________________
૭૨૫
આત્મા પોતે જ પોતાનાં સુખ-દુઃખને ઉત્પન્ન કરે છે. સુખ-દુઃખ આપનાર બીજું કોઈ જ નથી, પોતાનો આત્મા જ અને તેનું નિવારણ કરનાર પણ આત્મા જ છે. પાપાચરણ કરનારો આત્મા એ જ નરકની વૈતરણી નદી છે, કારણ કે પાપ કરનારો આત્મા નરકનો હેતુ છે. આવો આત્મા યાતનાનો હેતુ હોવાથી નરકમાં રહેલા શાલ્મલી વૃક્ષ જેવો છે. તેવી જ રીતે પુણ્ય કરનારો આત્મા પોતે જ ઇચ્છિત સ્વર્ગનાં સુખરૂપ છે, અર્થાત્ ચિત્તાહ્લાદક હોવાથી નંદનવન જેવો છે. આત્મા પોતે જ પોતાનો મિત્ર અને શત્રુ છે. જ્યારે આત્મા સદાચારનું પાલન કરે છે ત્યારે તે પોતાનો મિત્ર બને છે અને જ્યારે આત્મા દુરાચારમાં ફસાય છે ત્યારે તે પોતાનો શત્રુ બને છે.
ગાથા-૮૪
આ પ્રમાણે શુભ આચરણથી પુણ્યોપાર્જન થાય છે અને અશુભ આચરણથી પાપ બંધાય છે. પુણ્યના ઉદયે ઐહિક સુખ મળે છે અને પાપના ઉદયે દુ:ખ અનુભવાય છે. પુણ્ય કે પાપના ઉદયે, તેમાં જોડાતાં ફરી પાછાં કર્મો બંધાય છે, જે શુભ કે અશુભ હોય છે. આ રીતે કર્મબંધની પ્રક્રિયા ચાલ્યા કરે છે.
જીવાત્માઓ પ્રતિક્ષણ મન-વચન-કાયાના યોગ અને અધ્યવસાયથી જે જે શુભઅશુભ કાર્યો કરે છે, તે તે પ્રમાણે કાર્પણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓને પોતાના પ્રતિ આકર્ષે છે. કર્મો ઉદયમાં આવે ત્યારે આત્માને ચોંટેલાં તે પુદ્ગલપરમાણુઓ ખરી પડે છે. આત્મા જ્યારે એક દેહ છોડી બીજો દેહ ધારણ કરે છે ત્યારે કર્મનાં બાકીનાં પુદ્ગલપરમાણુઓને કાર્યણ શરીરરૂપે સાથે લઈ જાય છે. નવાં કર્મો બંધાવાની અને જૂનાં કર્મોનો ક્ષય થવાની પ્રક્રિયા નિરંતર, જન્મ-જન્માંતરથી ચાલ્યા જ કરે છે.
આમ, જીવના અધ્યવસાયના નિમિત્તથી કર્મરૂપે પરિણમેલાં પરમાણુઓમાં ચોક્કસ પ્રકારનાં ફળ આપવાની શક્તિ સ્વયમેવ ઊપજે છે અને તે યોગ્ય કાળે ઉદયમાં આવી સ્વયમેવ શુભાશુભ ફળ આપે છે. યોગ્ય સમયે ફળ આપી તે ખરી પડે છે. એવાં કર્મ અનંત પ્રકારનાં છે, તેમાં મુખ્ય આઠ પ્રકાર છે.
જૈન દર્શનમાં આત્માને જકડી લેનાર કર્મોનાં આઠ ભેદ બતાવવામાં આવ્યા છે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મનો સમાવેશ ઘાતી કર્મમાં થાય છે તથા વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ અઘાતી કર્મ કહેવાય છે. જે કર્મ આત્માના અનંત જ્ઞાન આદિ સ્વાભાવિક ગુણોનો ઘાત કરે તે ઘાતી કર્મ કહેવાય છે અને જે કર્મ આત્માના ગુણોનો ઘાત ન કરે, પણ શરીર તથા ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોના સંયોગ-વિયોગ આદિ પ્રાપ્ત કરાવે તેને અધાતી કર્મ કહેવામાં આવે છે.
ચાર અઘાતી કર્મો આત્માના સ્વાભાવિક સ્વરૂપને પ્રતિરોધ કરનારાં નથી. તે
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org