________________
૪૯૩
જગત રચ્યું છે. જગતનાં કાર્યો તે ઈશ્વરની ઇચ્છા મુજબ, તેની પ્રેરણાથી થાય છે. જો એમ હોય તો પણ આત્મા કર્મનો કર્તા કહેવાય નહીં.’૧
આમ, જુદાં જુદાં દર્શનોમાં આત્માના અબંધપણા વિષે જે જુદી જુદી માન્યતાઓ છે, તેમાં કોઈ પ્રકૃતિકર્તૃત્વવાદને સ્વીકારી આત્માને અબંધ માને છે; તો કોઈ ઈશ્વરકર્તૃત્વવાદને સ્વીકારી આત્માને અબંધ માને છે. શ્રીમદે શિષ્યના મુખે તે તે દર્શનોનાં નામનિર્દેશ વિના તે તે માન્યતાઓ શંકારૂપે આ ગાથામાં રજૂ કરી છે.
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે કે
ગાથા-૭૨
Jain Education International
આત્મા સદા અસંગ ને, ત્યજે નહિ નિજ ખ્યાલ; ચેતનતા પરિણામ તે, ચૂકે નહિ કોઈ કાળ,
માટે સમજી શકાય છે, કરે પ્રકૃતિ બંધ; મિથ્યાત્વાદિ હેતુનો, મૂળ લહી સંબંધ. કાળ અનાદિ પ્રવાહથી, એમ જ થતું મનાય; અથવા ઈશ્વર પ્રેરણા, હશે તેથી તેમ થાય.
જીવ તત્ત્વ તે વિચિત્રતા સૌ
એક છે, કર્મની,
અલિપ્ત ભાવ અમંદ; તેથી જીવ અબંધ.’૨
* * *
૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ’, પૃ.૫૩
૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૧ (શ્રી ગિરધરભાઈરચિત, 'શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૮૫-૨૮૮)
For Private & Personal Use Only
www.jainelibrary.org