________________
ગાથા-૬૮
૩૮૯ વ્યય તથા દ્રવ્યપણે ધ્રુવતા છે. પદાર્થમાત્રમાં સમયે સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યા છે. પાણીના પરપોટાથી માંડીને પર્વત સુધી જે કોઈ પણ પદાર્થ છે તે સર્વ ઉત્પત્તિવિનાશ અને ધ્રૌવ્યની છાપવાળું છે. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી “અન્યયોગવ્યવચ્છેદ-દ્વાત્રિશિકા'માં જણાવે છે કે દીવાની શીખાથી આરંભીને આકાશ સુધીના દરેક પદાર્થો એકસરખા સ્વભાવવાળા છે અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની જે સ્યાદ્વાદમુદ્રા છે, તેના વડે મુદ્રિત છે; છતાં જેઓ તેમાંથી એકને નિત્ય જ અને બીજાને અનિત્ય જ કહે છે તે તો હે ભગવાન! આપની આજ્ઞાને નહીં માનનારાના, આપની આજ્ઞા પ્રત્યે દ્વેષ ધરાવનારાના પ્રલાપમાત્ર છે.*
અહીં કોઈને પ્રશ્ન થાય કે પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે એ સમજાય છે, પણ દરેક ક્ષણે તેના ઉત્પાદ અને વ્યય કઈ રીતે સંભવે? ઘટ-પટ આદિ પદાર્થો જે ક્ષણે ઉત્પન્ન થાય છે તે ક્ષણે તેની ઉત્પત્તિ થઈ, પરંતુ પછીની ક્ષણે તો તે સ્થાયી હોય છે; તો જ્યારે ઘટ-પટ બને છે ત્યારે પ્રથમ ક્ષણ સંબંધરૂપ ઉત્તરપર્યાયની ઉત્પત્તિ થાય છે અને એ જ વખતે પૂર્વપર્યાય નાશ થાય છે, એટલે ઉત્પત્તિ અને નાશ તો પ્રથમ ક્ષણે થઈ ગયા. હવે જ્યાં સુધી ઘટ વગેરે સ્થાયી છે ત્યાં સુધી તો ધ્રૌવ્ય ઘટે છે, પણ ઉત્પાદ-વ્યય કઈ રીતે સંભવે?
સ્થૂળ દૃષ્ટિવાળાને ઉપર પ્રમાણે પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે, પણ સૂમ દષ્ટિથી વિચારતાં, ઋજુસૂત્રનયની દૃષ્ટિથી વિચારતાં ઉપરના પ્રશ્નનું સમાધાન સહજ રીતે થઈ જાય છે. ઋજુસૂત્રનય સમયપ્રમાણ વસ્તુ માને છે. ઋજુસૂત્રનયની દૃષ્ટિ સ્પષ્ટ સમજાવે છે કે પદાર્થમાત્ર ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે. દરેક પદાર્થમાં પ્રતિસમય પર્યાયોનું પરિવર્તન થયા જ કરે છે. દરેક પર્યાય સમયે સમયે પલટાય છે. જે પરિણતિ પ્રથમ સમયમાં હોય છે તે જ બીજા સમયમાં હોતી નથી. પ્રથમ સમયે જે પદાર્થ જે સ્વરૂપે હોય છે, તે દ્વિતીય સમયે તે સ્વરૂપે રહેતો નથી. કોઈ પણ પદાર્થ એવો નથી કે જે એક સમયે જેવો હોય તેના બીજા સમયે તેવો જ હોય, તેમાં પરિવર્તન ન થયું હોય. બીજે સમયે તે બીજા સ્વરૂપે થઈ જાય છે. એક સમયે સમયે તે પલટાયા જ કરે છે. પદાર્થનું જે પૂર્વસ્વરૂપ ફરે છે, જે દૂર થાય છે તે નાશ છે અને નવું સ્વરૂપ થાય છે તે ઉત્પત્તિ છે; એટલે પ્રતિસમય પદાર્થમાત્રમાં ઉત્પાદ-વ્યય રહે છે. ઋજુસૂત્રનયની દૃષ્ટિથી ધ્રૌવ્ય સમજી કે સમજાવી શકાતું નથી. તે માટે નૈગમાદિ દૃષ્ટિથી વિચારવું પડે છે. એ બન્ને દૃષ્ટિઓનો સમન્વય થાય ત્યારે ઉત્પાદાદિ ત્રણે લક્ષણો પદાર્થમાં સ્પષ્ટપણે ૧- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, ‘અન્યયોગ-વ્યવચ્છેદ-દ્વાત્રિશિકા', શ્લોક ૫
'आदीपमाव्योसमस्वभावं स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्य-दिति त्वदाज्ञाद्विषतां प्रलापाः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org