________________
७७४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
જોઈએ. વળી, જો તે કેટલાક જીવોને સુખી અને કેટલાક જીવોને દુઃખી બનાવતો હોય તો તેને પક્ષપાતી માનવો પડે, કારણ કે તે કેટલાક જીવો પ્રત્યે ક્રૂરતા દાખવે છે.
જો એમ કહેવામાં આવે કે પોતાનાં કર્મોના પરિપાક અનુસાર જીવો સુખ-દુઃખ પામે છે, તો તો ઈશ્વરની સ્વતંત્રતાનો લોપ થઈ જાય. જીવનાં શુભાશુભ કર્મ અનુસાર જીવ સુખી-દુઃખી થતો હોય તો ઈશ્વર સ્વતંત્ર, સ્વાધીન ઠરતો નથી, કેમ કે ઈશ્વરને આધીન કાંઈ પણ રહે નહીં. જીવનાં જેવાં કર્મ હોય તેવું ફળ તેને મળે છે. આચાર્યશ્રી નરેન્દ્રસેનજી (સિદ્ધાંતસારસંહ'માં કહે છે કે જો ઈશ્વર સ્વતંત્ર રહીને જગતની રચના કરતો હોય તો તે દુઃખી લોકોને કેમ ઉત્પન્ન કરતો હશે? દુ:ખીઓને ઉત્પન્ન કરવાથી, દુઃખ આપવાની ક્રિયાથી ઈશ્વરને મહાપાપનો બંધ થતો હશે. જો એમ કહેવામાં આવે કે ઈશ્વર બીજા દ્વારા પ્રેરાઈને જગતનિર્માણનું કાર્ય કરે છે તો ઈશ્વરનું સ્વાતંત્ર્ય નષ્ટ થાય છે. જો ઈશ્વર આશાવશ થઈને જગત બનાવતો હોય તો તે હીનતાનો ભોગી થાય છે, કારણ કે આશાવશતા હોય તો હીનતા અવશ્ય હોય છે.'
જો ઈશ્વર જીવોનાં પુણ્ય-પાપની અપેક્ષાએ જ સૃષ્ટિની રચના કરતો હોય તો શુભાશુભ કર્મોને ઈશ્વર નિર્માણ કરતો નથી તે સિદ્ધ થાય છે, કારણ કે જે જેની અપેક્ષા રાખે તેને બનાવનાર તે ન હોય. જેમ કુંભાર ઘટ બનાવવામાં દંડની અપેક્ષા રાખે છે, તેથી તે દંડને બનાવનાર નથી; તેમ ઈશ્વર પણ જગતને બનાવવા માટે જીવોનાં શુભાશુભ કર્મની અપેક્ષા રાખતો હોય તો ઈશ્વર કર્મોને બનાવનાર નથી એમ સિદ્ધ થાય છે. આ પ્રકારે કર્મની સમર્થતા સિદ્ધ થવાથી જગતની વિચિત્રતાના કારણરૂપ કર્મ જ સમર્થ છે, નહીં કે ઈશ્વર. આમ, ઈશ્વરની સ્વતંત્રતા ન્યાયયુક્ત નથી. (૫) ઈશ્વર નિત્ય છે તેનું નિરસન – ઈશ્વર નિત્ય છે તે પ્રતિપાદન પણ અયુક્ત છે, કારણ કે જો ઈશ્વરને નિત્ય માનવામાં આવે તો એમ પ્રશ્ન થઈ શકે કે ઈશ્વર નિત્ય એકસ્વરૂપ હોવાના કારણે તે સૃષ્ટિની રચના સર્જનસ્વભાવ(રચના કરવાવાળા સ્વભાવ)થી કરે છે કે તેનાથી ભિન્ન સ્વભાવથી? જો તે સર્જનસ્વભાવથી જગત બનાવતો હોય તો કોઈ પણ કાળે રચના કરવાથી વિરામ પામશે નહીં. તે નિત્ય નવું નવું જગત બનાવ્યા જ કરશે, કારણ કે જગતકર્તા ઈશ્વર નિત્ય હોવાથી જગતને રચવાનો તેનો સ્વભાવ પણ નિત્ય છે. જો તે જગતની રચનાથી વિરામ પામે તો તેના સ્વભાવની હાનિ થાય, તેથી ૧- જુઓ : આચાર્યશ્રી નરેન્દ્રસેનજીકૃત, સિદ્ધાંતસારસંહ', અધ્યાય ૪, શ્લોક ૧૪૭, ૧૪૮
સ્વતઃ હરીતિ દિશં તુ વિનઃ ફ્રિ રોચસૌ | तत्कार्ये प्रत्यवायः स्यात्तक्रियाजनितो महान् ।। अन्येनास्य प्रयुक्तत्वे स्वातन्त्र्यं तस्य हीयते । आशावशाच्च हीनत्वं तस्य स्यादुर्निवारतः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org