________________
ગાથા-૭૬
૫૫૩ નિજનું ભાન થતાં આ પરમ, શુદ્ધ, અસંગ સ્વરૂપ અનુભવાય છે. પરમાર્થથી આત્માને અસંગ કહ્યો છે, પણ તે અસંગતાનો અનુભવ તો સમ્યકત્વ થયા પછી જ થાય છે. જ્યારે આત્મા વિભાવપરિણતિને છોડી નિજસ્વભાવનું ગ્રહણ કરે છે ત્યારે જ આત્મા યથાતથ્ય અસંગ જણાય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ છૂટતાં આત્માને એક પરમાણુમાત્રની પણ સ્પર્શના રહેતી નથી. આ સર્વોચ્ચ અસંગ દશા સિદ્ધાત્માની હોય છે. નિશ્ચયનય મુજબ આત્માનું જે અસંગ સ્વરૂપ છે, તેનો પૂર્ણ આવિર્ભાવ સિદ્ધાવસ્થામાં થાય છે.
આમ, શ્રીગુરુ શિષ્યને કહે છે કે જો આત્મા સર્વથા અસંગ હોય તો તેનું ભાવભાસન પ્રથમથી જ થવું ઘટે. જો આત્મા સર્વથા શુદ્ધ, કર્મોથી રહિત હોય તો તે પ્રગટ જણાવો જોઈએ. આત્મા જો સદા શુદ્ધ, પૂર્ણાનંદ તત્ત્વ હોય તો તેના આનંદ આદિ ગુણોનો વર્તમાનમાં અનુભવ થવો જોઈએ, પણ વર્તમાનમાં તો દુ:ખ, વિકાર અને અપૂર્ણતા છે; માટે આત્મા સદા અસંગ હોઈ શકે નહીં. આત્મા સ્વભાવે અસંગ છે અને અકર્તા પણ છે, પરંતુ નિશ્ચયનયથી બતાવવામાં આવેલું સ્વરૂપ પુરુષાર્થ વડે પ્રગટ થાય તે પછી જ તે પર્યાયમાં પણ અકર્તા અને અબંધ બને છે.
વળી, શિષ્ય તેની દલીલમાં કહ્યું હતું કે “આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ'. આત્માને સર્વથા અસંગ, શુદ્ધ, અબંધ બતાવી; કર્મના કર્તાપણાનો આરોપ પ્રકૃતિ વિષે કર્યો હતો. સાંખ્ય દર્શનથી પ્રભાવિત થઈને શિષ્ય કહ્યું હતું કે આત્મા ફૂટસ્થ નિત્ય હોવાથી તેનામાં કોઈ પરિણામ થવું શક્ય નથી. એ શુદ્ધ જ છે, તે અશુદ્ધ હોતો જ નથી; સત્ત્વ, રજસ્ અને તમન્ ગુણોથી યુક્ત એવી ત્રિગુણાત્મક પ્રકૃતિ જ કર્મનો બંધ કરે છે અને આત્મા અકર્તા - અબંધ છે.
આ પ્રકૃતિકત્વનો વિકલ્પ કોઈ પણ પ્રકારે યુક્તિયુક્ત નથી એમ સિદ્ધ કરતાં શ્રીમદ્ લખે છે –
‘પ્રકૃત્યાદિ પરાણે વળગવાથી કર્મ થતાં હોય? તે વિકલ્પ પણ યથાર્થ નથી. કેમકે પ્રકૃત્યાદિ જડ છે, તેને આત્મા ગ્રહણ ન કરે તો તે શી રીતે વળગવા યોગ્ય થાય? અથવા દ્રવ્યકર્મનું બીજું નામ પ્રકૃતિ છે; એટલે કર્મનું કર્તાપણું કર્મને જ કહેવા બરાબર થયું. તે તો પૂર્વે નિષેધી દેખાડ્યું છે. પ્રકૃતિ નહીં, તો અંતઃકરણાદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે, એમ કહીએ તો તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણાદિ પણ ચેતનની પ્રેરણા વિના અંતઃકરણાદિ રૂપે પ્રથમ ઠરે જ ક્યાંથી? ચેતન જે કર્મવળગણાનું, મનન કરવા, અવલંબન લે છે, તે અંત:કરણ છે. જો ચેતન મનન કરે નહીં, તો કંઈ તે વળગણામાં મનન કરવાનો ધર્મ નથી; તે તો માત્ર જડ છે. ચેતનની પ્રેરણાથી ચેતન તેને અવલંબીને કંઈ ગ્રહણ કરે છે તેથી તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org