________________
ગાથા-૮૪
૭૨૭ વિભિન્ન દાર્શનિકોએ કર્મના પ્રકાર વિવિધ રીતે કર્યા છે, પણ પુણ્ય-પાપરૂપે, કુશલ-અકુશલરૂપે, શુભ-અશુભરૂપે, ધર્મ-અધર્મરૂપે કર્મના ભેદ તો બધાં દર્શનોને માન્ય છે; એટલે એમ કહી શકાય કે કર્મના પુણ્ય-પાપ અથવા તો શુભ-અશુભ એવા જે બે ભેદો પાડવામાં આવે છે એ પ્રાચીન અને સર્વમાન્ય છે. પ્રાણીને જે કર્મનું ફળ અનુકૂળ જણાય તે પુણ્ય અને પ્રતિકૂળ જણાય તે પાપ, એવો અર્થ કરવામાં આવે છે અને તે રીતના ભેદો વેદાંત, જૈન, સાંખ, બૌદ્ધ, યોગ, ન્યાય-વૈશેષિક દર્શનોમાં જોવા મળે છે. બધાં દર્શનોએ પુણ્ય હોય કે પાપ એ બન્ને કર્મોને બંધન જ માન્યાં છે અને એ બન્નેથી છૂટકારો પ્રાપ્ત કરવો એ જીવનું ધ્યેય હોવું જોઈએ એમ સ્વીકાર્યું છે. આથી જ કર્મજન્ય જે અનુકૂળ પરિસ્થિતિ છે, તેને પણ વિવેકી જનો સુખ નહીં પણ દુઃખ જ માને છે.
કર્મના પુણ્ય-પાપરૂપ બે ભેદ વેદનાની દૃષ્ટિએ કરવામાં આવે છે, જ્યારે કર્મના અન્ય પ્રકારો વેદના સિવાયની અન્ય દૃષ્ટિએ પણ કરવામાં આવે છે. વેદનાની દૃષ્ટિએ નહીં પણ કર્મને સારું-નરસું માનવાની દૃષ્ટિને સામે રાખીને બૌદ્ધ અને યોગ દર્શનમાં કૃષ્ણ, શુક્લ, શુક્લકૃષ્ણ અને અશુક્લાકૃષ્ણ એવા ચાર પ્રકાર કરવામાં આવ્યા છે. આમાં કૃષ્ણ એ પાપ, શુક્લ એ પુણ્ય, શુક્લકૃષ્ણ એ પુણ્ય-પાપનું મિશ્રણ છે, જ્યારે અશુક્લાકૃષ્ણ એ બેમાંથી એક પણ નથી. એ કર્મ વીતરાગ પુરુષને હોય છે અને તેનો વિપાક સુખ કે દુઃખ કશું જ નથી, કારણ કે તેમનામાં રાગ કે દ્વેષ કશું જ હોતું નથી.’
આ ઉપરાંત કર્મના ભેદો કૃત્ય, પાકદાન અને પાકકાળની દૃષ્ટિએ પણ કરવામાં આવે છે. કૃત્યની દૃષ્ટિએ ચાર, પાકદાનની દૃષ્ટિએ ચાર અને પાકકાળની દૃષ્ટિએ ચાર, એમ બાર પ્રકારના કર્મોનું વર્ણન બૌદ્ધોના ‘અભિધર્મમાં અને વિશુદ્ધિમાર્ગ' ગ્રંથોમાં છે, પણ “અભિધર્મ'માં તે ઉપરાંત પાકસ્થાનની દૃષ્ટિએ પણ કર્મના ચાર ભેદ અધિક ગણાવ્યા છે. બૌદ્ધોની જેમ પ્રકારની ગણતરી તો નહીં પણ તે તે દૃષ્ટિએ કર્મોનો ૧- જુઓ : ‘બૃહદારણ્યક ઉપનિષદ્', ૩-૨-૧૩; પ્રશ્ન ૩-૭ ૨- જુઓ : “પંચમ કર્મગ્રંથ', ગાથા ૧૫-૭૭; ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', ૮-૨૬ ૩- જુઓ : “સાંખ્યકારિકા', ૪૪ ૪- જુઓ : 'વિશુદ્ધિમગ્ગ', ૧૭-૮૮ પ- જુઓ : “યોગસૂત્ર', ૨-૧૪; યોગભાષ્ય', ૨-૧૨ ૬- જુઓ : ‘ન્યાયમંજરી', પૃ.૪૭૨; ‘પ્રશસ્તપાદ', પૃ.૬૩૭, ૬૪૩ ૭- જુઓ : ‘યોગ દર્શન', ૪-૭; 'દીઘનિકાય', ૩-૧-૨; ‘બુદ્ધચર્યા', પૃ.૪૯૬ ૮- જુઓ : યોગ દર્શન', ૪-૭ ૯- જુઓ : “અભિધમ્મસ્થ સંગ્રહ', ૫-૧૯; 'વિશુદ્ધિમગ્ગ', ૧૯-૧૪-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org