________________
୨୦୪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આમ, પ્રસ્તુત ગાથામાં રહસ્યમય સિદ્ધાંતતત્ત્વની સરળ ચાવી શિષ્યને સોંપતાં શ્રીગુરુ ફરમાવે છે કે જેમ ઝેર અને સુધા પોતે કાંઈ સમજતાં નથી કે “અમે આને આ ફળ આપીએ', પણ જે જીવ તે ખાય તેને તે પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. જે ઝેર ગ્રહણ કરે છે તે મરણ પામે છે અને જે અમૃત ગ્રહણ કરે છે તે દીર્ધાયુ પામે છે, તેમ કર્મના સંબંધમાં પણ છે. કર્મને ખબર નથી કે આ જીવને આવું ફળ આપવાનું છે, પણ ઝેર-સુધાની જેમ તે પોતાના સ્વભાવ પ્રમાણે ફળ આપે છે. એ રીતે શુભઅશુભ કર્મનું જીવને ભોક્તાપણું જણાય છે, માટે જીવ કર્મફળનો ભોક્તા છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘ઝેર સુધા સમજે નહીં, મૂરખ વગર વિચાર (વિવેક); પણ તેથી ઝટ તેહનું, જણાય ફળ નિર્ધાર. સોમલ મિશ્રિત અસમજથી, જીવ ખાય ફળ થાય; મરણ અને ગળપણ તણું, તરત જ તે સમજાય. સદાચરણ ને પ્રસન્નતા, ડંખે અસદાચરણ; એમ શુભાશુભ કર્મનું, ફળ જણાય પરિપૂર્ણ. પાપાચરણે મન વિષે, શલ્ય મહા દુઃખદાય; સુકૃત વડે આનંદ એ, ભોક્તાપણું જણાય.'
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૪ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૩૨૯-૩૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org