________________
ગાથા-૮૬
૭૬૧
શુદ્ધ ભાવનાં ઉત્કૃષ્ટ પવિત્ર પરિણામ થતાં, સર્વ કર્મનો નાશ થવાથી પોતાના સ્વભાવ પ્રમાણે જીવનું ઊર્ધ્વગમન થાય છે. આત્માનો ઊર્ધ્વગામી સ્વભાવ કર્મોપાધિથી સંપૂર્ણપણે મુક્ત થયા પછી જ પ્રગટ થાય છે. જેમ શુષ્ક તુંબડાનો સ્વભાવ જળમાં ડૂબવાનો ન હોવા છતાં તેને માટીનો લેપ લગાડીને જળમાં નાખવામાં આવે તો તે જળમાં ડૂબી જાય છે, પણ જ્યારે પાણીના કારણે માટીનો લેપ ધોવાઈ જાય છે ત્યારે તે તુંબડું જળની ઉપર આવી જાય છે; તેમ સંસારી જીવને કર્મરૂપ માટીનો લેપ હોવાથી તે સંસારસમુદ્રમાં ડૂબી ગયેલ છે. શુદ્ધ ભાવ વડે એ લેપનો સંગ દૂર થતાં સંસારસમુદ્રમાંથી બહાર નીકળી, ઊર્ધ્વગમન કરી તે લોકારો આવીને વસે છે.
જીવની જે વિવિધ ગતિ થાય છે તેમાં જે મનુષ્ય અને તિર્યંચ ગતિઓ છે તે તો સૌને પ્રત્યક્ષ જ છે અને તે સિવાયની દેવ અને નરક ગતિ એ અપ્રત્યક્ષ છે, અર્થાત્ દેખાતી નથી. આ લોકમાં જે ખૂબ સારાં કૃત્યો કરે છે તે મરીને દેવલોકમાં જાય છે. તે દેવલોકમાં સુખ ભોગવે છે. ઘણાં પાપ કરનારા જીવો નરકમાં જાય છે. પ્રકૃષ્ટ પાપ કર્યા હોય તો તેના ફળરૂપે જીવને નરક ગતિમાં જવું પડે છે અને ત્યાં પાપની સજારૂપે તે ભારે દુઃખ ભોગવે છે.
જૈન શાસ્ત્રોમાં દેવ અને નરક ગતિનું વિસ્તૃત વર્ણન છે. જૈનમત અનુસાર દેવોના ચાર નિકાયો છે - ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક. ૧ ભવનોમાં રહેવાના કારણે ભવનવાસી અને તે ભવનોના પતિ હોવાથી ભવનપતિ કહેવાય છે. વિવિધ દેશોમાં નિવાસ કરનારા દેવોને વ્યંતર કહેવાય છે. પ્રકાશમાન - ઝળહળતા સ્વરૂપવાળા સૂર્ય-ચંદ્રાદિને જ્યોતિષ્ક દેવ કહેવાય છે. વિમાનોમાં રહેનારા દેવતાઓને વૈમાનિક દેવ કહેવાય છે.
જૈનમત પ્રમાણે નરક સાત છે - રત્નપ્રભા, શર્કરામભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને મહાતમ પ્રભા. આ સાત નરકની પૃથ્વીનાં રત્નપ્રભા આદિ નામોનું રહસ્ય આ પ્રમાણે છે - પ્રથમ પૃથ્વીમાં રત્નોની પ્રધાનતા હોવાથી તેને રત્નપ્રભા કહેવામાં આવે છે. બીજી પૃથ્વીમાં કાંકરાની મુખ્યતા હોવાથી તેને શર્કરા પ્રભા કહેવામાં આવે છે. ત્રીજી પૃથ્વીમાં રેતીની પ્રચુરતા હોવાથી તેનું વાલુકાપ્રભા નામ છે. ચોથી પૃથ્વીમાં કાદવ ઘણો હોવાથી તેનું પંતપ્રભા નામ છે. પાંચમી પૃથ્વીમાં ધુમાડો બહુ હોવાથી તે ધૂમપ્રભા તરીકે ઓળખાય છે. છઠ્ઠી પૃથ્વીમાં તમન્ - અંધકાર વિશેષ હોવાથી તે તમઃપ્રભા તરીકે ઓળખાય છે. સાતમી પૃથ્વીમાં અંધકાર અતિશય હોવાથી ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, 'શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદ
સ્વામીકૃત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ', અધ્યાય ૪, સૂત્ર ૧ની ટીકા 'भवनवासिनो व्यन्तरा ज्योतिष्का वैमानिकाश्चेति ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org