________________
ગાથા-૫૭
૨૨૧
લક્ષણો છે.
દેહ, પુસ્તક આદિ નજરે દેખાતા ધૂળ પદાર્થોમાં જ્ઞાન નથી, એટલે કે તે અજીવ છે. તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ વિશેષ ગુણો હોવાથી તે રૂપી છે. આવા નજરે દેખાતા પદાર્થોને પુદ્ગલદ્રવ્ય કહેવાય છે. પુદ્ગલદ્રવ્ય કાળું ધોળું, સુગંધીદુર્ગધી, ખાટું-મીઠું, હલકું ભારે વગેરે પ્રકારે જણાય છે. એ બધી પુદ્ગલની જ શક્તિ છે. તે વિશેષ ગુણોમાંથી સ્પર્શ ગુણની સ્નિગ્ધતા કે રુક્ષતાની અમુક પ્રકારની અવસ્થા થાય ત્યારે પુગલોનો બંધ થાય છે. બંધપ્રાપ્ત પુદ્ગલોને સ્કંધ કહેવામાં આવે છે. જીવ સાથે સંયોગ પામતાં એવાં ઔદારિક પુદ્ગલોના સ્કંધો શરીરરૂપે, વચન વર્ગણાના સ્કંધો વચનરૂપે, મનોવર્ગણાના સ્કંધો મનરૂપે અને શ્વાસોચ્છવાસ વર્ગણાના સ્કંધો શ્વાસોચ્છવાસરૂપે અને કાશ્મણ વર્ગણાનાં સ્કંધો કર્મરૂપે પરિણમે છે. દેહાદિ પદાર્થોમાં વધ-ઘટ થયા કરે છે, અર્થાત્ યુગલો જોડાય છે અને છૂટાં પડે છે. આ પુદ્ગલોથી જીવ ભિન્ન છે. આત્મસ્વરૂપ અસંયોગી છે. તે ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી જણાઈ શકે એમ નથી, કારણ કે તે વર્ણ આદિથી રહિત છે. આત્મામાં કોઈ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી; તે કેવળ ઉજ્વળ પ્રકાશમય છે. જીવ કાળો-ધોળો, સુગંધી-દુર્ગધી વગેરે રૂપે નથી. તે તો અરૂપી ઉપયોગસ્વરૂપ પદાર્થ છે. આત્મા અસંખ્યપ્રદેશી, અમૂર્ત, જ્ઞાનદર્શનસ્વરૂપ છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે પ્રદેશ પ્રદેશે ચૈતન્યસ્વરૂપ છે. જ્ઞાન, દર્શન, સુખ એ તેના વિશેષ ગુણો છે.
આ રીતે આત્મા અને શરીરાદિ પૌગલિક પદાર્થો વિરુદ્ધ લક્ષણયુક્ત દ્રવ્ય છે. આત્મા ચેતનરૂપ છે, જ્યારે શરીર જડરૂપ છે. જેનું અસ્તિત્વ જુદા જુદા સ્વભાવથી ઓળખાતું હોય તે બન્ને દ્રવ્યો જુદાં જ હોય છે. આત્મા શરીરરૂપ નથી, તે શરીરથી ભિન્ન છે. આત્મા શરીરાકારે થઈને શરીરમાં રહે છે તોપણ તે શરીરમાં મળી જતો નથી. આત્મા સત્ દ્રવ્ય છે, ચેતન છે, જ્ઞાતા છે, દ્રષ્ટા છે, દેહના આકારે રહે છે અને દેહથી ભિન્ન છે.
આત્મા શરીરમાં રહે છે. તે શરીરમાં સર્વાગે વ્યાપ્ત છે, તે છતાં તે શરીરથી પૃથક છે. કમળનાળમાં જેવી રીતે તેનો દોરો નીચેથી ઉપર સુધી બરાબર ભરેલો રહે છે, તેવી રીતે આત્મા શરીરમાં પગના અંગૂઠાથી માંડીને મસ્તક સુધી સર્વાગે ફેલાયેલો હોય છે. કમળનાળમાં તે દોરો નીચેથી ઉપર સુધી હોય છે, પરંતુ મૂળ અને પાંદડાંમાં તે દોરો નથી હોતો. આત્મા શરીરમાં પગથી માથા સુધી સળંગ વ્યાપ્ત હોય છે, પરંતુ નખ અને કેશમાં તે નથી હોતો. કમળનાળ જેમ જેમ વધે છે, તેમ તેમ અંદરનો દોરો પણ વધતો રહે છે; તેમ બાળક યુવાન થતાં તેનું શરીર વધે છે ત્યારે આત્મા પણ તે પ્રમાણે જ ફેલાતો જાય છે. કમળનાળ કાંટાયુક્ત હોવાથી કઠોર જરૂર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org