________________
ગાથા-૫૫
૧૮૯
(૧) અતિ દૂર કેટલીક વાર વસ્તુઓ ઘણી દૂર હોવાથી વિદ્યમાન હોવા છતાં પણ નથી દેખાતી, જેમ કે મેરુ પર્વત વગેરે.
(૨) અતિ નજીક આંખની બહુ નજીક હોવાથી પણ વસ્તુ ઘણી વાર નથી દેખાતી, જેમ કે આંખમાં આંજેલું કાજળ. પુસ્તક આંખને અડાડીને, આંખની બહુ નજીક રાખીને વાંચવામાં આવે તો ન વંચાય.
(૩) અતિ સૂક્ષ્મ વસ્તુ અત્યંત સૂક્ષ્મ હોવાના કારણે પાસે હોવા છતાં પણ નથી દેખાતી, જેમ કે પરમાણુ.
(૪) મનની અસ્વસ્થતા મન ચિંતાગ્રસ્ત હોય તોપણ વસ્તુ સામે હોવા છતાં નથી જણાતી, જેમ કે ચિંતાગ્રસ્ત અવસ્થામાં પુત્ર પાસે હોવા છતાં પણ રોગી પિતા ‘દીકરા!’ એમ બૂમ પાડે છે.
(૫) ઇન્દ્રિયઘાત ઇન્દ્રિય શક્તિશાળી ન હોય, કમજોર હોય અથવા નષ્ટ થઈ ગઈ હોય તોપણ વસ્તુ જણાતી નથી, જેમ કે કાને બહેરાશ આવવી, આંખે મોતિયો આવવો, આંખ ચાલી જવી વગેરેથી વસ્તુના તે તે વિષયો જણાતા નથી.
(૬) મતિમંદતા અલ્પ બુદ્ધિના કારણે ગંભીર અર્થનું જ્ઞાન થતું નથી, જેમ કે રત્ન વગેરેની પરખ સામાન્ય માણસને હોતી નથી.
(૭) અશક્યતા ઘણી વાર વસ્તુ હોવા છતાં તેનું દર્શન અશક્ય હોય છે, જેમ કે પોતાના કાનનું, મસ્તકનું કે પીઠનું સીધું પ્રત્યક્ષ દર્શન અશક્ય છે. (અરીસા દ્વારા થતા દર્શનની વાત અહીં અપ્રસ્તુત છે.)
-
(૮) વ્યવધાન વસ્તુ અને દૃષ્ટિ વચ્ચે આવરણ હોવાથી વસ્તુ દેખાતી નથી, અથવા તો દૃષ્ટિ આડે આવરણ આવવાથી વસ્તુ નથી દેખાતી. જેમ કે ભીંત, કપડાં વગેરેથી અંતરિત વસ્તુ દેખાતી નથી અથવા આંખને હાથથી ઢાંકી દેવામાં આવે તો તે કશું જોવા સમર્થ થતી નથી. વાદળથી સૂર્ય ઢંકાઈ જાય તો તે દેખાતો નથી.
1
(૯) અભિભૂત ઘણી વાર વસ્તુ બીજાના પ્રબળ પ્રભાવને કારણે જણાતી નથી, જેમ કે ઉત્કટ સૂર્યતેજથી તારાઓ અભિભૂત થઈ જાય છે, તેથી તે દેખાતા નથી. તારા દિવસે ન દેખાય એટલે તે નથી એમ કહી શકાય નહીં. તારા હોવા છતાં દિવસે સૂર્યના પ્રકાશમાં તારાનો પ્રકાશ ઢંકાઈ જાય છે, તેથી તારા દિવસે હોવા છતાં પણ દેખાતા નથી.
Jain Education International
(૧૦) સામ્યતા સરખાપણાના કા૨ણે ધારી ધારીને જોવા છતાં પણ તે ઓળખી શકાતા નથી, જેમ કે અડદના ઢગલામાં એક અડદનો દાણો નાખ્યો હોય અથવા દૂધમાં દૂધ, પાણીમાં પાણી ભેળવતાં તે સામ્યપણાના કારણે અલગ અલગ ઓળખી શકાતાં
For Private & Personal Use Only
www.jainelibrary.org