________________
૫૧૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવ અને કર્મ પરસ્પર કેવી રીતે મળી ગયેલાં છે એ સમજવા માટે ક્ષીર-નીર અને લોહ-અગ્નિનાં દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. જીવ અને કર્મનાં લક્ષણ-સ્વરૂપાદિ ભિન્ન હોવા છતાં સંસારી અવસ્થામાં બન્ને પરસ્પર મળી ગયેલાં છે. જીવની સાથે લાગેલાં કર્મસ્કંધોને કામણ શરીર તરીકે સંબોધવામાં આવે છે. એ કામણ શરીરના સંબંધથી ઔદારિકાદિ શરીર ઉત્પન્ન થાય છે. જીવની ઔદારિકાદિ શરીરની સાથે જે એકમેકતા જણાય છે તે કાર્પણ શરીરના કારણે હોવાથી, કાર્મણ શરીર પણ જીવની સાથે કથંચિત્ અભિન્નપણે મળી ગયેલું છે એ વાત સ્વતઃ સિદ્ધ થાય છે. જીવ અને કર્મનો લક્ષણ-સ્વરૂપાદિ વડે ભેદ તથા પરસ્પર વ્યાપ્તિ અને એકદેશાવસ્થાન આદિ વડે અભેદ - એ રીતે ભેદભેદ હોવાથી તે બન્ને ભિન્નભિન્ન મનાય છે.
આમ, સહજ સ્વરૂપે આત્મા અખંડ અવિકારી છે. આત્માનાં જે રાગાદિ વિકારી પરિણમન છે, તે વસ્તુતઃ આત્માનું સ્વરૂપ નથી. આત્મા વીતરાગ ચિદાનંદ સ્વભાવવાળો છે, પરંતુ સંસારી જીવને તે સ્વભાવ પ્રગટ ન હોવાથી તે રાગાદિ વિભાવભાવે પરિણમે છે. જીવ મૂળ સ્વભાવે કર્મનો અકર્તા છે, પરંતુ સ્વભાવને ભૂલીને જ્યારે તે વિકારી ભાવરૂપ પરિણમે છે ત્યારે તે ભાવકર્મના નિમિત્તે જડ કર્મ આવે છે અને તેથી જીવને જડ કર્મનું કર્તાપણું છે.
આત્માનું કર્તુત્વ યથાર્થપણે સમજવા માટે સાપેક્ષ દૃષ્ટિની આવશ્યકતા છે. જે દષ્ટિથી જીવનું કર્તાપણું જોવામાં આવે તે દષ્ટિ(આંશિક જ્ઞાન)ને નય કહેવામાં આવે છે. આત્માનું કર્તાપણું જુદા જુદા દૃષ્ટિકોણથી સમજવું જરૂરી છે. જુદા જુદા દૃષ્ટિકોણથી જીવનું કર્તાપણું કઈ રીતે ઘટે છે તે વાત શ્રીમદે છ પદના પત્રમાં અત્યંત સરળપણે બતાવી છે –
‘સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે.”
આ પત્રમાં શ્રીમદે આત્માનાં છ પદની પ્રરૂપણા કરી છે, જેમાં ત્રીજું પદ - ‘આત્મા કર્તા છે' તે સિદ્ધાંત રજૂ કર્યો છે. તેઓ જણાવે છે કે આ વિશ્વના સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. સર્વ પદાર્થને પોતાની અર્થક્રિયા એટલે કે કાર્ય છે. દરેક પદાર્થમાં પોતાના સ્વભાવ પ્રમાણે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા રહેલાં છે. પદાર્થ દ્રવ્યરૂપે ધ્રુવ રહે છે અને તેની પર્યાયોનો ઉત્પાદ-વ્યય થયા કરે છે. પદાર્થનું સ્વરૂપ જ એવું છે કે તે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૪ (પત્રાંક-૪૯૩, છ પદનો પત્ર')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org