________________
ગાથા-૬૭
૩૭૯ અને ચોર્યાસી લાખ જીવયોનિઓમાં પરિભ્રમણ કરતાં તેણે અનંત જન્મ-મરણ કર્યા છે, અનંત ભવો કર્યા છે. આત્મા એક મહાન પ્રવાસી છે અને તે અનાદિ કાળથી આ સંસારમાં ચોર્યાસી લાખ જીવયોનિઓમાં સતત ભટકી રહ્યો છે, જન્મ-મરણ કરી રહ્યો છે. ચોર્યાસી લાખ જીવયોનિઓ એ જ જીવને ઉત્પત્તિ માટેનું સ્થાન છે અને ચૌદ રાજલોકપ્રમાણ લોક તેના પરિભ્રમણનું ક્ષેત્ર છે.
જેમ મનુષ્ય જૂનાં કપડાં ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા જૂનાં શરીરો ત્યજીને નવાં શરીરો ધારણ કરે છે. માણસ જીવન દરમ્યાન નવાં નવાં કપડાં પહેરે છે. એક કપડું ૨-૫ વર્ષ પહેરે છે. પછી તે જૂનું થતાં કાઢી નાખે છે. તે જે પણ નવું કપડું પહેરે છે તે થોડા વર્ષોમાં જીર્ણ-શીર્ણ થઈ જતાં તેને કાઢી નાખે છે અને બીજાં નવાં કપડાં લાવે છે. આમ, એક પછી એક વસ્ત્ર બદલાય છે, પરંતુ પહેરનાર વ્યક્તિ તો એક જ છે. કપડાંની જેમ શરીર પણ જીર્ણ-શીર્ણ થઈ જતાં, અર્થાત્ વૃદ્ધાવસ્થામાં શરીર જર્જરિત થઈ જતાં, તેની અવધિ પૂરી થઈ જતાં આત્મા તેને છોડીને ચાલ્યો જાય છે અને બીજી ગતિમાં, બીજા ભવમાં નવું શરીર ધારણ કરે છે અને પછી થોડાં વર્ષો સુધી તેમાં રહે છે. તે શરીર પણ જીર્ણ-શીર્ણ થઈ જતાં મૃત્યુ સમયે તેને પણ છોડીને જીવ પરલોકમાં જાય છે અને ત્યાં ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થઈ બીજું શરીર બનાવે છે.
એક શરીર છોડીને જીવ બીજા ઉત્પત્તિસ્થાનમાં જઈ જે બીજું શરીર બનાવે છે અને તેમાં રહે છે, તે જ તેનો બીજો જન્મ. તેને પુનર્જન્મ કહેવાય છે અને આગળ આગળના જે જન્મો થતા જાય તેને પણ પુનર્જન્મ કહેવાય છે. પાછળ પાછળના કાળમાં - ભૂતકાળમાં જે જન્મો થઈ ગયા હોય તેને પૂર્વજન્મ કહેવાય છે. પુનર્જન્મ ભાવિમાં થનારા આગામી ભવો છે, જ્યારે ભૂતકાળમાં વીતી ચૂકેલા ભવો તે પૂર્વજન્મ છે. આ પ્રમાણે દરેક જીવને પૂર્વજન્મ અને પુનર્જન્મ બને છે.
જીવના ભૂતકાળના જન્મો પણ છે, તેનો વર્તમાન જન્મ પણ છે તથા ભવિષ્ય કાળના પણ જન્મ છે; તેથી તે નિત્ય છે. નિત્ય એટલે ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળમાં હોવાપણું. ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ ત્રણેમાં આત્મા વિદ્યમાન છે, તેથી તે નિત્ય સિદ્ધ થાય છે. આત્માની નિત્યતાનો સિદ્ધાંત અબાધિત છે.
આ પ્રમાણે અનેક હકીકતોનો સૂક્ષ્મ વિચાર કરતાં આત્માના નિત્યત્વનું અનુમાન થઈ શકે છે. આગળ જોઈ ગયા કે – (૧) સર્પ વગેરે પ્રાણીઓમાં જન્મથી ક્રોધાદિ વિશેષ પ્રમાણમાં દેખાય છે તે પૂર્વસંસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org