂત સ્વરૂપ પરિવર્તન પામતું નથી. ચેતન જડ થતું નથી કે જડ ચેતન બનતું નથી. વસ્તુમાં ગમે તેટલી પર્યાયો ઉત્પન્ન થાય અને નાશ પામે પણ વસ્તુ દ્રવ્યપણે સદાસ્થાયી છે. નિરંતર પર્યાયોનો ઉત્પાદ-વ્યય થવા છતાં વસ્તુ દ્રવ્યપણે ધ્રુવ રહે છે. આ પ્રમાણે સર્વ વસ્તુઓ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યસ્વરૂપ છે.
ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એક પદાર્થમાં કઈ રીતે ઘટે છે તે એક ઉદાહરણ દ્વારા સમજીએ. સોનાનો એક મુગટ છે. મુગટ એક આકાર છે, પર્યાય છે. તેનું મૂળ દ્રવ્ય સોનું છે અને પીળાપણું વગેરે તેના ગુણ છે. સોનાની આ પર્યાય, આ આકાર બદલાવી શકાય છે. જો મુગટ ઓગાળીને બંગડી બનાવવામાં આવે, પછી બંગડી ઓગાળીને હાર બનાવવામાં આવે તો આકાર બદલાતો જાય છે, પરંતુ મૂળભૂત દ્રવ્ય - સોનું બદલાતું નથી. એક આકાર નષ્ટ થયો અને બીજો નવો આકાર ઉત્પન્ન થયો. મુગટને ઓગાળતાં મુગટનો આકાર નષ્ટ થયો અને બંગડીનો નવો આકાર ઉત્પન્ન થયો. બંગડીને ઓગાળતાં બંગડીનો આકાર નષ્ટ થયો અને હાર બનાવતાં હારરૂપ પર્યાય ઉત્પન્ન થઈ. આ પ્રમાણે એક આકાર ઉત્પન્ન થાય છે અને બીજો નષ્ટ થાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૫, સૂત્ર ૨૯
ઉત્પાદ્ર--ધ્રૌવ્યયુક્ત સત્ '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org