________________
ગાથા - ૪૮
ભૂમિકા
(ગાથા)
ગાથા ૪૭માં શિષ્ય કહ્યું કે આત્મા જેવો કોઈ પદાર્થ હોય તો જેમ ઘટC21 પટાદિ જણાય છે તેમ તે પણ જણાવો જોઈએ, પરંતુ એવો કોઈ પદાર્થ જોવા-જાણવા-અનુભવવામાં આવતો નથી.
ગાથા ૪૫-૪૬-૪૭માં બતાવેલી દલીલો દ્વારા શિષ્ય એમ માનવા પ્રેરાય છે કે આત્મા જેવો કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો પદાર્થ નથી. પોતાની આ માન્યતાના આધારે ઉપસંહારરૂપે શિષ્ય જણાવે છે કે –
“માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય;
એ અંતર શંકા તણો, સમજવો સદુપાય.' (૪૮) તે માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મોક્ષના અર્થે ઉપાય (અર્થ)
* કરવા તે ફોકટ છે, એ મારા અંતરની શંકાનો કંઈ પણ સદુપાય સમજાવો એટલે સમાધાન હોય તો કહો. (૪૮)
- પૂર્વોક્ત ત્રણ ગાથાઓમાં શિષ્ય આત્માના અસ્તિત્વ અંગે ત્રણ દલીલો ભાવાર્થ
-1 કરી હતી - (૧) આત્મા દેખાતો નથી તેમજ બીજી કોઈ ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં આવતો નથી. (૨) આત્મા દેહ, ઇન્દ્રિય અથવા પ્રાણથી ભિન્ન નથી. (૩) આત્મા ઘટ-પટાદિ પદાર્થોની જેમ સ્પષ્ટ જણાતો નથી. આ દલીલોના આધારે શિષ્ય કહે છે કે આત્માનું અસ્તિત્વ સંભવતું નથી અને જો આત્માનું હોવાપણું જ ન હોય તો બંધ કોનો થાય અને મોક્ષ કોનો થાય? મોક્ષનો પુરુષાર્થ કરવાનો પણ શું ફાયદો? આત્મા હોય તો તેને બંધનમાંથી મુક્ત કરવા માટે ઉપાય આચરવો પડે, પણ જો આત્માનું હોવાપણું જ ન હોય તો મોક્ષપ્રાપ્તિનો ઉપાય કરવો વ્યર્થ છે.
આત્મા નથી તેથી મોક્ષનો ઉપાય કરવો નિરર્થક છે એવી પોતાની માન્યતા દર્શાવી, એ શંકાનું નિવારણ કરવા શિષ્ય શ્રીગુરુને વિનંતી કરે છે. પોતાના અંતરમાં રહેલા આત્માના અસ્તિત્વ વિષેના સંશયને દૂર કરવા તે વિનમ્ર ભાવે શ્રીગુરુ પાસે સદુપાયની યાચના કરે છે.
ચાર્વાક દર્શન ભૌતિકવાદી દર્શન છે. ચાર્વાક દર્શન આત્માનું અસ્તિત્વ વિશેષાર્થ)
| સ્વીકારતું નથી. તે પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મોક્ષ આદિ કંઈ પણ માનતું નથી. તે આત્માને જ ન સ્વીકારતું હોવાથી આત્માનું પાપ-પુણ્યના ફળનું ભોગવવાપણું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org