________________
૧૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે? મરણ થતાં જ તે દેહમાં રહેલા બધા અવયવોના બધા જ કોષોનું વિઘટન શા માટે થવા લાગે છે?
વળી, તેઓ કહે છે કે ન્યુકલીક એસિડ' જ સર્વ પ્રકારનાં ‘વાઇટલ ફંક્શન્સ'નો આધાર છે. પરંતુ જો તેમ હોય તો દેહનો માત્ર એક અવયવ - હૃદય, તે બંધ પડતાં જ બધાં જ ‘વાઇટલ ફંક્શન્સ' કેમ બંધ પડે છે? એક બાજુ એમ જોવામાં આવે છે કે પૂરેપૂરો શક્તિવંત, ‘વાઇટેલિટિ’ થી ભરપૂર દેહ પણ હૃદય બંધ પડતાં મડદું બને છે; તો બીજી બાજુ એમ જોવામાં આવે છે કે તદ્દન અશક્ત દેહ કે જેના ઘણા અવયવો ખોટવાઈ ગયા હોય અને જીવનશક્તિ ક્ષીણ થઈ ગઈ હોય, તે લાંબા સમય સુધી જીવંત રહે છે, જીવન ટકાવી રાખે છે. એ માંદલા દેહમાં પણ ચયાપચયની ક્રિયા ચાલુ રહે છે, જ્યારે સુદઢ દેહને હૃદય બંધ પડતાં જ મૃત જાહેર કરવામાં આવે છે.
હૃદયની પ્રક્રિયા ઉપરથી જીવન-મરણનો નિર્ણય કરવામાં આવે છે, પણ ધારો કે એક માણસ અકસ્માતથી મરણ પામ્યો અને એનું હૃદય બીજાના દેહમાં રોપવા માટે કાઢી લેવાયું, તો એને જે ક્ષણે મૃત જાહેર કરાયો તે ક્ષણે એનું હૃદય ચાલુ હતું કે બંધ? જો એ ચાલુ હોય તો એ સમયે એ વ્યક્તિનું મરણ થયું એમ શેના ઉપરથી નક્કી કરવામાં આવ્યું હતું? અને જો એ બંધ પડેલું હોવાથી મૃત્યુ જાહેર કરાયું હોય તો આ દેહમાં કાર્ય કરતું અટકી ગયેલું હૃદય બીજા દેહમાં ફરી કાર્ય કરતું કઈ રીતે થઈ શકે છે?
આ હકીકત જો વિચારીએ તો એ વાતની પ્રતીતિ થાય છે કે દેહમાં ચાલી રહેલ હૃદયના ધબકારા કે લોહીના પરિભ્રમણના આધારે જીવન ટકે છે એવું નથી. દેહને જીવંત રાખનાર તત્ત્વ એ માત્ર કોઈ રાસાયણિક પ્રક્રિયાની નીપજ નથી. દેહની જીવંતતા, હૃદયના ધબકારા, લોહીનું પરિભ્રમણ અને દેહમાં ચાલી રહેલી સમગ્ર રાસાયણિક પ્રક્રિયાઓનો આધાર દેહ અને ચૈતન્યસ્વરૂપી આત્માનો સંયોગ છે. જીવન એ ચૈતન્યવંત આત્મા અને જડ પુદ્ગલતત્ત્વના બનેલા પાર્થિવ દેહના એક વ્યવસ્થિત સંયોગની અવસ્થા છે. દેહને જીવંત બનાવનાર તત્ત્વ ચૈતન્યવંત આત્મા છે. જેના સંયોગથી દેહમાં જીવંતતા આવે છે અને વિયોગથી દેહ જડપણે પડી રહે છે તે પદાર્થ દેહથી ભિન્ન એવો આત્મા છે.
મૃત દેહમાં ચૈતન્યતા જણાતી નથી, તેથી ચૈતન્ય એ દેહનો સ્વભાવ નથી. ચૈતન્યતા દેહના કારણે નહીં પણ દેહ સિવાયની અન્ય કોઈ વસ્તુના કારણે છે. આમ માનવાથી દરેક પ્રાણીમાં દેહ ઉપરાંત આત્મા નામની ચૈતન્યમય વસ્તુ છે એ સિદ્ધ થઈ જાય છે. ચૈતન્યલક્ષણયુક્ત આત્મા દેહમાં બિરાજમાન છે એમ સિદ્ધ થાય છે.
મૃત દેહ તથા જીવંત દેહના ભેદનો વિચાર કરતાં દેહથી પર એવા કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org