________________
ગાથા-૮૩
૬૮૩
કારણ છે જીવના રાગ-દ્વેષાદિ વિકારી ભાવ.
આત્માનું હિત નિરાકુળ સુખ છે, જે આત્માના આશ્રયથી જ પ્રાપ્ત કરી શકાય છે; પણ અજ્ઞાની જીવ પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને રાગ-દ્વેષ-મોહરૂપ વિકારી ભાવ કરે છે. જ્યારે જીવ પોતાને ભૂલીને સ્વયં રાગ-દ્વેષ-મોહભાવરૂપ વિકારી પરિણમન કરે છે, ત્યારે કર્મનો ઉદય તેમાં નિમિત્તભૂત હોય છે. કર્મ તેને આ વિકારી ભાવ કાંઈ જબરદસ્તીથી નથી કરાવતાં. જ્યારે જીવ પોતે પોતાની ભૂલથી વિકારરૂપે પરિણમે છે ત્યારે તેમાં કર્મ નિમિત્તરૂપે હોય છે. આમ, જીવ પોતાની ભૂલથી સ્વયં વિકાર કરે છે, કર્મોના કારણે નહીં. પોતાને ભૂલીને પરમાં ઇષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ કરીને રાગ-દ્વેષમોહરૂપ વિભાવભાવ કરવા તે જીવની જ ભૂલ છે. તે રાગ-દ્વેષ-મોહરૂપ વિભાવભાવનું નિમિત્ત પામીને કાર્મણ વર્ગણા જીવ સાથે જોડાઈ જાય છે.
જીવ પોતે રાગ-દ્વેષાદિ ભાવ કરે છે અને તેથી તેના ઉપર કાર્મણ વર્ગણા ચોંટીને કર્મરૂપે પરિણામ પામે છે. જે કામણ વર્ગણા કર્મરૂપે પરિણમે છે, તે કર્મ કહેવાય છે. કાશ્મણ વર્ગણા જ્યારે જીવની સાથે બંધાય છે ત્યારે તે કર્મ કહેવાય છે.
જ્યાં સુધી રાગ, દ્વેષ આદિ વિભાવભાવોની સત્તા છે ત્યાં સુધી જીવ કર્મબંધ કરે છે. તેના અભાવમાં તે ક્યારે પણ કર્મબંધ કરતો નથી. જીવ જો પોતાના સ્વભાવરૂપ પરિણમન કરે તો તે પરિણામ બંધના હેત થતા નથી, પરંતુ જો તે રાગાદિ વિભાવરૂપ પરિણમન કરે તો તે પરિણામ બંધના હેતુ થાય છે.
જીવના રાગ-દ્વેષાદિ વિભાવભાવના નિમિત્તે જીવને વિષે કર્મનો આસવ થાય છે, જીવ કર્મ બાંધે છે. જીવના વિભાવભાવના નિમિત્તે જીવમાં કર્મનો આસવ થાય છે - કર્મનું આગમન થાય છે, કર્મના આસવ પછી તે કર્મ જીવ સાથે એકક્ષેત્રમાં અવગાહના કરે તેને બંધ અથવા કર્મબંધ કહેવામાં આવે છે. કર્મ અને આત્માના પ્રદેશોનો સંબંધ એક ત્રાવગાહે થાય છે.
આ પ્રમાણે બે પદાર્થોના વિશિષ્ટ સંબંધને બંધ કહે છે. જીવ તરફ આકર્ષાયેલી કાર્મણ વર્ગણાનો, કર્મરૂપે પરિણમી આત્માના પ્રદેશો સાથે ક્ષીર-નીર સંબંધ થવો તે બંધ છે. જીવ અને કર્મપુદ્ગલનો સંબંધ થાય છે, પરંતુ એ બન્ને દ્રવ્ય એકત્વ પામતાં નથી. એ નિશ્ચિત છે કે બે દ્રવ્યો વચ્ચે સંયોગ સંબંધ જ થઈ શકે છે, તાદાભ્ય સંબંધ નહીં, અર્થાત્ તે એકત્વ પામતાં નથી. બન્ને મળીને એક જણાય, પણ બન્નેમાંથી એકની પણ સત્તા મટી જતી નથી. જ્યારે પુગલપરમાણુઓ પરસ્પરમાં બંધને પ્રાપ્ત થાય છે, ત્યારે પણ તે એક વિશેષ પ્રકારના સંયોગને જ પ્રાપ્ત કરે છે. તેમાં રહેલાં સ્નિગ્ધતા અને રુક્ષતાના કારણે એક રાસાયણિક મિશ્રણ થાય છે, જેમાં તે સંયોગજન્ય સ્કંધ અંતર્ગત સર્વ પરમાણુઓની પર્યાય બદલાય છે અને તે સર્વ એવી સ્થિતિમાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org