________________
ગાથા - ૬૮
| ગાથા ૬૭માં શ્રીગુરુએ કહ્યું કે ક્રોધાદિ પ્રકૃતિનું ન્યૂનાધિકપણું સર્પાદિમાં [25] જન્મથી જ જોવા મળે છે, જે પૂર્વજન્મનો સંસ્કાર સાબિત કરે છે, જે વડે
ભૂમિકા જીવનું ત્રિકાળીપણું, અનાદિ-અનંતપણું સિદ્ધ થાય છે.
આમ, આત્મા નિત્ય નથી, પરંતુ દેહયોગથી ઊપજ્યા પછી અમુક કાળ સુધી તે દેહમાં ટકીને દેહવિયોગે નાશ થનાર પદાર્થ છે - એવી ગાથા ૬૦માં શિષ્ય ભૂતચૈતન્યવાદી ચાર્વાક દર્શનના પ્રભાવથી કરેલી શંકાનું સચોટ સમાધાન ગાથા ૬૨-૬૭માં શ્રીગુરુએ આપ્યું. હવે ગાથા ૬૧માં બૌદ્ધ દર્શનના પ્રભાવથી શિષ્ય કરેલી શંકાનું સમાધાન શ્રીગુરુ ગાથા ૬૮-૭૦માં અત્યંત સરળ ભાષામાં, છતાં અસરકારક શૈલીથી આપશે.
ગાથા ૬૧માં શિષ્ય શંકા કરી હતી કે “અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય'. વસ્તુના ક્ષણિકત્વ ઉપર દૃષ્ટિ જવાથી વસ્તુ સ્વભાવથી ક્ષણિક છે - અનિત્ય છે એમ શિષ્યને ભાસે છે. ક્ષણે ક્ષણે પલટાતી ક્રોધાદિ વૃત્તિઓને જોઈને શિષ્યને એમ લાગે છે કે આત્મા અનિત્ય છે, ક્ષણ માત્ર ટકીને નાશ થનાર પદાર્થ છે. ક્રોધાદિ વૃત્તિઓનું પરિણમન સતત થતું હોવા છતાં ‘આત્મા એકાંતે અનિત્ય નથી', પણ વસ્તુપણે તે સદાસ્થાયી છે એમ અનેકાંત સિદ્ધાંતને દૃષ્ટાંતથી સમર્થિત કરી, આત્માનું વાસ્તવિક સ્વરૂપ સમજાવતાં શ્રીગુરુ કહે છે –
“આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; ગાથા ગાથા|
બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.' (૬૮) તે આત્મા વસ્તુપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી અર્થી
તેના પર્યાયનું પલટવાપણું છે. (કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજ પલટાય છે, તેની પેઠે.) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવથી પર્યાય છે અને બાળ અવસ્થા વર્તતાં આત્મા બાળક જણાતો, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નહીં, અર્થાત્ અવસ્થાઓ બદલાઈ, પણ આત્મા બદલાયો નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org