________________
૫૫૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન વિષે કર્તાપણું આરોપાય છે, પણ મુખ્યપણે તે ચેતન કર્મનો કર્તા છે.'
જીવના એકાંત અસંગત્વની માન્યતા માટે સાંખ્ય દર્શનની કડક આલોચના કરવામાં આવે છે. સાંખ્યમતની ટીકા કરતાં કહેવામાં આવે છે કે પુરુષ એકાંતે અકર્તા હોય તો એને કોઈ પણ પ્રકારનો અનુભવ ન થાય, પણ હું સાંભળું છું, હું સૂછું ' એવી પ્રતીતિ તો સૌને થાય જ છે; એટલે આત્માનું અકર્તુત્વ અનુભવથી વિરુદ્ધ છે, માટે આત્માનું કર્તુત્વ કબૂલ કરવું ઘટે છે.
સાંખ્ય દર્શન અનુસાર પુરુષને એટલે કે આત્માને જો વસ્તુસ્વરૂપે નિહાળીએ તો પ્રકૃતિના સંબંધ વિનાનો, વિકાર વિનાનો, શુદ્ધસ્વરૂપી છે, તેમજ નિત્ય એકસ્વરૂપે સ્થિર રહેનારો છે. વસ્તુતઃ પુરુષ પ્રકૃતિથી સર્વથા ભિન્ન હોવાથી અવિકારી પુષ્કર પુષ્પની જેમ નિર્લેપ જ છે. સાંખ્યમતમાં પુરુષને નિત્ય અવિકારી માનેલો છે. સાંખ્ય દર્શન કહે છે કે પ્રકૃતિપરિણામવાળી બુદ્ધિમાં સુખ-દુઃખ સંક્રાંત થાય છે અને શુદ્ધ સ્વભાવવાળા પુરુષમાં એ સુખ-દુઃખનાં પ્રતિબિંબ પડે છે. સ્ફટિકમણિનું ઉદાહરણ આપતાં સાંખ્યમતવાદી કહે છે કે જેમ ભિન્ન ભિન્ન રંગોના સંયોગથી નિર્મળ એવું સ્ફટિકમણિ ભિન્ન ભિન્ન રંગવાળું દેખાય છે, પરંતુ વાસ્તવમાં તે અવિકૃત જ છે; તેમ પુરુષ પણ અવિકૃત જ રહે છે.
સ્ફટિકમણિનું દૃષ્ટાંત યુક્તિયુક્ત નથી એમ બતાવતાં આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી ‘સ્યાવાદ મંજરી'માં કહે છે કે સ્ફટિકમણિનું ઉદાહરણ યોગ્ય નથી, કેમ કે સ્ફટિકમાં પણ થોડી ઘણી ક્રિયા હોવાથી જ તેમાં લાલ પુષ્પ આદિના સંબંધથી પ્રતિબિંબ પડે છે. જો સ્ફટિકમાં કોઈ પણ પ્રકારની ક્રિયા ન હોવા છતાં પણ લાલ પુષ્પ આદિનું પ્રતિબિંબ પડે છે એમ સ્વીકારવામાં આવે તો અંધ પાષાણમાં પણ લાલ પુષ્પ આદિનું પ્રતિબિંબ પડવું જોઈએ; તેવી રીતે જો પુરુષ પરિણામી હોય તો જ બુદ્ધિનું પ્રતિબિંબ પુરુષમાં પડી શકે, અન્યથા નહીં, અને જો પુરુષને પરિણામી માનવામાં આવે તો ચેતનાશક્તિનું સ્વયં કર્તુત્વ અને સાક્ષાત્ ભોસ્તૃત્વ સ્વીકારવું પડશે.
સાંખ્યોનું કથન છે કે પુરુષ અવિકૃત સ્વભાવવાળો છે. સ્ફટિક જેમ ઉપાધિના સાનિધ્યથી વિકૃત દેખાય છે, તેમ પ્રકૃતિના સાનિધ્યથી પુરુષ પણ કર્તા છે એમ દેખાય છે. તેમનું આ કહેવું બરાબર નથી, કેમ કે સ્ફટિક પણ ઉપાધિના યોગે પરિણામાંતર પામે છે. પદાર્થનું પરિણામ, અર્થાત્ વિકૃતિ સ્વીકારવામાં ન આવે તો એ પ્રતિબિંબનો ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૫-૫૪૬ (ગાથા ૭૭ ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) ૨- જુઓ : આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત, સ્વાદુવાદ મંજરી', શ્લોક ૧૫ની ટીકા
'स्फटिकादावपि तथा परिणामेनैव प्रतिबिम्बोदयसमर्थनात । अन्यथा कथमन्धोपलादौ न प्रतिबिम्बः । तथा परिणामाभ्युपगमे च बलादायातं चिच्छक्तेः कर्तृत्वं साक्षाद्भोक्तृत्वं च ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org