________________
ગાથા-૪૫
૪૭
જેનો સ્પર્શ આદિ વડે અનુભવ થતો હોય તેનું પણ હોવાપણું સિદ્ધ થાય છે. પવન દેખાતો નથી, પરંતુ તેનો સ્પર્શ ત્વચાને થતાં તેને જાણી શકાય છે. પદાર્થમાં રહેલો રસ દેખાતો નથી, પણ જીભ ઉપર મૂકતાં તેનું જ્ઞાન થાય છે. સુગંધ દેખાતી નથી, છતાં નાકથી સૂંધીને તેનું જ્ઞાન થઈ શકે છે. વાજિંત્રમાંથી નીકળતો શબ્દધ્વનિ દેખાતો નથી, છતાં કાનથી સાંભળીને તેનું જ્ઞાન થઈ શકે છે. આમ, આંખની સહાય વિના અન્ય ઇન્દ્રિયો વડે પણ જ્ઞાન થઈ શકે છે. સ્પર્શનું જ્ઞાન ત્વચા વડે થાય છે, રસનું જ્ઞાન જીભ વડે થાય છે, ગંધનું જ્ઞાન નાક વડે થાય છે અને શબ્દનું જ્ઞાન કાન વડે થાય છે.
આ પ્રમાણે જગતના સર્વ ભૌતિક પદાર્થો પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈ ને કોઈ ઇન્દ્રિયની સહાયથી તો જાણી જ શકાય છે, પરંતુ આત્મા કોઈ પણ ઇન્દ્રિયથી જાણી શકાતો નથી. શિષ્ય કહે છે કે આત્માનું કોઈ રૂપ નથી, તે સંભળાતો નથી, તેની કોઈ ગંધ નથી, જીભ ઉપર મૂકી તેનો રસ લેવાતો નથી, સ્પર્શ વડે તે જાણી શકાતો નથી, મનથી ગમે તેટલો વિચાર કરીએ તોપણ તે પકડમાં આવતો નથી. આના ઉપરથી સ્પષ્ટપણે સિદ્ધ થાય છે કે આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે
‘આત્મા નથી આંખે દેખાતો, નથી નાકે સૂંઘાતો, નથી જીભે ચખાતો, નથી ત્વચાએ સ્પર્શાતો, નથી કાને સંભળાતો. નથી જણાતો કાળો, ધોળો, પીળો, રાતો, લીલો કોઈ વર્ણ આત્માનો; નથી જણાતો સુરભિ, દુરભિ કાંઈ ગંધ આત્માનો; નથી જણાતો કડવો, તીખો, તૂરો, ખાટો, મીઠો કોઈ રસ આત્માનો; નથી જણાતો કર્ણકટુ કે કર્ણપ્રિય કોઈ શબ્દ આત્માનો; નથી જણાતો ચીકણો-લૂખો, ટાઢો-ઉન્હો, ભારીહળવો, કોમળ-કઠિન કોઈ સ્પર્શ આત્માનો; નથી જણાતું સ્પર્શાદિ સામાન્ય પરિણામમાત્ર કોઈ રૂપ આત્માનું; નથી જણાતું સમચતુરસ્ર-પરિમંડલ - સ્વાતિ-કુબ્જવામન-હૂંડ કોઈ સંસ્થાન (આકારવિશેષ) આત્માનું; નથી જણાતું વૠષભનારાચ, વજ્રનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા, અસંપ્રાપ્તસૃપાટિકા કંઈ સંહનન આત્માનું. આત્મા લાંબો છે ટૂંકો છે? ગોળ છે કે વર્તુળ છે? ત્રાંસો છે કે ચોરસ છે? છ ખૂણીઓ છે કે આઠ ખૂણીઓ છે? આત્મા કાળો છે ધોળો છે કે પીળો છે? રાતો છે કે લીલો છે? આત્મા સુરભિ છે કે દુરભિ છે? આત્મા તીખો છે કડવો છે કે તૂરો છે? ખાટો છે કે મીઠો છે? આત્મા ચીકણો છે કે લૂખો છે? કર્કશ છે કે મૃદુ (કોમળ) છે? ગુરુ (ભારી) છે કે લઘુ (હળવો) છે? શીત છે કે ઉષ્ણ છે? એવો કોઈ પણ પ્રકારનો આત્માનો અનુભવ થતો નથી. આમ નથી આત્માનું કોઈ રૂપ, નથી કોઈ ગંધ, નથી કોઈ રસ, નથી સ્પર્શ, નથી કોઈ શબ્દ;
રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org