________________
ગાથા-૭૮
૬૦૯ શુદ્ધિ-વૃદ્ધિ કરે છે. જ્ઞાની પણ હલન-ચલન, ખાવું-પીવું, બોલવું-ઊઠવું કરે છે, છતાં તેઓ બંધાતા નથી અને અજ્ઞાની બંધાય છે. આનું રહસ્ય એ છે કે અજ્ઞાની મૂર્છાપૂર્વક કાર્ય કરે છે, તેથી તેને કર્મબંધ થાય છે અને જ્ઞાની જાગૃતિપૂર્વક કાર્ય કરે છે, તેથી તેમને કર્મબંધન થતું નથી.
આમ, આત્મા જો સ્વભાવના ભાનમાં રહે તો નિજસ્વરૂપનો કર્તા થાય અને આત્માનાં પરિણામ જો પરમાં રહે તો કર્મભાવનો કર્તા થાય એ ત્રિકાળી સત્ય સિદ્ધાંતને બે પંક્તિમાં રજૂ કરીને શ્રીમદે ગર્ભિતપણે જ્ઞાની તથા અજ્ઞાનીનું વલણ બતાવ્યું છે. સ્વભાવના કર્તા હોય તે જ્ઞાની અને પરભાવનો કર્તા હોય તે અજ્ઞાની. નિજાત્માને ઓળખવો અને વિભાવની રુચિ છોડી, સમ્યક અભિપ્રાયમાં સ્થિર થવું એ જ્ઞાનદશા છે. પોતાના નિર્મળ શુદ્ધ સ્વભાવના ભાન વિના પરભાવમાં વર્તવાનું થાય તો એ અજ્ઞાનદશા છે. જ્ઞાનદશાવાન જીવ રાગાદિનો કર્તા નથી, પરંતુ અજ્ઞાનદશાવાન જીવ પોતાના સ્વરૂપના ભાનમાં વર્તતો નહીં હોવાથી કર્મભાવનો કર્તા છે. જ્ઞાનીને વિકારનું કર્તુત્વ મટી ગયું હોય છે, જ્યારે જ્ઞાનાનંદસ્વભાવી આત્માનું જેને ભાન નથી એવો અજ્ઞાની કર્મને આધીન થઈને, વિકારનો કર્તા થાય છે.
આ પ્રમાણે જીવનું કર્તૃત્વ સ્વાભાવિક અને વૈભાવિક બન્ને પ્રકારે થઈ શકતું હોવાથી આત્માર્થી જીવે આત્મહિતાર્થે સ્વાભાવિક કર્તૃત્વમાં ઇષ્ટતા સ્થાપવી જોઈએ કે જેથી પોતાનો આત્મા કર્મનાં બંધનથી મુક્ત થાય. સંસારી જીવ પરમાં જ રમણતા કરી રહ્યો છે. તેને બદલે જો તે સ્વસ્વરૂપનું જ્ઞાન પ્રગટાવી તેમાં જ રમણતા કરે, ઉપયોગ તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મામાં જ પરિણમે તો કેવળજ્ઞાન પ્રગટ થાય. આત્મશુદ્ધિરૂપ સાધ્યને સાધતો જીવ સમસ્ત સંચિત કર્મોનો ક્ષય કરી, પૂર્ણ નિર્મળ દશા પ્રગટ કરે છે. તે કર્મનાં સર્વ આવરણોને તોડીને મુક્ત થાય છે.
શુદ્ધ-મુક્ત આત્મા કર્મરહિત હોય છે, એટલે તે મુક્ત આત્માને અકર્તા કહેવામાં આવે છે; પરંતુ તે મુક્ત આત્મામાં કેવળજ્ઞાન, કેવળદર્શનનાં વિશુદ્ધ પરિણામો થાય છે, એટલે તે મુક્તાત્મા તે વિશુદ્ધ પરિણામોના કર્તા પણ છે. સિદ્ધ પરમાત્મા પોતાના શુદ્ધ ભાવોના કર્તા છે. મુક્ત જીવોના સક્રિયપણા વિષે શ્રીમદે પ્રસ્તુત ગાથાના વિવેચનમાં ફરમાવ્યું છે –
‘પરમાર્થે તો જીવ અક્રિય છે, એમ વેદાંતાદિનું નિરૂપણ છે; અને જિનપ્રવચનમાં પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અક્રિયપણું છે, એમ નિરૂપણ કર્યું છે; છતાં અમે આત્માને શુદ્ધાવસ્થામાં કર્તા હોવાથી સક્રિય કહ્યો એવો સંદેહ અત્રે થવા યોગ્ય છે. તે સંદેહ આ પ્રકારે શમાવવા યોગ્ય છે – શુદ્ધાત્મા પરયોગનો, પરભાવનો અને વિભાવનો ત્યાં કર્તા નથી, માટે અક્રિય કહેવા યોગ્ય છે; પણ ચૈતન્યાદિ સ્વભાવનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org