________________
४८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
જ્યાં સર્વથા અભાવ છે એવો અરૂપ, અગંધ, અરસ, અસ્પર્શ, અશબ્દ છે, એટલે આત્મા કોઈ પણ ઇન્દ્રિયનો ગોચર-વિષય નથી, પ્રત્યક્ષ નથી; અને જે પ્રત્યક્ષ હોય તે જ સત્ છે, એટલે આત્મા સત્ નથી – અસત્ છે, અવિદ્યમાન છે, છે જ નહિ.'
જે ઇન્દ્રિયગમ્ય હોય તેનું જ હોવાપણું શિષ્ય સ્વીકારે છે અને આત્મા ઇન્દ્રિય વડે ગ્રહણ થઈ શકતો નથી, માટે તે આત્માને અવિદ્યમાન માને છે. કોઈ પણ ઇન્દ્રિયોથી આત્મા અનુભવાતો નથી, તેથી દેહથી ભિન્ન એવા આત્મા નામનું કોઈ તત્ત્વ અસ્તિત્વ ધરાવતું નથી એવી માન્યતા શિષ્યને થઈ છે. આ દલીલમાં ચાર્વાકમતની છાયા સ્પષ્ટ જણાય છે, કારણ કે આત્મા ઇન્દ્રિયોથી જણાતો નથી, માટે આત્મા જેવો કોઈ પદાર્થ નથી એમ માનવામાં જ ચાર્વાક દર્શનની સઘળી પ્રવૃત્તિ હોય છે. ચાર્વાકમત અનુસાર માત્ર ઇન્દ્રિયો જ જ્ઞાનપ્રાપ્તિ માટેનું સાધન છે અને ઇન્દ્રિયોના સહકારથી પ્રાપ્ત થયેલું જ્ઞાન જ સાચું જ્ઞાન છે. ચાર્વાકમત ઇન્દ્રિયગમ્ય પદાર્થ સિવાય કોઈ પદાર્થનો સ્વીકાર નથી કરતો. ઇન્દ્રિયથી અગોચર એવા પદાર્થોનો ચાર્વાકમતવાદીઓએ અસ્વીકાર કર્યો છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ‘અધ્યાત્મસાર ગ્રંથના સમકિત અધિકારમાં નાસ્તિક મતની માન્યતા તથા તેનું નિરસન એકવીસ શ્લોક(૬૮-૮૮)માં કર્યું છે. તેમણે આત્મા નથી એવું મંતવ્ય ધરાવતા ચાર્વાકમતનું પ્રતિપાદન કરી, તેનું નિરસન કર્યું છે. ચાર્વાકમતનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે પ્રત્યક્ષપણે આત્મા દેખાતો નથી માટે તે છે જ નહીં અને અહંતાનો વ્યવહાર તો શરીરથી થઈ શકે છે. જગતમાં જે જે પદાર્થો વિદ્યમાન છે તે ઇન્દ્રિયો વડે જણાય છે, માટે જો આત્મા વિદ્યમાન હોય તો ઇન્દ્રિયો વડે જણાવો જોઈએ; પણ તે જણાતો નથી, તેથી આત્મા છે જ નહીં. કોઈ એમ પૂછે કે જો આત્મા ન હોય તો હું સુખી છું', હું દુઃખી છું' એમ કોણ બોલે છે? હું સુખી', હું દુઃખી' ઇત્યાદિ જે અનુભવ થાય છે, તેમાં ‘હું' થી વાચ્ય પદાર્થ કયો લેવો? આનો જવાબ ચાર્વાકમતવાદીઓ એમ આપે છે કે ' થી વાટ્યરૂપે શરીર જ લઈ શકાય. ‘સુખી' એટલે હું જે શરીરરૂપે છું તે સુખી. હુંપણાનો જે વ્યવહાર છે, તે તો પંચ મહાભૂતના સમુદાયરૂપ શરીર માટે છે. કંઈ હુંપણાના વ્યવહારથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી.'
આમ, ચાર્વાકમતના પ્રભાવથી શિષ્ય અહીં એમ દલીલ કરી કે આત્મા પ્રત્યક્ષ જોવામાં આવતો નથી, તેનું કોઈ જાતનું રૂપ જણાતું નથી, તેમજ આત્માના હોવાપણાનો ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૧૧ ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૬૮
'नास्त्येवात्मेति चार्वाकः प्रत्यक्षानुपलंभतः । अहंताव्यपदेशस्य
शरीरेणोपपत्तितः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org