________________
૪૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પણ સ્થાન છે. જો કે એ નક્કી કરવું સરળ નથી કે યોગ દર્શન પુરુષવિશેષરૂપ ઈશ્વરને માત્ર સાક્ષી કે ઉપાસ્યરૂપે જ માને છે કે ન્યાય દર્શનની જેમ સૃષ્ટિકર્તા તરીકે પણ સ્વીકારે છે.
| ઉપલબ્ધ પાતંજલસૂત્રો (‘યોગસૂત્ર-૧', ૨૩-૨૯) ઉપરથી તો સીધી રીતે એટલું જ ફલિત થાય છે કે યોગ પરંપરામાં ઈશ્વરનું સ્થાન સાક્ષી અથવા ઉપાસ્યરૂપે રહેલું છે. પરંતુ એ સૂત્રોનું ભાષ્ય વાંચતાં સ્પષ્ટ થાય છે કે ભાષ્યકાર ઈશ્વરને ઉદ્ધારક તરીકે પણ માને છે. તે કહે છે કે ભૂતાનુહ એ ઈશ્વરનું પ્રયોજન છે. આ રીતે ભાગમાં ઈશ્વરનું ઉદ્ધારકપણું દાખલ થતાં જ તેના વ્યાખ્યાકારોને - ખાસ કરી શ્રી વાચસ્પતિ મિશ્ર અને શ્રી વિજ્ઞાનભિક્ષુ જેવાને પોતપોતાનાં મંતવ્યો સ્પષ્ટ કરવાની અનુકૂળ તક મળી; તેથી તેમણે ભાષ્યનું વ્યાખ્યાન કરતાં પોતપોતાની રીતે અને સમર્થપણે સ્થાપ્યું છે કે ઈશ્વર સૃષ્ટિનો કર્તા પણ છે.
વેદાંતની વિભિન્ન શાખાઓમાંથી મધ્ય પરંપરા, ન્યાય પરંપરાની જેમ ચેતન અને અચેતન તત્ત્વો ઉપરાંત તેનાથી તદ્દન સ્વતંત્ર એવા ઈશ્વરને એક વ્યક્તિરૂપે સ્થાપે છે. તેઓ ઈશ્વરને બહ્મા અથવા વિષ્ણુ જેવા પદથી નિર્દેશ છે, પરંતુ સ્વરૂપદષ્ટિએ મધ્વ પરંપરા ન્યાય દર્શનને સમ્મત એવા સૃષ્ટિના કર્તા-સંહર્તા તરીકે ઈશ્વરને વર્ણવે છે.
- ઈશ્વર કર્તુત્વવાદને સ્વીકારતાં એવા ન્યાય, વૈશેષિક, યોગ તથા વેદાંતની મધ્વ પરંપરાના પ્રભાવથી શિષ્યના અંતરમાં આત્માના અબંધપણા વિષેની માન્યતા મજબૂત બને છે અને આત્મા કર્મનો કર્તા છે' એવા ત્રીજા પદ વિષે શંકા જાગે છે.
આ પ્રમાણે પ્રસ્તુત ગાથામાં શિષ્ય, આત્મા કર્મનો કર્તા નથી એ સિદ્ધ કરવા બે દલીલો રજૂ કરે છે. સાંખ્ય દર્શનના પ્રભાવથી તે કહે છે કે પુરુષ હંમેશાં નિષ્ક્રિય તથા અકર્તા છે. તે કશું કરતો નથી. તે ફક્ત પ્રકૃતિની રમત જોયા કરે છે. જેવી રીતે પ્રેક્ષક નાટક જુએ છે, પણ તે એમાં ભાગ નથી લેતો; એ રીતે પ્રકૃતિ નાટક કરે છે અને પુરુષ એને જુએ છે. તે કેવળ અસંગ છે અને પ્રકૃતિ બંધ કરે છે. તેથી આત્મા કર્મનો કર્તા નથી. વળી, સૃષ્ટિકર્તારૂપ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવનારાં ન્યાય આદિ દર્શનોના પ્રભાવથી શિષ્ય એમ કહે છે કે આત્મા સ્વાધીન નથી, પણ ઈશ્વરાધીન છે. ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જ સંસારનાં સઘળાં કાર્યો થતાં રહે છે. જીવનાં સર્વ કાર્યો ઈશ્વરની પ્રેરણા અનુસાર થાય છે. ઈશ્વરની મરજી પ્રમાણે જ સર્વ કર્મ થાય છે. તેથી આત્મા કર્મનો કર્તા નથી. આ વિષે બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે –
‘એક મત આત્મા-પુરુષને અસંગ માને છે અને જડ-પ્રકૃતિ કર્મ બાંધે છે તે આત્મા ભોગવે છે એમ માને છે. બીજા એમ માને છે કે ઈશ્વર એક છે તેણે ચરાચર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org