________________
૭૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સંગ છે ત્યાં સુધી પરવશપણે તેણે ચારે ગતિઓમાં રખડવું પડે છે. આ ચારે દ્રવ્યગતિઓના કારણરૂપ એવી ભાવગતિનું સ્વરૂપ બતાવતાં, અર્થાત્ ચારે ગતિનાં કારણ બતાવતાં પૂર્વાચાર્યો કહે છે -
મહા આરંભ-સમારંભ કરવાથી, મહાપરિગ્રહ રાખવાથી, તી ક્રોધાદિ કષાયથી, રૌદ્રધ્યાનના પરિણામથી, કૃષ્ણલેશ્યાનાં પરિણામથી, હિંસાદિ પ્રવૃત્તિમાં રત રહેવાથી, પંચેન્દ્રિયાદિનો વધ કરવાથી, મદ્ય-માંસાદિનું સેવન કરવાથી, વિષયોના અત્યંત સેવનથી, મિથ્યાત્વના સેવનથી, મુનિઘાતથી, વતઘાતથી, રાત્રીભોજન કરવાથી, ગુણીજનોની નિંદા કરવાથી, તીવ્ર મત્સર બુદ્ધિથી નરક ગતિનું આયુષ્ય બાંધી જીવ નરકમાં જાય છે.
માયા-કપટ, છલ, પ્રપંચ, દગો, વિશ્વાસઘાત કરવાથી; પરને ઠગવાથી, ગૂઢ હૃદય રાખવાથી, શઠ-મૂર્ખ સ્વભાવથી, શલ્ય બુદ્ધિ ધારવાથી, શિયળ ન ધારવાથી, મિથ્યાત્વનો ઉપદેશ આપવાથી, કુકર્મની વાતો તથા પ્રશંસા કરવાથી, ખોટાં તોલ-માપ વડે વ્યાપાર કરવાથી, ભેળસેળ કરીને વેચવાથી, અતિ અનીતિ આચરવાથી, અસત્ય બોલવાથી, ખોટી સાક્ષી પૂરવાથી, ચોરી કરવાથી, નિરંતર આર્તધ્યાનમાં રહેવાથી, અતિ આહારાદિ કરવાથી, વિશેષ આરંભ કરવાથી, વિશેષ પરિગ્રહ રાખવાથી તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધી જીવ પશુ-પક્ષી, જીવજંતુ વગેરે રૂપે તિર્યંચ ગતિમાં ફેંકાઈ જાય છે.
અલ્પ આરંભ-સમારંભથી, અલ્પ પરિગ્રહથી, સુસ્વભાવથી, વિનયી-નમ બનવાથી, ઋજુ એટલે કે સરળસ્વભાવી થવાથી, સ્વાભાવિક (અકૃત્રિમ) મૃદુતાદિ મધ્યમ ગુણથી, ભદ્રિક પરિણામથી, ક્રોધાદિ કષાયો પાતળા પાડવાથી, ક્ષમાદિના ભાવથી, દાનાદિ પુણ્યકાર્ય કરવાથી, પરોપકારથી, જિનેશ્વર પરમાત્માની પૂજા-ભક્તિ કરવાથી, ધર્મધ્યાન કરવાથી, ન્યાયપ્રિય રહેવાથી, ન્યાય-નીતિથી ધન કમાવાથી, જયણા પાળવાથી, અતિથિસત્કાર કરવાથી, સાધુ-સંતોને વહોરાવવાથી, પારકી નિંદા ન કરવાથી મનુષ્ય ગતિનું આયુષ્ય બાંધી જીવ મનુષ્ય બને છે.
શીલ અને વ્રતનાં પરિણામના અભાવથી નરક, તિર્યંચ અને મનુષ્ય એ ત્રણે આયુષ્યોનો આસવ થાય છે, અર્થાત્ શીલ અને વ્રતના પરિણામથી રહિત જીવ ત્રણે પ્રકારના આયુષ્યને બાંધી શકે છે. પૂર્વે બતાવેલ છે તે આયુષ્યના તે તે આસવો તો ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૬, સૂત્ર
૧૬,૧૭, ૧૮, ૨૦ 'बहारंभ-परिग्रहत्वं च नारकस्यायुषः । माया तैर्यग्योनस्य । अल्पाऽऽरम्भ-परिग्रहत्वं-स्वभावमार्दवा-ऽऽर्जवं च मानुषस्य । सरागसंयम-संयमासंयमा-ऽकामनिर्जरा-बालतपांसि देवस्य ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org