________________
ગાથા-૮૩
૬૯૧
કરવામાં આવે છે. પ્રદેશબંધ – બંધ થવાવાળાં કામણ સ્કંધોમાં રહેલાં પરમાણુઓની સંખ્યાને પ્રદેશબંધ કહે છે. જે પુદ્ગલસ્કંધ કર્મરૂપે પરિણત થયા હોય, તેનું પરમાણુરૂપથી પ્રમાણ એટલે કે નિર્ણય કરવો કે “આટલાં પરમાણુ બંધાયાં' એ પ્રદેશબંધ છે. કર્મવર્ગણાનાં અથવા પરમાણુનાં ઓછાવત્તા પ્રમાણને પ્રદેશબંધ કહે છે. પ્રદેશબંધમાં કર્મપરમાણુઓનું પરિમાણ અભિપ્રેત છે. કર્મવર્ગણાનાં પુદ્ગલોનાં દળિયાં અમુક પરિમાણ જેટલાં બંધાય છે તેને પ્રદેશબંધ કહે છે.
આત્માના અસંખ્ય પ્રદેશો છે. આ અસંખ્ય પ્રદેશોમાં એક એક પ્રદેશ ઉપર અનંતાનંત કર્મસ્કંધોનો સંગ્રહ થવો એ પ્રદેશબંધ છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાંથી એક એક પ્રદેશ ઉપર કમસ્કંધોના બંધને, અર્થાત્ આત્માના પ્રદેશો અને પુદ્ગલના પ્રદેશોના એકક્ષેત્રાવગાહી થઈ સ્થિત થવાને પ્રદેશબંધ કહે છે. આત્માના પ્રદેશ અને પુદ્ગલના પ્રદેશોનું એકક્ષેત્રાવગાહી થઈને રહેવું એ પ્રદેશબંધ છે. જેટલાં પુદ્ગલપરમાણુ કર્મરૂપ પરિણમન કરી જીવ સાથે બંધાય તે પ્રમાણને - સંખ્યાને પ્રદેશબંધ કહે છે.
જે ઘનાંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ એક ક્ષેત્રમાં રહેલા છે; જેની એક, બે, ત્રણ ઇત્યાદિ અસંખ્યાત સમયની સ્થિતિ છે; જે ઉષ્ણ, રુક્ષ, શીત અને સ્નિગ્ધ સ્પર્શથી સહિત છે; સમસ્ત વર્ણ અને રસ સહિત છે; સમસ્ત કર્મપ્રકૃતિને યોગ્ય છે, પુણ્યપાપના ભેદથી બે પ્રકારના છે; સૂક્ષ્મ છે; સમસ્ત આત્મપ્રદેશોમાં અનંતાનંત પ્રદેશ સહિત છવાયેલાં છે એવા જે પુદ્ગલસ્કંધને - કાર્મણ વર્ગણાના સમૂહને આ જીવ પોતાની સાથે એકત્રાવગાહે જોડે છે તે પ્રદેશબંધ છે.
કર્મપરમાણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે એ કર્મપરમાણુઓની સાત કે આઠ પ્રકૃતિઓમાં જે વહેંચણી થાય છે અને પ્રદેશબંધ કહેવાય છે. કર્મરાશિ ગ્રહણ કર્યા પછી જુદા જુદા સ્વભાવમાં રૂપાંતરિત થનારો તે કર્મરાશિ સ્વભાવ અનુસાર વિશિષ્ટ પરિમાણમાં વિભક્ત થાય છે. આ પરિમાણવિભાગ એ જ પ્રદેશબંધ છે. ભિન્ન ભિન્ન સ્વભાવનાં કર્મોની ભિન્ન ભિન્ન પરમાણુસંખ્યા હોય છે.
કર્મોનાં નામો તેના ફળ આપવાના સ્વભાવને અનુસરીને પડે છે. બંધસમયે જ કર્મપ્રદેશોમાં સ્વભાવ નક્કી થાય છે અને એ અનુસાર તે કર્મપ્રદેશોનું નામ પડે છે. જે કર્મપ્રદેશોમાં જ્ઞાન ગુણને આવરવાનો સ્વભાવ નક્કી થાય છે તે કર્મપ્રદેશોનું જ્ઞાનાવરણીય એવું નામ પડે છે. જે કર્મપ્રદેશોમાં દર્શન ગુણને આવરવાનો સ્વભાવ નક્કી થાય છે તે કર્મપ્રદેશોનું દર્શનાવરણીય એવું નામ પડે છે. આમ, પ્રદેશોમાં સ્વભાવ તથા સ્વભાવ પ્રમાણે નામ નક્કી થાય છે. પ્રદેશો વિના સ્વભાવ કે નામ નક્કી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org