________________
ગાથા – ૭૬
- ગાથા ૭૫માં શ્રીગુરુએ કહ્યું કે જો જીવ કર્મ કરતો નથી તો કર્મ થતાં [2] નથી, અર્થાત્ જો જીવ વિકારી ભાવ કરતો નથી તો કાર્મણ વર્ગણાની
ભૂમિકા રજકણો કર્મરૂપે પરિણમતી નથી, તેથી કર્મ સહજ સ્વભાવે એટલે કે અનાયાસે થાય છે એમ કહેવું યોગ્ય નથી તથા કર્મ કરવાં એ જીવનો સ્વભાવ છે એમ કહેવું પણ યોગ્ય નથી, કારણ કે સ્વભાવ હોય તે કદી છૂટે નહીં, પરંતુ આત્મા વિભાવભાવ ન કરે તો કર્મ થતાં નથી.
આમ, જીવ કર્મનો કર્તા નથી તે સંબંધી ગાથા ૭૧માં શિષ્ય રજૂ કરેલી બે દલીલોનું સમાધાન શ્રીગુરુએ સચોટપણે ગાથા ૭૪-૭૫ દ્વારા કર્યું. હવે ગાથા ૭૨માં બતાવેલ બે વિકલ્પો - પ્રકૃતિકતૃત્વવાદ અને ઈશ્વરકર્તુત્વવાદનું સામધાન ગાથા ૭૬-૭૭ દ્વારા કરવામાં આવશે.
ગાથા ૭૨ના પૂર્વાર્ધમાં શિષ્ય કહ્યું હતું કે “આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ', અર્થાત્ આત્મા તો સદા શુદ્ધ, કર્મના સંગથી રહિત, કેવળ અસંગ છે; તેથી તેને કર્મનું કર્તાપણું છે એમ કહેવું કોઈ પણ પ્રકારે ઘટતું નથી. સાંખ્યમતના પ્રભાવથી કર્મના કર્તાપણાનો આરોપ શિષ્ય પ્રકૃતિ ઉપર કરી આત્માને અબંધ બતાવ્યો હતો. શિષ્યની માન્યતામાં રહેલી ભૂલ સમજાવી, તેને આત્માના કર્તુત્વ વિષે સમ્યક નિર્ણય કરાવવા માટે શ્રીગુરુ કહે છે –
“કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ? ગાથા
અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ.” (૭૬) - કેવળ જો અસંગ હોત, અર્થાત્ ક્યારે પણ તેને કર્મનું કરવાપણું ન હોત તો અર્થી
તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત? પરમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. (૭૬)
7 શિષ્ય તેની દલીલમાં આત્માના શુદ્ધ, અસંગ સ્વરૂપનું જે નિરૂપણ કર્યું ભાવાર્થ ,
હતું, તેનો શ્રીગુરુ સ્વીકાર કરે છે; પરંતુ “અસંગ' સાથે “સદા' શબ્દ મૂકીને આત્મા સર્વથા, સર્વ કાળ માટે અસંગ છે એમ અન્ય દર્શનના પ્રભાવથી શિષ્ય જે માન્યું હતું, તેનો શ્રીગુરુ નિષેધ કરે છે; કારણ કે આત્મા “કેવળ અસંગ નથી, પણ અપેક્ષાએ અસંગ છે. આ હકીકતને અત્રે એક સરળ તર્ક વડે સિદ્ધ કરી, આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org