________________
ગાથા-૭૭
૫૮૯ કારણ કે ગુણ કે અવગુણ જીવકૃત ઠરે નહીં તો જીવ નામનો પદાર્થ રહે નહીં. આ વાતને સમજાવતાં શ્રીમદ્ લખે છે –
જો ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તો તો જીવ નામનો વચ્ચે કોઈ પણ પદાર્થ રહ્યો નહીં, કેમકે પ્રેરણાદિ ધર્મે કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તો ઈશ્વરકૃત ઠર્યા, અથવા ઈશ્વરના ગુણ ઠર્યા; તો પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહીં પણ આત્માનાં પોતાનાં જ કરેલાં હોવા યોગ્ય છે.”૧
રાગ-દ્વેષ, ઇચ્છા-અનિચ્છાની ચિંતવના કરનારો જીવ માન્ય રાખીએ તો જીવ સ્વતંત્ર અને ભૂલ કરનારો ઠરે, પણ ઈશ્વરને ગુણ-દોષનો ઉત્પાદક ઠરાવતાં જીવનું અસ્તિત્વ જ રહે નહીં. જીવનાં કર્મો ઈશ્વરાધીન હોય તો કર્મ અને ઈશ્વર બે વસ્તુ રહી, અર્થાત્ કાર્ય અને કર્તા એમ બે તત્ત્વનું અસ્તિત્વ સિદ્ધ થાય અને જીવ નામની વસ્તુ તો વચ્ચેથી નીકળી જ જાય! પરંતુ જેનો જ્ઞાયક તથા પ્રેરક સ્વભાવ છે એવી જીવ નામની વસ્તુનું અસ્તિત્વ છે અને તેનું અસ્તિત્વ નિત્યરૂપે છે એમ તો પ્રથમ બે પદનાં સમાધાન વડે સિદ્ધ થઈ ચૂક્યું છે. આમ, જીવના કર્મનો પ્રેરક ઈશ્વર નથી, પણ જીવ પોતે જ પોતાના પ્રેરણાદિ ધર્મો વડે ગુણ-અવગુણનો કર્તા છે.
જો ઈશ્વરને કર્મનો કર્તા માનીએ તો જીવનું સ્વતંત્ર અસ્તિત્વ રહે નહીં અને જીવનાં માઠાં કર્મોનો જવાબદાર ઈશ્વર ઠરે, તેથી ઈશ્વરનું સ્વરૂપ દોષિત થાય. શુદ્ધાત્મારૂપ ઈશ્વરને જીવોને કર્મની પ્રેરણા કરનારો માનીએ તો ઈશ્વરને ઉપાધિવાળો માનવો પડે. એમ માનવાથી સંસારી જીવ તથા ઈશ્વર બન્નેને ઉપાધિવાળા ગણવા પડશે અને તેથી ઈશ્વર અને જીવમાં કશું અંતર રહેશે નહીં. ઈશ્વરની કોઈ વિશેષતા રહેશે નહીં અને ઈશ્વરત્વનો લોપ થશે. આમ, ઈશ્વરને જગતનો, જગતનાં કાર્યોનો, જગતના જીવોનાં કર્મોનો કર્તા માનવામાં અનેક દોષો ઉદિત થવાના કારણે ઈશ્વરના ઈશ્વરપણાનો લોપ થવાનો પ્રસંગ આવી પડવાથી ઈશ્વરકર્તુત્વવાદ યુક્તિયુક્ત સિદ્ધ થતો નથી. ઈશ્વર સૃષ્ટિનો કર્તા-હર્તા નથી તેમજ જીવોનાં કર્મોનો પ્રેરકકર્તા પણ તે નથી. કર્મકર્તુત્વ ઈશ્વરના હાથમાં નથી. જીવાત્માની તમામ અવસ્થાઓ, એનાં વિવિધ સ્વરૂપો, એની વિધવિધ ક્રિયાઓ - બધું જ જીવના પોતાના પ્રયત્નથી જ જન્ય છે, એમાં કશે પણ કોઈ ઈશ્વરીય પ્રેરણા માનવાની જરૂર નથી.
કોઈ પણ પરિવર્તન ઈશ્વરના પ્રયત્નથી થાય છે તેમ જૈન દાર્શનિકો માનતા નથી. એક સંસારી આત્મા કર્મોદય અનુરૂપ શરીર વગેરે સામગ્રીનું નિર્માણ કરે છે તે કેવાં પર્યાયવાળાં પુદ્ગલદ્રવ્યમાંથી કેવા કર્મને પામીને, કેવી રીતે કરે છે તેની બહુ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૫ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org