________________
ગાથા - પ૯
- સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂપ આત્માનાં છ પદોમાંનું પ્રથમ [22] પદ આત્માનું અસ્તિત્વ', તે સંબંધીની ચર્ચા ૧૪ ગાથાઓ(૪૫-૫૮)માં
ભૂમિકા પૂર્ણ થઈ, જેમાં ચાર્વાકમતના પ્રભાવથી પોતાને ઉત્પન્ન થયેલી શંકાના સમર્થનમાં શિષ્ય દલીલો રજૂ કરી હતી અને શ્રીગુરુએ તેનું સચોટ સમાધાન આપ્યું હતું. આમ, જડવાદની દલીલોનું નિરસન કરી, શ્રીગુરુએ આત્માનું હોવાપણું છે એ આત્મવાદનો મૂળ સિદ્ધાંત સિદ્ધ કર્યો.
જિજ્ઞાસુ શિષ્ય શ્રીગુરુ સમક્ષ આત્માના અસ્તિત્વ સંબંધી દલીલો કરી હતી, તેનું શ્રીગુરુએ તર્કયુક્ત, પ્રમાણયુક્ત દલીલો વડે સમાધાન કરી આપ્યું હતું. શ્રીગુરુ દ્વારા પ્રાપ્ત થયેલા સમાધાન ઉપર ઊંડાણથી વિચાર કરવાથી તેની યથાર્થતા વિષે શિષ્યને ખાતરી થતાં તે કહે છે –
આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; (ગાથા
સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર.' (૫૯) તે આત્માના હોવાપણા વિષે આપે જે જે પ્રકાર કહ્યા તેનો અંતરમાં વિચાર અર્થ
કરવાથી સંભવ થાય છે. (૫૯).
વિનયવંત શિષ્ય શ્રીગુરુને કહે છે કે “આત્મા નથી' એવી મારી શંકાના ભાવાર્થ
| સમાધાનરૂપે, આત્માના હોવાપણા વિષે આપે જે જે પ્રકારો પ્રકાશ્યા, આત્માના અસ્તિત્વની સિદ્ધિ જે જે પ્રકારે આપે કરી, તેના ઉપર ઊંડાણથી વિચાર કરતાં મને તે યથાર્થ જણાય છે. આત્માના અસ્તિત્વ સંબંધી જેમ આપે કહ્યું તેમ જ હોવા યોગ્ય છે એમ હવે મને નિશ્ચય થાય છે. વિચાર કરતાં મારી શંકાનું અયથાર્થપણું મને સમજાયું છે અને આત્મા છે જ' એવો સમ્યક્ નિર્ણય મારા અંતરમાં પ્રકાશિત થયો છે.
આમ, આત્માના હોવાપણા વિષે શ્રીગુરુએ કરુણા કરીને જે બોધવર્ષા વરસાવી હતી, તેમાં રહેલાં રહસ્યોને શિષ્ય એકાગ્રતાથી ગ્રહણ કર્યા અને શ્રીગુરુના આશય અનુસાર પોતાની સમજણ બદલી. શ્રીગુરુની ન્યાયયુક્ત દલીલોથી આત્મા ન હોવાની શંકા ટળી ગઈ અને આત્માનું અસ્તિત્વ સંભવે છે એમ અંતરમાં દેઢ થયું. શ્રીગુરુએ આપેલ સમાધાનનો વિચાર કરતાં શિષ્યને આત્માનું અસ્તિત્વ છે એમ નિશ્ચય થયો છે, છતાં શિષ્ય અહીં પ્રામાણિકતાથી “સંભવ તેનો થાય છે' એમ કહે છે, કારણ કે શિષ્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org